Advertisements

[PDF] યોગ નું મહત્વ નિબંધ | Yog nu Mahatva in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
યોગ નું મહત્વ નિબંધ, Yog nu Mahatva in Gujarati, jivan ma yog nu mahatva essay in gujarati, યોગ વિશે ગુજરાતી નિબંધ, યોગ ના ફાયદા, જીવનમાં યોગનું મહત્વ, yoga essay in gujarati, યોગ નું મહત્વ નિબંધ pdf
Advertisements

યોગ નું મહત્વ : શરીર અને મન બંનેને નિરોગી, રાખવા માટેની જડીબુટી એટલે યોગ, એમ કહીએ તો પણ અતિશ્યોકતિ નથી. કેમ કે યોગના કોઇ એક ફાયદા નથી યોગ એ મન અને શરીરને નિરોગી રાખવા માટે અનેક રીતે ઉપયોગી છે, તો ચાલો આજે આ૫ણે યોગ નું મહત્વ નિબંધ (Yog nu Mahatva in Gujarati) લેખન સ્વરૂપે જાણીશુ .

યોગ નું મહત્વ (importance of yoga in gujarati):- 

યોગ શરીર અને મન બંને નું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ સારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. નિયમિત યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે. વિદ્યા અભ્યાસની સાથે સાથે સતત સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતામાં સહજ રીતે વધારો થાય છે. જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતીનો વિષય છે.

યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ જીવન જીવવાની કળા છે. તેથી જ ઓશો એ કહયુ છે કે,

”ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે.”

Must Read : યોગ એટલે શું ?

યોગનું મહત્વ

જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી વગેરે ગુણો જરૂરી છે. યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણા આવા ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણો પ્રાણ બળવાન હોવો જોઈએ. પ્રાણાયામથી પ્રાણ બળવાન થાય છે. માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ.

જ્ઞાનપ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ જ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાઓ બધો જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર છે. આસનો કરવાથી કરોડ સ્થિતિસ્થાપક બને છે.

જ્ઞાનપ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને વાંચવુ પડે એટલે કે આપણા ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવું પડે. મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદની અનુભૂતિ થાય છે.

વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંશોધનો એ સમાજની સુખ શાંતીમાં વધારો કર્યો છે. પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાનીવિનાની દોટના કારણે શારીરિક અને માનસિક બીમારીઓ વધી છે. આ બધી જ વિકાર યુક્ત સ્થિતિ માંથી મુક્તિ મેળવવાનું રાજમાર્ગ એટલે યોગ. કરો યોગ અને રહો નિરોગ.

યોગના ફાયદા (yoga na fayda in gujarati language):- 

  • યોગ એ બધા જ પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ છે. તાજેતરમાં થયેલ તબીબી અભ્યાસ જણાવે છે કે યોગ દ્વારા શારીરિક માનસિક ઘણા ફાયદા થાય છે. અને આ ફાયદા નિયમિત યોગાભ્યાસ કરનારામાં જણાયા છે. આવા તબીબી અભ્યાસ મુજબ યોગના ફાયદા નીચે મુજબ છે.
  • યોગ શારીરિક તંદુરસ્તી સ્નાયુ ની મજબૂતી અને હૃદયની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે.
  • ડાયાબિટીસની સ્વતંત્ર ના રોગ લોહીનું ઊંચું દબાણ તથા જીવનચર્યા ને લગતા રોગોમાં લાભદાયક છે.
  • યોગ તણાવ, થાક, ચિંતા વગેરે ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. મનમાં હકારાત્મક વિચારોનો સંચાર થાય છે.
  • યોગ સ્ત્રીઓને લગતી માસિકની સમસ્યાઓમાં પણ લાભદાયી નીવડે છે. ટૂંકમાં યોગ શરીર અને મનને તબક્કાવાર ઘડે છે, સમસ્યા વિહીન બનાવે છે અને જિંદગીને ખરા અર્થમાં જીવંત બનાવે છે.
  • યોગથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે.
  • યોગથી શરીરની લવચિકતામાં સુઘારો થાય છે જેનાથી ઇજા સામે રક્ષણ મળે છે.
  • શરીરની શારીરિક મુદ્દામાં સુધારો થાય છે જેનાથી સારી વ્યક્તિત્વ છબી બને છે.
  • યોગથી જીવનશૈલીમાં સુધારો આવે છે.
  • યોગ વજન વધારવા-ઘટાડવા માટે અને આદર્શ શારીરિક વજનની પ્રાપ્તિ માટે ઉ૫યોગી નિવડે છે.
  • યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે.

આ ૫ણ વાંચો:-

  1. જળ એ જ જીવન નિબંધ
  2. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  3. સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  4. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો યોગનું મહત્વ (importance of yoga in gujarati)  આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આજના આ લેખમાં આ૫ણે યોગનું મહત્વ તથા યોગના ફાયદા વિશે માહિતી મેળવી. જે વાંચીને તમને યોગ પ્રત્યે ચોકકસ લગાવ થશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભૂલશો નહીં. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે. 

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment