લોકો ભલે ભારત દેશ એ માત્ર સાધુ સંતો કે ચમત્કારોનો જ દેશ ગણતા હોય ૫રંતુ કેટલાય મહાન વેજ્ઞાનિકો ભારતે વિશ્વને આપ્યા છે. તેમાંના એક એટલે ડૉ વિક્રમ સારાભાઈ. તો ચાલો આજે આ૫ણે આ મહાન વૈજ્ઞાનિક ડૉ વિક્રમ સારાભાઈ (Dr Vikram Sarabhai Information in Gujarati) વિશે વિસ્તૃત માહીતી મેળવીએ.
વિક્રમ સારાભાઈ વિશે માહિતી (Dr Vikram Sarabhai Information in Gujarati)
નામ (Name) :- | ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ |
જન્મ તારીખ :- | ૧૨ ઓગષ્ટ ૧૯૧૯ |
જન્મ સ્થળ :- | અમદાવાદ |
પિતાનું નામ:- | અંબાલાલ સારાભાઈ |
માતાનું નામ:- | સરલાબેન |
૫ત્નીનું નામ :- | મૃણાલિની સારાભાઈ |
શિક્ષણ :- | પીએચ.ડી. |
વ્યવસાય :- | વૈજ્ઞાનિક, કાપડ અને દવાનો વ્યવસાય |
વિશેષ યોગદાન :- | ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ |
એવોર્ડ/પુરસ્કાર :- | શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર (૧૯૬૨), ૫દ્મભુષણ (૧૯૬૬), ૫દ્મવિભુષણ (૧૯૭૨) |
મૃત્યુ :- | ૩૦ ડીસેમ્બર ૧૯૭૧ |
જન્મ:-
ગુજરાત રાજ્યનાં અમદાવાદ શહેરનાં એક ખૂબ જ ધનાઢ્ય પરિવારમાં જન્મેલા ડૉ. વિક્રમ સારાભાઈ દેશના મહાન વૈજ્ઞાનિક બનશે એવી એમનાં પરિવારને કલ્પના ય નહીં હોય!
ઈ. સ. 1919નાં ઓગષ્ટ મહિનાની બારમી તારીખે શેઠ શ્રી અંબાલાલનાં કરોડપતિ પરિવારમાં આ મહાન વૈજ્ઞાનિકનો જન્મ થયો હતો. ગરીબી, ભૂખમરો, દુઃખ, કે અન્ય મુશ્કેલીઓથી તેઓ યોજનો દૂર હતા. તેઓ જૈન ધર્મ પાળતા હતા.
Must Read: ડો અબ્દુલ કલામ નું જીવનચરિત્ર
અભ્યાસ:-
શ્રીમંતોને શિક્ષણ મેળવવામાં ક્યારેય તકલીફ પડતી નથી. વિક્રમ સારાભાઈને પણ ન્હોતી પડી. નાનપણથી જ તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હતા. ગણિત અને વિજ્ઞાન, તેમાંય ખાસ કરીને ભૌતિકવિજ્ઞાન તો તેમને ખાસ પસંદ હતું. માત્ર વીસ વર્ષની ઉંમરે તેમણે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાંથી ભૌતિકવિજ્ઞાનની ત્રિપોશ પરીક્ષા પાસ કરી હતી.
દ્વિતીય વિશ્વયુદ્ધ શરુ થયું ત્યારે તેઓ ભારત પાછા ફર્યા હતા. તે સમયે ભારતમાં ગાંધીજીનાં નેતૃત્વ હેઠળ ભારતની આઝાદીની લડાઈ શરુ થઈ ચૂકી હતી. આ વિશેની માહિતી વિક્રમભાઈનાં કાને પડતાં તેમનામાં દેશભક્તિની લહેર ઉઠી ચૂકી હતી.
ભારતમાં તેમનો સંપર્ક નૉબેલ પુરસ્કાર વિજેતા ડૉ. સી. વી. રામન અને વિશ્વવિખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. સર હોમી ભાભાનાં સંપર્કમાં આવ્યા. તેમનાં માર્ગદર્શન હેઠળ તેમણે કોસ્મિક કિરણો અને પરમાણુશક્તિ સંશોધનક્ષેત્રે સક્રિય ભાગ ભજવી ભારતમાં અણુ પરમાણુ રીએક્ટરની સ્થાપના કરી.
સંશોધન:-
અંતરિક્ષનાં ઉંડાણેથી આવતાં રહસ્યમય બ્રહ્માંડ કિરણો પર સંશોધનકાર્ય કરીને તેમણે ઈ. સ. 1947માં કેમ્બ્રિજ યુનિવર્સીટીમાંથી પી. એચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. “Cosmic Ray Investigations in Tropical Latitudes” – આ વિષય પર તેમણે પોતાની પી. એચ. ડી. ની થિસીસ લખી હતી. આ જ વર્ષે ભારત અંગ્રેજોના કબજામાંથી મુકત થયું હતું.
Must Read: કલ્પના ચાવલા વિશે માહિતી
બ્રહ્માંડ અને સૌર મંડળનાં કેટલાંક જટિલ પ્રશ્નોનો પ્રાયોગિક રીતે ઉકેલ સૌપ્રથમ વખત ડૉ. વિક્રમ સારાભાઈએ જ શોધ્યો હતો. તેમણે ભારત સરકારને કહ્યું હતું કે કોસ્મિક કિરણોનાં અભ્યાસ માટે તેમજ તેમનાં પર પ્રયોગ કરવા માટે હિમાલયના શિખરો સૌથી ઉત્તમ અને અનુકૂળ જગ્યા છે. આથી ભારત સરકારે ગુલમર્ગ ખાતે આધુનિક ઉપકરણોથી સજ્જ પ્રયોગશાળા બનાવી હતી.
વિવિધ પ્રયોગશાળાની સ્થાપના:-
ડૉ. વિક્રમ પોતે જ એટલાં પ્રતિભાશાળી અને સંપન્ન હતા કે એમણે પોતે જ ઘણી મહત્ત્વની સંસ્થાઓની સ્થાપના કરી હતી.
અમદાવાદ ખાતે આવેલ PRL એટલે કે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા તેમણે સ્થાપી હતી. જીવનનાં અંત સુધી તેઓ આ સંસ્થા સાથે સંકળાયેલા રહ્યા.
અમદાવાદની ATIRA એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશનની સ્થાપના કરી. આ સંસ્થામાં કાપડ ઉદ્યોગના વિકાસ અંગેની ટેક્નિકલ સમસ્યાઓ માટેનો ઉકેલ શોધવા પ્રયોગો કરવામાં આવે છે. ડૉ. વિક્રમ સારાભાઈનું આ વિજ્ઞાનક્ષેત્રે સૌથી મોટું પ્રદાન છે.
તેમણે ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રની રચના કરી. તેઓ પોતે જ તેનાં અધ્યક્ષ બન્યા. આ સંસ્થાનાં પ્રયત્નોથી આજે આકાશમાં ભારતીય બનાવટનાં ઉપગ્રહો પરિભ્રમણ કરી રહ્યાં છે. આ ઉપગ્રહો થકી આખાય દેશમાં STD, PCO સેવાઓ, દૂરદર્શન અને હવામાન વિભાગની પ્રગતિ થઈ છે.
Must Read: આર્યભટ્ટ વિશે માહિતી
તેમનાં પ્રયાસોથી જ ભારતે પોતાનો સૌપ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ હવામાં તરતો મૂક્યો હતો.
નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ, અમદાવાદ
IIM અમદાવાદ
CEPT સંસ્થા, ગાંધીનગર
Darpana Academy of Performing Arts, અમદાવાદ ખાતે, તેમની પત્નીનાં સહયોગ સાથે
Fast Breeder Test Reactor (FBTR) કલપકકમ ખાતે
Variable Energy Cyclotron Project કોલકત્તા ખાતે
Electronics Corporation of India(ECIL), હૈદરાબાદ ખાતે
Uranium Corporation of India Limited (UCIL) Jaduguda, ઝારખંડ ખાતે
Indian Space Research Organization(ISRO)
Must Read: મનમોહન સિંહ નું જીવનચરિત્ર
તેમણે ભોગવેલ હોદ્દાઓ:-
- President of the Physics section, Indian Science Congress (1962)
- President of the General Conference of the I.A.E.A., Vienna (1970)
- Chairman of the Atomic Energy Commission of India (1966–1971)
- Vice-President, Fourth UN Conference on ‘Peaceful uses of Atomic Energy’ (1971)
- Founder and Chairman (1963–1971), Space Applications Centre.
ઈ. સ. 1966માં જ્યારે ડૉ. હોમી ભાભાનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે ભારત સરકારે ભારતીય પરમાણુ ઉર્જાક્ષેત્રની તમામ જવાબદારીઓ ડૉ. વિક્રમ સારાભાઈને સોંપી દીધી. ત્યારબાદ પરમાણુ ઉર્જાક્ષેત્રે ભારતે હરણફાળ ભરવાનું ચાલુ કર્યું.
ડૉ. વિક્રમે પોતાનું સમસ્ત જીવન દેશ માટે, વિજ્ઞાનની પ્રગતિ માટે અને સંશોધનો કરવા માટે આપી દીધું. મા સરસ્વતીના એક સાચા ઉપાસક બની રહ્યા. પરમાણુ ઉર્જાક્ષેત્રે, વિજ્ઞાનક્ષેત્રે, અંતરિક્ષક્ષેત્રે, ટેક્સટાઇલક્ષેત્રે ભારતે જે કંઈ પણ પ્રગતિ કરી છે એનો શ્રેય ડૉ. વિક્રમ સારાભાઈને ફાળે જાય છે.
ઉપરાંત, પોતાના પિતાએ વિકસાવેલ ઉદ્યોગને પણ એમણે સાંભળ્યો હતો. પોતાનો ઉદ્યોગ વ્યવસાય પણ તેઓ ખૂબ સારી રીતે સાંભળતા હતા.
Must Read: નરેન્દ્ર મોદી વિશે માહિતી
લગ્નજીવન:-
ઈ. સ. 1942માં તેમણે વિશ્વવિખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના મૃણાલિની સ્વામીનાથન સાથે લગ્ન કર્યા. તેઓને બે બાળકો થયાં – એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ કાર્તિકેય અને પુત્રીનું નામ મલ્લિકા.
તેમની પુત્રી મલ્લિકા એટલે મશહૂર ફિલ્મ કલાકાર અને ભરતનાટ્યમ નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ.
એવોર્ડ્સ:-
- ઈ. સ. 1962માં શાંતિસ્વરુપ ભટનાગર એવોર્ડ
- ઈ. સ. 1966માં પદ્મભૂષણ એવોર્ડ
- ઈ. સ. 1972માં મરણોપરાંત પદ્મવિભૂષણ એવોર્ડ
ડૉ. વિક્રમ સારાભાઈએ દેશને આપેલ વારસો:-
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, (VSSC), જે કેરળ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) માં સ્થિત પ્રક્ષેપણ વાહન વિકાસ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની મુખ્ય સુવિધા છે, તેનું નામ તેમની યાદમાં રાખવામાં આવ્યું છે.
અમદાવાદ સ્થિત અન્ય ઉદ્યોગપતિઓ સાથે, તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ભારતીય ટપાલ વિભાગે તેમની પ્રથમ પુણ્યતિથિ (30 ડિસેમ્બર 1972) પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
ઈ. સ. 1973માં, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને નિર્ણય કર્યો કે, સી ઓફ સેરેનિટીમાં એક ચંદ્ર ક્રેટર, બેસેલ એ, સારાભાઈ ક્રેટર તરીકે ઓળખાશે.
ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-2 પરના લેન્ડર જે 20 સપ્ટેમ્બર, 2019 ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરવાના હતા તેનું નામ તેમના સન્માનમાં વિક્રમ રાખવામાં આવ્યું હતું.
અમદાવાદ, ગુજરાત સ્થિત વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઈએ આ સંસ્થાની સ્થાપના ઈ. સ. 1960ની આસપાસ કરી હતી.
ભૂતપૂર્વ વર્લ્ડ ક્વિઝ ચેમ્પિયન વિક્રમ જોશીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
26 જુલાઈ 2019ના રોજ હૈદરાબાદના બી એમ બિરલા સાયન્સ સેન્ટર ખાતે સ્પેસ મ્યુઝિયમ તેમને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ પ્રણવ શર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું.
12 ઓગસ્ટ 2019 ના રોજ તેમના 100મા જન્મદિવસ પર, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ વિક્રમ સારાભાઈના નામે એક પુરસ્કારની જાહેરાત કરી. અવકાશ વિજ્ઞાન ટેકનોલોજી અને સંશોધનમાં વિક્રમ સારાભાઈ જર્નાલિઝમ એવોર્ડ એવા પત્રકારોને આપવામાં આવશે જેમણે અવકાશ વિજ્ઞાન, એપ્લિકેશન અને સંશોધનના ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે.
Must Read: સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ
ગુગલ દ્વારા સન્માન:-
12 ઓગસ્ટ 2019ના રોજ, ગુગલના ડૂડલ ફોર ઈન્ડિયાએ સારાભાઈની 100મી જન્મજયંતિને યાદ કરી. 30 સપ્ટેમ્બર 2020ના રોજ, ISRO સાથે ACK મીડિયાએ વિક્રમ સારાભાઈ: પાયોનિયરિંગ ઈન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ નામનું પુસ્તક બહાર પાડ્યું. તે અમર ચિત્ર કથાના ડિજિટલ પ્લેટફોર્મ અને મર્ચેન્ડાઇઝ ACK કોમિક્સમાં રિલીઝ કરવામાં આવી હતી. સારાભાઈ અને હોમી જે. ભાભાના જીવન પર રોકેટ બોયઝ નામની વેબ-સિરીઝ બનાવવામાં આવી રહી છે.
મૃત્યુ:-
21 ડિસેમ્બર, 1971નાં રોજ ત્રિવેન્દ્રમ ખાતે તેઓ રોકેટ લોન્ચિંગ સ્ટેશનનું પરીક્ષણ કરવા ગયા હતા. 30 ડિસેમ્બર 1971ના રોજ, સારાભાઈ એ જ રાત્રે બોમ્બે જવા માટે પ્રસ્થાન કરતા પહેલા SLV ડિઝાઇનની સમીક્ષા કરવાના હતા. તેણે એ.પી.જે. સાથે વાત કરી હતી. અબ્દુલ કલામ સર સાથેની ટેલિફોનીક વાતચીતના એક કલાકની અંદર, સારાભાઈનું 52 વર્ષની વયે ત્રિવેન્દ્રમ (હવે તિરુવનંતપુરમ)માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું. તેમના મૃતદેહને અમદાવાદમાં અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
Must Read :ગાંધીજીના જીવન પ્રસંગો
હું આશા રાખું છું કે તમને અમારો વિક્રમ સારાભાઈ (dr vikram sarabhai information in gujarati) વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આ બ્લોગ ૫ર વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ ,જીવનચરિત્ર અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.
Yes , very nice information