Advertisements

રવિશંકર મહારાજ વિશે નિબંધ | Ravishankar Maharaj essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
રવિશંકર મહારાજ વિશે નિબંધ,ravishankar maharaj essay in gujarati, ravishankar maharaj in gujarati, ravi shankar maharaj history in gujarati, ravishankar maharaj gujarati 
Advertisements

એક સામાન્ય માણસ જેણે હજારો બહારવટીયાઓનું જીવન બદલી નાખ્યુ, અને તેમને બહારવટુ છોડાવુ સ્વાતંત્રય સંગ્રામના માર્ગે વાળ્યા, એક મુઠી ઉચેરો માનવી જે કોઇ રાજકારણી કે કોઇ રાજયનો મંત્રી ન હતો, તેમ છતાં આપણા ગુજરાત રાજયનું ઉદ્ધાટન જેમના હસ્તે કરવામાં આવ્યુ એવા મહાન વ્યકિતત એટલે રવિશંકર વ્યાસ જેેને આપણે સૌ રવિશંકર મહારાજના નામથી ઓળખીએ છીએ.

આજના આર્ટીકલ્સમાં આપણે રવિશંકર મહારાજના જીવનપરિચય વિશે વિગતવાર માહિતી મેળવીશુ. જે વિધાર્થી મિત્રોને રવિશંકર મહારાજ વિશે નિબંધ(Ravishankar Maharaj essay in Gujarati) લેખન માટે પણ ખૂબ ઉપયોગી બનશે.

રવિશંકર મહારાજના જીવનપરિચય (Ravishankar Maharaj essay in Gujarati)

નામઃરવિશંકર વ્યાસ
હુલામણું નામઃરવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી, મુઠ્ઠી ઊંચેરો માનવી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે
જન્મ તારીખઃ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ 
જન્મ સ્થળઃખેડા જિલ્લાનાં રઢુ ગામમાં
પિતાનું નામઃપિતાંબર શિવરામ વ્યાસ
માતાનું નામઃનાથીબા
પત્નીનું નામઃસૂરજબા
અભ્યાસઃપ્રાથમિક – છ ધોરણ
ક્ષેત્રઃસમાજ સેવા, સ્વતંત્રતા સેનાની
મૃૃત્યુઃ૧ જુલાઇ, ૧૯૮૪, બોરસદ
Ravishankar Maharaj essay in Gujarati

રવિશંકર મહારાજનો નિબંધ (Ravishankar Maharaj essay in Gujarati)

રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશ)ના રોજ  ખેડા જિલ્લાના માતર તાલુકા રઢુ ગામે તેમના મોસાળમાં થયો હતો. પરંતું તેમના કુટુંબનું મુળ વતન મહેમદાવાદ નજીકનું  સરસવણી ગામ હતુ. તેઓ ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. તમેના પિતા શિવરામ વ્યાસ શિક્ષક હતા તથા માતા નાથીબા ગૃહિણી હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા, નિર્ભયતા અને કોઈનુંય કામ કરી છૂટવાની તત્પરતાના અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા.

રવિશંંકર મહારાજનો અભ્યાસ કંઇ ખાસ રહયો ન હતો. તેમણે પ્રાથમિક શાળામાં ધોરણ છ સુધીનો અભ્યાસ કર્યા ત્યારબાદ માતા-પિતાને ખેતી કામમાં મદદ કરવા માટે અભ્યાસ અધુરો મુકયો.

તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. હજુ તો માંડ યુવાની પગ મુકયા હતો ત્યાં માતા-પિતાનું અવસાન થયુ. વીસ વર્ષની વયે મહારાજને આર્યસમાજી કવિ છોટાલાલના સંગથી આર્યસમાજનો રંગ લાગ્યો. ‘आर्यों पर अनार्यो का राज्य नहीं होना चाहिए ।’  સ્વામી દયાનંદના એ વાક્યે એમનામાં રાષ્ટ્રીય અસ્મિતાનું બીજ વાવ્યું. સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશોએ એ બીજને અંકુરિત કર્યું. પરિણામે સમાજ અને રાષ્ટ્ર વિશે તેઓ ગંભીરતાથી વિચાર કરતા થયા. 1911માં ક્રાંતિકારી રાષ્ટ્રભક્ત મોહનલાલ પંડ્યા(‘ડુંગળીચોર’)નો ભેટો થઈ ગયો. એમણે મહારાજની રાષ્ટ્રીયતામાં પ્રાણ પૂર્યો.

ગાંધીજી સાથે રવિશંકર મહારાજની મુલાકાત –

રવિશંકર વ્યાસ આર્ય સમાજની વિચારધારાથી ખૂબ પ્રભાવિત હતા. 1915 માં, તેઓ ગાંધીજીને મળ્યા, તેઓ તેમના વિચારો સાથે સંમત થયા અને સ્વતંત્રતા અને સામાજિક સક્રિયતામાં ગાંધીજી સાથે જોડાયા. જ્યારે તેઓ ગાંધીજી સાથે તેમની ચળવળમાં જોડાયા ત્યારે તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો.

1917ના નવેમ્બરમાં યોજાયેલી ગોધરાની રાજકીય પરિષદમાં ગાંધીજીએ દેશસેવા માટે ચોવીસ કલાક કામ કરનારા કાર્યકરોનું આહવાન કરતાં સરદાર વલ્લભભાઈ પટેલે એમાં પોતાનું નામ નોંધાવ્યું. રવિશંંકર મહારાજ પર એની ઊંડી અસર થઈ. 1920ના નાગપુર કૉંગ્રેસ અધિવેશનમાં જાણે ગાંધીજીના પ્રવચને એમને દેશસેવાની દીક્ષા આપી દીધી. પોતાનાં ચાર બાળકો – મેધાવ્રત (પંડિતજી), વિષ્ણુભાઈ, મહાલક્ષ્મી અને લલિતાની જવાબદારી પત્ની સૂરજબાને સોંપી દેશસેવાર્થે એમણે ગૃહત્યાગ કર્યો.

રવિશંકર વ્યાસે ૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષ સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. જેમાં તેઓ આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા હતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં. તેમણે તેમની પત્નીની ઇચ્છા વિરુદ્ધ પૈતૃક સંપત્તિ પરથી તેમનો અધિકારો છોડી દીધા અને જીવન દેશને સમર્પિત કરી દીધું. 1921 માં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા.

1922માં અંગ્રેજ જજ બ્રૂમફીલ્ડે ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ મૂકી એમને છ વર્ષની જેલની સજા ફરમાવી. ત્રે આ ચુકાદો સાંભળી રવિશંકર મહારાજ રડી પડ્યા. ગાંધીજીએ એમના ખભા પર હાથ મુકી પીઠ થાબડી બહારવટિયા ની સેવા અને તમની સુધારણાનું કામ સોપ્યુ.

તેમણે 1923માં બોરસદ સત્યાગ્રહમાં ભાગ લીધો અને હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ત્યારબાદ 1926 માંબારડોલી સત્યાગ્રહમાં જોડાયા. અગ્રેજોએ તેમને 6 મહિના સુધી જેલમાં મોકલી દીધાા .1927 માં પૂર રાહત કાર્યમાં ભાગ લીધો, જેમાં તેમને લોકો સાથે પુરતી ઓળખ મળી. આ પછી, 1930 માં તેઓ મીઠાના કાયદાના ભંગ માટે ગાંધીજી સાથે દાંડીકુચમાં જોડાયા, અને 2 વર્ષ સુધી જેલમાં રહ્યા. વાંચોમહાત્મા ગાંધીનું જીવનચરિત્ર

તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રથમ અને નજીકના સહયોગીઓમાંના એક હતા અને દરબાર ગોપાલ દેસાઈ, નરસિંહ પરીખ અને મોહનલાલ પંડ્યા સાથે, 1920 અને 1930ના દાયકામાં ગુજરાતમાં રાષ્ટ્રવાદી ચળવળના મુખ્ય આયોજકોમાંના એક હતા.

વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને ગાંધીજીની ઇચ્છાને માન આપી મહારાજ ચોર-ડાકુ ગણાતી ખેડા જિલ્લાની કાંઠા વિભાગની પાટણવાડિયા કોમની સેવામાં લાગી ગયા. આ કોમને પોલીસથાણે ફરજિયાત હાજરી પુરાવવાની અપમાનભરી પ્રથામાંથી મુક્તિ અપાવી. વળી તેમને ચોરી, ડાકુગીરી જેવા અપરાધોથી મુક્ત કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓ પણ આરંભી.

Ravishankar Maharaj essay in Gujarati
Ravishankar Maharaj essay in Gujarati

મહારાજે કરુણામય પ્રેમથી ચોર-ડાકુ, બહારવટિયા, ખૂની ને દારૂડિયાઓના અંતરના ઊંડાણમાં પડેલી સદભાવનાઓને જગાડી એમનામાં માનવતાના દીવડા પ્રગટાવ્યા તથા એમને સદાચારી નાગરિક જીવનની દીક્ષા આપી. મહારાજના આ અલૌકિક કાર્યને કવિ ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઈના દીવા’ પુસ્તક દ્વારા અમર કર્યું.

રવિશંકર મહારાજ પોતાને ગાંધીજીના ટપાલી ગણાવતા હતા. તેમણે ગાંધીજીના સંદેશાને ગામે ગામ લોકો સુધી પહોચાડવાનું કાર્ય કર્યુ. સ.ને. ૧૯૪૧માં જયારે અમદાવાદમાં કોમી હુુુુલ્લડ ફાટી નિકળ્યુ ત્યારે તેઓ ડર્યા વગર આ ક્ષેત્રમાં ગયા અને ત્યાંનો માહોલ શાંત કરવામાં અહમ ભુમિકા ભજવી હતી. સને. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં જોડાયા જેમાં અંગ્રેજ સરકારે તેમને ફરીથી જેલમાં ધકેલી દીધા.

સનેે.૧૯૪૭માં ભારતને આઝાદી મળી ગઇ, મોટાભાગના સ્વાતંત્રય સેનાનીઓ રાજકારણમાં જોડાઇ ગયા. પરંતુ મુઠી ઉચેરા માનવીને રાજસત્તાનો કોઇ જ મોહ ન હતો. તેમણે તેમની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી. ગુજરાતના ગામડે ગામડે જઇ વિનોબા ભાવેની ભુદાન ચળવળનો પ્રચાર કર્યો. તેમનાથી પ્રેરણા લઇને ગુજરાતના કેટલાય લોકોએ પાોતાની સંંપત્તિ /જમીન દાનમાં આપી દીધી.

૧૯૪૭ થી ૧૯૫૨ સુધી તેમણે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાને પોતાની કર્મભુમી બનાવી. અહીના લોકોની પાણીની સમસ્યા જોઇને એમનુ હદય દ્રવી ઉઠયુ. તેમણે રાત-દિવસ ખૂબ પરિશ્રમ કરીને રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકાઓમાં 48 કૂવા અને 51 બોરિંગ બનારાવ્યા. આ પ્રદેશની પાણીની સમસ્યા કંઈક અંશે હળવી કરવામાં ફાળો આપ્યો. તેથી જ બનાસકાંઠાના લોકો રવિશંકર મહારાજને ‘બોરિંગવાળા મહારાજ’ તરીકે ઓળખવા લાગ્યા.

૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતામાં માત્ર લુખ્ખી ખીચડી ખાતા. પોતાને માટે એક રૂપીયો પણ ન વાપરનાર આ અદના માનવીએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા. તેથી જ તમને ‘કરોડપતિ ભિખારી’ ના ઉપનામ પણ ઓળખવામાં આવે છે.

1964થી 1972 દરમિયાન બિહારના દુષ્કાળની, ઓરિસાના જળપ્રલયની અને બાંગ્લાદેશની માનવસર્જિત આપત્તિઓ વખતે ગુજરાતના રાહત કાર્યકરો સાથે સક્રિય કાર્ય કરીને મહારાજે દેશમાં ગુજરાતની શાન વધારી હતી.

સને.૧૯૨૧માં ઘર છોડયુ ત્યારથી જીવ્યા ત્યાં સુધી તેમણે દેશસેવામાં જીવન વ્યતિત કર્યુ. તેઓએ પગમાં ચંંપલ પણ પહેરયા વગર દેશના હજારો ગામોની યાત્રા કરી. આ રીતે પગપાળા ચાલવાથી તેમના પગના તળીયા પણ એટલા મજબુત થઇ ગયા હતા. કે કાંટો પણ પગમાં આવે તો પણ ભાંગી જાય. ઘસાઇને ઉજળા થઇએ એમનો જીવન મંત્ર હતો. તેઓ માત્ર બે જોડી કપડાં જ રાખતા હતા. એનું સુત્તર પણ તેઓ જાતે જ કાંતતા.

રવિશંકર મહારાજ વિશે તો જેટલુ લખવુ હોય એટલુ ઓછુ પડે. “જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” – આ વાકયો વિનોબા ભાવેના છે. મહાત્મા ગાંધીજીએ પણ રવિશંક મહાારાજને કહયુ હતુ કે, ” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” 

રવિશંકર મહારાજ એવોર્ડ

ભારત સરકારે રવિશંંકર મહારાજના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે ₹ ૧ લાખનો રવિશંકર મહારાજ એવોર્ડ (પુરસ્કાર) તેમના સન્માનમાં આપવામાં આવે છે.

આવા હતા આપણા સૌના લોકલાડીલા રવિશંકર મહારાજ. આથી જ તમના આવા સેવા કાર્યોને હંમેશા લોકોના હદયમાં સ્થાન આપવા માટે 1 લી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી. આવા મહાપુરુષને કોટી કોટી નમન.

આ ૫ણ વાંચો:-

  1. સંત કબીર સાહેબનો પરિચય
  2. સંત તુકારામનું જીવનચરિત્ર
  3. નરસિંહ મહેતા વિશે માહિતી
  4. મીરાંબાઈ વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

હુ આશા રાખુ છુ કે તમને અમારો રવિશંકર મહારાજ વિશે નિબંધ(Ravishankar Maharaj essay in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment