વાઘ બારસ એ દિવાળી મહત્સવનો અગત્યનો દિવસ છે જે ભારત સહિત અન્ય દેશોમાં ખૂબ જ ઘામઘુમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર બુરાઇ ૫ણ ભલાઇની જીત, અંઘકાર ૫ર પ્રકાશની જીત, અને અજ્ઞાન ૫ર જ્ઞાનની જીતના પ્રતિક રૂપે મનાવવામાં આવે છે.
વાઘ બારસ નું મહત્વ
દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસના દિવસથી થાય છે. આ દિવસે ગાયની પૂજાનું અનેરૂ મહત્વ રહેલુ છે. આ દિવસે શ્રી વલ્લભ ભગવાન દતાત્રેયના અવતાર કૃષ્ણા નદીમાં ગાયબ થઇ ગયા હતા. કેટલાક સ્થળોએ આ દિવસ ગુરૂ અથવા ગૌવત્સ બારસ ના નામથી ૫ણ ઓળખાય છે. ગૌ શબ્દ એ ગાયનો ઉલ્લેખ દર્શાવે છે તથા વત્સ શબ્દ એ વાછડાનો ઉલ્લેખ દર્શાવે છે.
વાઘ બારસને વાક બારસ,વાઘ બારસ,અથવા વસુ બારસ વિગેરે નામોથી ઓળખવામાં આવે છે.આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી એટલે જ આ દિવસે વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પૂજન કરવાનો મહીમા છે.
ઉપરાંત દિવસને ‘વાઘ બારસ’ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.
ગાય પૂજાનું મહત્વ
આ દિવસ વસુ બારસ તરીકે ૫ણ ઉજવાય છે. જેમાં વસુ એટલે કે ગાય. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં.
આ દિવસે ખાસ કરીને શ્રીકૃષ્ણ ભગવાનના ભકતો ગાયની પૂજા કરે છે. તેને ઘાસ-ચારો ખવડાવે છે.
આ ૫ણ વાંચો:-
- કાળી ચૌદસની પૂજા
- ધનતેરસનું મહત્વ
- ભાઈ બીજ નું મહત્વ
- દેવ દિવાળીનું મહત્વ
- જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
હું આશા રાખું છું કે તમને અમારો વાઘ બારસ નું મહત્વ ( vagh baras nu mahatva Gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.