Advertisements

વાંચન નું મહત્વ નિબંધ | Vanchan nu Mahatva in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. વાંચન કોઈકના માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકના માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક. વાંચનએ જીવનને અર્થમય રીતે જીવવાનો પ્રાણવાયુ છે. વાંચનએ વ્યક્તિને જીવન જીવતા શીખવાડે છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. 

જીવનમાં વાંચન નું મહત્વ (Vanchan nu Mahatva in Gujarati)

પુસ્તકો ઘણાં બધાં પ્રકારના હોય છે પણ દરેક પુસ્તકમાં ખજાનો છુપાયેલો છે, જે જીવનભર તમને મદદરૂપ થાય છે. મનુષ્યના જીવનમાં જેમ સોનું,ચાંદી,હીરા, જવેરાત બધું ખુબ મહત્વનું ગણાય છે  પણ,  પુસ્તકોમાં રહેલું જ્ઞાન આ બધા ખજાનાથી પણ વધારે કિંમતી છે! જીવનને જો સાર્થક બનાવવું હોય તો પુસ્તક વાંચવું એ સૌથી મહત્વનું અને પહેલું પગલું છે.

વાંચન નું મહત્વ  વ્યક્તિને ત્યારે જ સમજાય જ્યારે  વ્યક્તિ પુસ્તક વાંચવાનું શરૂ કરે! વાંચન કરવા ખાતર વાંચન નહીં પણ ખરા અર્થમાં પુસ્તકનું અધ્યયન કરે અને પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કેહવાય! 

Must Read : જીવનમાં પુસ્તક નું મહત્વ નિબંધ

વાંચન એટલે માત્ર વાંચવું નહીં પણ પુસ્તકના દરેક શબ્દોનું અધ્યયન કરીને એનો અર્થ પામવો! વાંચનના ઘણાં બધાં ફાયદાઓ જોવા મળે છે. ‘વાંચનથી વિચારોને મોકળાશ મળે છે.’ વિચારોને મળતી મોકળાશ એ વાંચનનો પહેલો ફાયદો છે. જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય વિચાર કરવા જરૂરી છે. અને યોગ્ય વિચાર એ વિચારોની મોકળાશ એટલે કે વાંચનથી જ કરી શકાય છે.

જીવનમાં વાંચનનું મહત્વ
વાંચન નું મહત્વ નિબંધ

અંગ્રેજીમાં કહેવાયું છે કે, ‘reading is the basic tool in the living of the good life’  જેનો અર્થ થાય છે કે, વાંચનએ સારું જીવન જીવવા માટેનું પાયાનું સાધન છે. પુસ્તકોનું વાંચન એટલે અભ્યાસક્રમમાં આવતા પુસ્તકોનું અધ્યયન અને પઠન નહિ પણ પુસ્તક ભંડોળમાંથી પુસ્તકોનું વાંચન!

Garrison keillor નામના વ્યક્તિએ પુસ્તક માટે ખૂબ સરસ વાક્ય કહ્યું છે, ‘A book is a gift you can open again and again’ પુસ્તક એ એવી ભેટ છે જેને તમે વારંવાર ખોલી શકો છો! પુસ્તકો આપણને ઘણી બધી કળાઓ શીખવી શકે છે. પુસ્તકોનાં વાંચનથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય અને વિવેક આવે છે. વિનય અને વિવેક જીવનને સરળ અને સુંદર બનાવે છે. વિચારોમાં વિનય અને વિવેક આવતા વ્યક્તિની કલ્પનાશક્તિ વધે છે. વાણીમાં વિનય અને વિવેક આવતા તમારું વ્યક્તિત્વ ખીલે છે અને વર્તનમાં વિનય અને વિવેક આવતા જીવનને નવી દિશા મળે છે.

Must Read :જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ

વાંચન વ્યક્તિને અવનવી કળાઓ શીખવામાં મદદ કરે છે. વાંચનથી વ્યક્તિની લેખનકળા સુધરે છે. વાંચનથી મળતી વિચારોની મોકળાશ વ્યક્તિની કલ્પના શક્તિને વિકસાવે છે જેના લીધે લેખનમાં વિચારોની વિવિધતા જોવા મળે છે. વિચારોની વિભિન્નતા અને વિવિધતા લેખનની ગુણવત્તા સુધરે છે. 

લેખનની ગુણવત્તા આવનાર પેઢી માટે અમૂલ્ય એવો ખજાનો છે. વાંચનથી યાદશક્તિ વધે છે અને વાંચન કરવાથી મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. કોઈ પણ કાર્ય કરવા માટે એકાગ્રતા જરૂરી છે જે વાંચનથી મેળવી શકાય છે.  માટે દરેક વ્યકિતએ વાંચન નું મહત્વ સમજી જીવનમાં સારા પુસ્તકોના વાંચનની વૃત્તિ કેળવવી જોઇએ.

વાંચન નું મહત્વ
વાંચન નું મહત્વ નિબંધ

વાંચનથી વ્યક્તિનું શબ્દભંડોળ વિકસે છે. નવા નવા શબ્દોથી પરિચય થાય છે જેના લીધે કઈ પરિસ્થિતિ માટે કયો શબ્દ યોગ્ય છે તેની સમજ વિકસે છે. શબ્દોથી તો આપણે પરિચિત હોઈયે પણ દરેક શબ્દોના અનેક સમાનાર્થી હોય છે અથવા એક શબ્દના બે અર્થ પણ થતાં હોય છે. અને બંને અર્થ એકબીજાથી વિપરીત પણ હોય છે એટલે વાંચનથી દરેક શબ્દનો અર્થ જાણવા મળે છે. યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ વાપરવો એ એક લેખક અને વક્તાની કળા બતાવે છે. શબ્દભંડોળ વધવાની સાથે સાથે શબ્દોના અલગ અલગ અર્થ અને શબ્દના ઉચ્ચાર પાછળ રહેલા અર્થને પણ વાંચનથી પામી શકાય છે.

વાંચનથી જ્ઞાનમાં વધારો થાય છે. જ્ઞાન એ વેચાતું મળતું નથી! જ્ઞાનને પામવું પડે છે, મેળવવુ પડે છે. પુસ્તક એક મૂર્તિ સમાન છે એની આરાધના અને ભક્તિ થકી આપણે જ્ઞાનરૂપી આશીર્વાદ પામી શકીએ છીએ.

Must Read : માતૃભાષા નું મહત્વ નિબંધ 

સારું વાંચનએ વ્યક્તિને જીવનનું ઘ્યેય નક્કી કરવામાં મદદરૂપ થાય છે. વાંચન મનને શાંત બનાવે છે અને નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. આપણે જીવનમાં ઘણાં બધાં મહાન વ્યક્તિઓથી પરિચિત હોઈએ છીએ તેમના મોટાં ભાગના વ્યક્તિઓ પોતાની સફળતા માટે જવાબદાર કારણોમાં વાંચનને મહત્વ આપતા જોવા મળે છે. 

વાંચન માત્ર જ્ઞાનમાં જ વધારો નથી થતો પણ જીવન જીવવાનો નવો દ્રષ્ટિકોણ આપે છે. વાંચનથી આપણો દ્રષ્ટિકોણ બદલાય છે એટલે વાંચનથી જીવનમાં આવતી મુશ્કેલીઓ તરફનો નજરિયો પણ બદલાય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ તરફનો નજરિયો બદલાવવા માત્ર થી ઘણી મુશ્કેલીઓનો અંત આવી જતો હોય છે. ઉત્તમ પુસ્તકનું વાંચનએ વાચનારના મનમાં લેખક દ્વારા લખાયેલી દરેક બાબતનું ચિત્ર ઉપજાવી શકે છે. પુસ્તકમાં લેખક દ્વારા સામાન્ય શબ્દોનો ઉપયોગ કરીને જીવનભર ઉપયોગમાં આવી શકે તેવા અર્થમય  જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 

vanchan nu mahatva in gujarati
વાંચન નું મહત્વ નિબંધ

જો બાળકને નાનપણથી જ વાંચવાની આદત શીખવાડવામાં આવે તો બાળકનું કૌશલ્ય ખુબ વિકસે છે. જેમકે પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સામાજિક નીતિઓ શીખવવામાં આવી છે. બાળકને સરળ શબ્દો અને રમુજી પાત્ર દ્વારા બાળકને જીવનનો અગત્યનો પાઠ શીખવી શકાય છે. બાળક જો નાનપણથી જ પુસ્તક વાંચશે તો એ બાળકના જ્ઞાનમાં વધારો થશે તદઉપરાંત બાળકના વિચારો તેની ઉંમરના સામાન્ય બાળક કરતાં વધારે મૌલિક જોવા મળશે.

વ્યક્તિ જીવનમાં જેટલું વધુ જ્ઞાન મેળવશે એટલી જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. વાંચન થકી વ્યક્તિના વર્તનમાં નિખાલસતા, દયા,સદભાવના,ભાઈચારો,વિનમ્રતા વગેરે આપોઆપ આવી જાય છે. પુસ્તકમાંથી મળતી હકારાત્મક ઊર્જા વ્યક્તિના દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે.  

વાંચન દરમિયાન આવતા દરેક પાત્રો, પ્રસંગો, અનુભવો, દુર્ઘટનાઓ દરેક વસ્તુ માંથી વ્યક્તિ  વાંચન કરતી વખતે પસાર થઈ જાય છે. અને આ પાત્રો સાથે બનેલી ઘટનાઓનો અનુભવ વાંચક પોતાની કલ્પનાશક્તિ દ્વારા કરી લે છે. એટલે એ પાત્રો, પ્રસંગો વગેરેનું વાંચન વ્યક્તિને દુનિયાના સિદ્ધાંતો, મૂલ્યો, અમૂલ્ય એવા પાઠ માત્ર વ્યક્તિ વાંચન થકી જ પ્રાપ્ત કરી લે છે. 

સારું વાંચનએ વ્યક્તિની લેખનની કળાને સુધારે છે. એક સારા લેખક અને એક સારા વક્તાએ પહેલા સારા વાંચક બનવું જરૂરી છે. એટલે લેખકે લખતા પહેલા વાંચન કરવું ખૂબ જરૂરી છે. વાંચન વ્યક્તિને અભિવ્યક્તિ કરતા શીખવાડે છે.પુસ્તકને મનોરંજન ખાતર વાંચનાર વ્યક્તિ મનોરંજન સાથે સાથે ઘણું શીખી શકે છે. 

વાંચન કરનાર વાંચક જ્યારે પુસ્તકોનું મહત્વ જાણી લે છે ત્યારે તેના માટે વાંચન અને પુસ્તકની વ્યાખ્યા બદલાય જાય છે. જ્યાં સુધી વ્યક્તિ વાંચન ના કરે ત્યાં સુધી એ વ્યક્તિ માટે પુસ્તકનો અર્થ બે પૂઠા વચ્ચે છાપેલા અક્ષરો જ છે.પણ જેમ જેમ વ્યક્તિ પુસ્તકોને વાંચવાની આદત કેળવી લે તેમ તેમ એ વ્યક્તિ માટે પુસ્તકનો અર્થ જ્ઞાનનો ભંડાર થઈ જાય છે. 

આ ૫ણ વાંચો:-

  1. ઉનાળાની બપોર નિબંધ
  2. વસંતનો વૈભવ નિબંધ
  3. વૃક્ષો આપણા મિત્રો નિબંધ
  4. જળ એ જ જીવન નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો વાંચન નું મહત્વ નિબંધ (Essay on importance of reading in Gujarati language) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી મિત્રોને જીવનમાં વાંચન નું મહત્વ નિબંધ લખવા માટે ૫ણ ઉ૫યોગી થશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

2 thoughts on “વાંચન નું મહત્વ નિબંધ | Vanchan nu Mahatva in Gujarati”

  1. તમે પુસ્તકો અને તેના મહત્ત્વ વિશે બહુ વિગતવાર અને રસપૂર્વક માહિતી આપી છે જે સહુને માટે ઉપયોગી અને માર્ગદર્શક બની રહે તેવી છે અભિનંદન.

Leave a Comment