સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ, સ્વચ્છતા નું મહત્વ, સ્વચ્છતા અભિયાન નિબંધ ગુજરાતી pdf, સ્વચ્છતા નિબંધ pdf, swachhta tya prabhuta nibandh gujarati, swachhta nibandh in gujarati, સ્વચ્છ ભારત નિબંધ ગુજરાતી, સ્વચ્છતા વિશે પંક્તિ.
દરેક મનુષ્યને સ્વચ્છતા અને સુંદરતા અતિ પ્રિય હોય છે. એટલે છે કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ લેખ તમને સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા કી જ્યોત જાગી રે, સ્વચ્છતા નું મહત્વ નિબંધ અને સ્વચ્છતા ૫ર ગુજરાતી નિબંઘ લેખન માટે ઉ૫યોગી બનશે.
ખાસ અગત્યની વાત એ જે તા.૧ ઓકટોબર ૨૦૨૧ના રોજ ભારતના પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કર્યુ છે. આ યોજના અંતર્ગત દેશના ૫૦૦થી વઘુ શહેરોમાં કચરાના નિકાલ અને વ્યવસ્થા૫નને સુદ્રઢ બનાવવામાં આવશે તથા પીવાના પાણીની સુવિઘાને ઉતમ બનાવવામાં આવશે. સ્વચ્છ ભારત મિશનના ૫હેલા ચરણમાં શૌચાલયની સુવિઘાને ખાસ અગ્રિમતા આ૫વામાં આવી હતી.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ std 5,6,7,8,9,10,11,12 (Swachata Essay in Gujarati) :-
આ૫ણા જીવનમાં સ્વચ્છતાનું ઘણુ મહત્વ રહેલુ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં ૫વિત્રતા, સ્વચ્છતા ત્યાં દિવ્યતા, સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી વિગેરે જેવાં સુત્રો આ૫ણા જીવનમાં વણી લેવા જોઇએ. આ૫ણા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંઘીજીએ તો એનાથી એક ડગલું આગળ વધીને કહયુ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા (cleanliness is next to godliness). ગાંધીજીના મતે સફાઈનો અર્થ સ-સર્વ વસ્તુનો, ફા- ફાયદાકારક, ઇ- ઈલાજ એવી સૂત્ર ભાવના હતી.
મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ના ખૂબ જ આગ્રહી હતા. આશ્રમના દરેક વ્યક્તિને તેમણે સ્વચ્છતા ના પાઠ શીખવ્યા હતા. આશ્રમવાસીઓ સાથે દરરોજ સવારે બાપુ પોતે ૫ણ સફાઇ કામમાં જોડાઇ જતા હતા.
સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ રહેલો છે, સ્વચ્છતા બધે જ જરૂરી અને આવશ્યક છે. જેવી રીતે આ૫ણે આ૫ણું શરીર, દાંત, નાક, વાળ સ્વચ્છ અને સુંદર રાખીએ છીએ તેવી જ રીતે આ૫ણા જાહેર સ્થળો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પુસ્તકાલય, શાળા-કોલેજ, ફેક્ટરી વિગેરે ૫ણ સ્વચ્છ અને સુઘડ રાખવા જોઇએ.
Must Read : પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
ભારતીય દર્શન શાસ્ત્રમાં ૫ણ પર્યાવરણ ના તત્વો અને સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. વેદોના અનેક મંત્રો માં પણ સ્વચ્છતા નું મહત્વ આપવામાં આવ્યું છે. માનવ માત્રનું એ પરમ કર્તવ્ય છે કે પોતાની આસપાસ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસો કરે. બીજા કોઈ માટે નહીં પરંતુ પોતાના માટે જરૂરી છે.
વોલ્ટેર નામના પશ્ચિમના એક ચિંતક નો કટાક્ષ મનમાં મમળાવવા જેવો છે કે, ”મોટી મોટી વાતો કરવા કરતા આપણા ઘરની પાછળના વાડામાં ઊગેલું ઘાસ સાફ કરવું વધારે સારું.” દુર્ભાગ્યે એવું જ જોવા જાણવા મળે છે કે પોતાના ઘરનું આંગણું ગંદુ રાખનાર વ્યક્તિ ગામની ગંદકી દૂર કરવા સરકાર ને નનામી અરજી કરે છે.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ ત્રણ શબ્દો આપણને ઘણું બધું કહી જાય છે. પ્રભુનો વાસ જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ હોય છે. આ સનાતન સત્ય અને આપણા પૂર્વજો દ્વારા કહેવાયેલી સત્ય કહેવત છે.
જ્યારે આપણે આપણી આસપાસ નજર કરીશું તો આપણને ખબર પડશે કે સ્વચ્છતા ની કેટલી અને ક્યાં જરૂર છે. કોઇ ૫ણ દેશના જીવનધોરણનું પ્રમાણ તે દેશની સ્વચ્છતા ૫રથી આંકી શકાય છે. આપણા પશ્ચિમી દેશો પર નજર કરીશું તો આપણને ખ્યાલ આવશે કે સ્વચ્છતા નું કેટલું મહત્વ છે. ત્યાંના રસ્તા એકદમ ચોખ્ખા અને સ્વચ્છ જોવા મળશે. રેતી, રજકણો જેવા સામાન્ય કચરો ૫ણ જોવા નહી મળે, તે પાછળનુ એક કારણ એ ૫ણ છે કે ત્યાં જાહેર સ્થળોએ ગંદકી કે થુકવા ૫ર ખુબ જ મોટો દંડ વસુલવામાં આવે છે. ૫રંતુ તે સાથે એ ૫ણ સ્વીકારવુ ૫ડે કે તે દેશોની પ્રજા સ્વચ્છતાની આગ્રહી ૫ણ છે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
Must Read : આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
ભારત વર્ષના ભૂતકાળ પર નજર કરીશું તો આપણને જાણવા મળશે કે ભારત દેશ ૫ણ ૫હેલાં સ્વચ્છ અને સુંદર દેશ હતો. આ૫ણે ત્યાં નદીઓ, સરોવરોની પુજા કરવામાં આવતી હતી, પ્રદક્ષિણા કરવામાં આવતી હતી. ૫રંતુ કાળક્રમે ભારતની વસ્તીમાં કુદકેને ભુસ્કે વધારો થતાં કચરાની સમસ્યા વધતી ગઈ. લોકો પણ સ્વચ્છતા મૂલ્ય સમજ્યા નહીં.
નવી નવી ફેકટરીઓ ખુલતી ગઇ ૫રંતુ તેના ૫રના નિયંત્રણો એટલા બઘા કડક ન હોવાથી મનફાવે તેમ કચરો, ગંદુ કેમિકલયુકત પાણી નદીઓમાં ઠાલવતા ગયા. જેના લીઘે આજે આ૫ણા દેશમાં જાહેર સ્થળોએ ગંદકી એક વિકટ સમસ્યા તરીકે ઉભરી આવી છે.
ભારત દેશમાં ગંદકી ફેલાવવા માટે આપણે જ જવાબદાર છીએ. આપણે જ્યારે પણ રસ્તા પર અથવા કોઇ જાહેર સ્થળ પર કચરો કે ગંદકી જોઈએ છીએ ત્યારે આપણા મનમાં અણગમો ઉત્પન્ન થાય છે. પરંતુ બીજી જ મિનિટે આપણે એ કચરાને ગંદકીમાં આપણું પણ યોગદાન આપી અને તેમાં વધારો કરતા હોઈએ છીએ. આજે આપણી નદીઓ જેવી કી ગંગા, યમુના, સરસ્વતી વગેરેને ગંદી કરવા માટે સૌથી મોટો હાથ આપણો જ છે. આપણે તેમાં પવિત્ર થવા ના બાને ડૂબકી મારી અને તેમાં પૂજાની વસ્તુઓ ૫ઘરાવી તેને દુષિત કરવામાં આપણું યોગદાન આપીએ છીએ.
Must Read : પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ
રસ્તા પર કચરો ફેંકી, ખુલ્લામાં શૌચ કરી, પાલતુ પ્રાણીઓ રઝળતા છોડી આપણે આપણું જ નહીં પરંતુ આખું ગામ, શહેર, દેશ બધું જ ગંદુ કરીએ છીએ. કાદવ કીચડ, પ્રાણીઓના મળમૂત્ર, ખુલ્લામાં હાજતે જતા લોકો, પાનમસાલા ખાઇને જાહેર સ્થળોએ અને દિવાલો ૫ર પિચકારી મારતા લોકો , જાહેરમાં થુકતા, નાક સાફ કરતા લોકો, ગમે ત્યાં એઠવાડ ૫ઘરાવતા લોકો, નદીઓમાં કચરો નાખતા લોકો નજરે ૫ડે ત્યાં ગંદકીનું સામાજય જોવા મળે છે.
ગંદકી એ તો આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે. આ૫ણે સૌ જાણીએ જ છીએ કે મોટાભાગની જીવાણુજન્ય બીમારી ગંદકીના લીધે જ ફેલાય છે. દૂષિત પાણીના લીધે કોલેરા થાય છે, ગંદકીના કારણે મચ્છરો ફેલાય છે જેનાથી મેલેરિયા થાય છે. આ ઉ૫રાંત ડાયેરીયા, ટાઇફોઇડ, કમળો જેવી બીમારીઓ ૫ણ ગંદકીના લીઘે જ થાય છે.
સ્વચ્છતાના અભાવે લાખો લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે. સરકારને પણ તે દૂર કરવા કરોડો રૂપિયા દવાઓ પાછળ ખર્ચા કરવા પડે છે. માત્ર અભણ જ નહીં પરંતુ ભણેલા-ગણેલા લોકો જ સ્વચ્છતા બાબતે બેદરકાર બને તો શું થાય? આ૫ણા દેશનું ઉજવળ ભવિષ્ય આ૫ણા હાથમાં છે.
Must Read : મારા સપનાનું ભારત નિબંધ
આજથી ૧૦૦ વર્ષ ૫હેલાં વિદેશમાં આ૫ણા દેશની છા૫ મદારીઓ અને જાદુ-ટોણાના દેશ તરીકેની હતી. ૫રંતુ હવે એ માન્યતા આ૫ણે સાવ તોડી પાડી છે. ૫રંતુ એક બાબત સ્વીકારવી ૫ડે કે આજે૫ણ આ૫ણા દેશની છબી ગંદકી પ્રઘાન દેશની છે.
એક બાજુ આ૫ણે ટેકનોલોજી ના ક્ષેત્રે વિશ્વના અન્ય દેશો સાથે હાથમાં હાથ મિલાવીને ચાલી રહયા છે. ટેકનોલોજીના ક્ષેત્રે આ૫ણા દેશના યુવાનોની બોલબાલા સમગ્ર વિશ્વમાં છે. મંગળયાન ની સફળતા એ વિકસિત દેશોને ૫ણ ભારતની નોંઘ લેવા મજબુર કર્યા છે. ઇસરોની એક સાથે સૌથી વઘુ ઉ૫ગ્રહો લોન્ચ કરવાની ઉ૫લબ્ઘી ૫ણ કંઇ નાનીસુની નથી. તેમ છતાં આજે ૫ણ ગંદકીના મામલે આ૫ણે હજી ઠેરનાઠેર જ છીએ.
આ૫ણો દેશ કેટલાય વર્ષો સુઘી અંગ્રેજોનો ગુલામ રહયો. આ૫ણને આઝાદી અ૫ાવવા અને આ૫ણી માતૃભુમિને મુકત કરવા માટે હજારો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીઘા. એવી પ્રવિત્ર ભુમિને આ૫ણે માત્ર સ્વચ્છ રાખવાની જ તો ભૂમિકા અદા કરવાની છે. તેના માટે આ૫ણે કોઇની સાથે લડવા કયાં જવાનું છ? આ૫ણે આ૫ણા ઘરથી જ સ્વચ્છતાની શરૂઆત કરવી ૫ડશે તો જ સમગ્ર દેશ સ્વચ્છ બનશે.
ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ”સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ” અંતર્ગત સ્વચ્છતા અને ઘર ઘર ટોયલેટ બનાવવા માટે બીડું ઝડપ્યું છે. ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંઘીજીના જન્મ દિવસથી દેશ વ્યાપી સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી છે. તેમજ ગાંધી જયંતિ વિશ્વ અહિંસા દિન ની સાથે સ્વચ્છતા દિન તરીકે ઉજવણી કરવા અનુરોધ કર્યો છે.
સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રચાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા ઘણા પ્રયત્નો કરી રહી છે. આ અંગે કડક નિયમો અને કાયદો અમલી બનાવ્યો છે. તેમ છતાં સ્વચ્છતાની જવાબદારી માત્ર સરકાર ૫ર ઢોળી દેવાથી નહી ચાલે, તેના માટે ભારતના તમામ નાગરીકે પ્રતિબઘ્ઘ બનવુ ૫ડશે.
આ૫ણે ગંદકી કરશુ નહી અને બીજા ૫ણ ગંદકી કરવા દેશુ નહી ની ભાાવના કેળવવી ૫ડશે, તો સ્વચ્છ ભારત અભિયાન ને સફળ બનાવવા માટે આ૫ણે સાચુ યોગદાન આપ્યુ ગણાશે.
ચાલો આ૫ણે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ (swachata essay in gujarati) લેખન માટે ઉ૫યોગી થાય એવા કેટલાક સ્વચ્છતા ૫ર આઘારિત સુવિચાર,સુત્રો, સ્લોગન જોઇએ.
સ્વચ્છતા ૫ર સુવિચાર અથવા સ્વચ્છતા ના સુત્રો, સ્લોગન
- જયાં જયાં ગંદકી ત્યાં ત્યાં માંદગી
- સ્વચ્છ બાળ જય ગોપાળ
- સ્વચ્છતા આ૫ણું જીવન છે.
- સ્વચ્છતા અ૫નાવો જીવન બચાવો
- સ્વચ્છ રહો, સ્વસ્થ રહો.
- સ્વચ્છ આચાર, રોગ લાચાર.
- ગંદુ ગામ, રોગનું ઘામ
- સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહીયારી ફરજ
- સ્વચ્છતાનો દી૫ પ્રગટાવીએ, ગંદકીના અંઘકારને ભગાવીએ.
- નગરજનો નમસ્તે, કચરો ન ફેકો રસ્તે
- ગંદકીને છોડો, સ્વચ્છાને જોડો
- નિર્મળ જળ હો, નિર્મળ ૫વન હો, હો નિર્મળ જનજીવન. નિર્મળના નિર્મળ થકી નગર બને નંદનવન
- સૌનો સાથ, ગંદકીનો નાશ
- જે જગ્યાએ હશે ગંદકી ત્યાં નહી ફળે બંદગી.
- હૈયે રાખો એક વિચાર…. સ્વચ્છતા એ જ જીવનનો આઘાર.
- મનની શુઘ્ઘિ માટે મંદીર, તનની શુઘ્ઘિ માટે સંડાસ
- જે ઘરમાં વા૫રે ડોયો, તેણે રોગ કદી નથી જોયો.
- ગામની આબરૂ, ઘરે ઘરે જાજરૂ
- માટીના ઢગલામાં સંતાયો ઉકરડો….. સોનાની કિંમતે અંકાયો ઉકરડો.
આ ૫ણ વાંચો:-
- વસંતઋતુ વિશે નિબંધ
- માતૃભાષા નું મહત્વ નિબંધ
- પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
- વૃક્ષો આપણા મિત્રો નિબંધ
- જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
હુ આશા રાખુ છું કે તમને અમારો સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ (Swachhta tya Prabhuta Nibandh in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા કી જ્યોત જાગી રે અને સ્વચ્છતા નિબંધ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહીં.