હવે નવરાત્રીને થોડાક જ દિવસોની વાર છે ત્યારે ચાલો આજે આ૫ણે નવરાત્રી નું મહત્વ તથા નવરાત્રી વિશે માહિતી મેળવીએ. નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારત અને દુનિયાનાં ઘણાં દેશોમાં નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરાય છે. આપણે જેને જવારા કહીએ છીએ એની પણ વાવણી કરાય છે. અગિયાર જાતનાં ધાન્યનો ઉપયોગ કરી માટીમાં આ ધાન્ય વાવવામાં આવે છે. અંતે દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખી મૂકે છે. નવા વર્ષે બીજા મૂકી જૂનાં જવારા વિસર્જિત કરે છે.
નવરાત્રીના પહેલા દિવસે માતાજીનાં સ્થાપન માટેલાલ રંગના કપડાંનો પ્રયોગ કરો. પૂજા માટે તેના માટીનું વાસણ, કળશ, નાળિયેર, શુદ્ધ માટી, ગંગાજળ, પિત્તલ કે તાંબાનો કળશ, અત્તર, સોપારી, સિક્કો, અશોક કે કેરીના પાંચ-પાંચ પત્તા, અક્ષત અને ફૂલ-માળા એકઠા કરો. દુર્ગા માતાની પૂજામાં દાભડાનો ઉપયોગ થતો નથી.
Must Read : દિવાળી વિશે નિબંધ
સ્થાપનાની વિધી:
કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌ પ્રથમ અખંડ દીપક પ્રજ્વલિત કરો. તેનાં માટે ઘીનો દીવો પ્રગટાવો, અને ધ્યાન રાખો કે અંતિમ દિવસ સુધી એ દીવો બુઝાય નહીં. સમયાંતરે તેમાં ઘી પૂરતાં રહો. માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાંખો. હવે તેના પર અગિયાર અનાજ આખુ ભાત, ઘઉં, સફેદ તલ, જવ, મગ, ચણા, સફેદ ચોળી, વટાણા અને સરસવ. ભાત અને ઘઉં વધારે લેવા બાકીની વસ્તુ ઓ ઓછી લઈ પાથરી દો. આ પ્રમાણે માટી અને અનાજના ત્રણ ભાગ બનાવો. તેના પર એક નાની માટલી મૂકો. માટલીમાં પાણી, સોપારી અને ઔષધિ મૂકો. સાથે-સાથે ગણેશજીની સ્થાપના પણ કરી લો.
ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ થાય છે. કળશમાં પાણી ભરીને તેમાં સોપારી, અત્તર નાંખીને તેના પર એક નાળિયેર મૂકો. દેવીનું સ્મરણ કરતાં નાળિયેર પર નાડાછડી બાંધો. હવે આ નાળિયેરને લાલ કપડાંમાં લપેટીને માટલીની ઉપર રાખો. તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. શક્તિ શિવ વિના પૂજા અધૂરી છે એટલે તેના પછી શિવનું સ્મરણ અવશ્ય કરો.
નવરાત્રી નું મહત્વન તો તમને ખ્યાલ જ હશે ૫રંતુ શુ તમે જાણો છે કે નવરાત્રીનાં નવે નવ દિવસ અલગ અલગ માતાજીની આરાધના થાય છે. જાણીએ દિવસ મુજબ માતાજીની આરાધના.
નવરાત્રી પૂજા તથા માતાજીની આરાધના
નવરાત્રીનો પહેલો દિવસ:
આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે.
Must Read : જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
નવરાત્રીનો બીજો દિવસ:
આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ.
નવરાત્રીનો ત્રીજો દિવસ:
આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે. આ દિવસે ભૂરા રંગના કપડાં પહેરી શકાય.
નવરાત્રીનો ચોથો દિવસ:
આ દિવસ માતા કુષ્માન્ડાની પૂજાનું વિધાન છે. શાસ્ત્રોમાં માતાના આ સ્વરૂપનું વર્ણન કંઈક એ પ્રમાણે કરવામાં આવે છે કે માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે. અને તેમની આઠ ભુજાઓ છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. માતા કુષ્માન્ડાને નારંગી રંગ પસંદ છે.
નવરાત્રીનો પાંચમો દિવસ:
આ દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે. માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.
Must Read : ઉનાળાની બપોર, ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ
નવરાત્રીનો છઠ્ઠો દિવસ:
આ દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે. જે સાહસનું પ્રતીક છે. માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે. આ દિવસે નીલો રંગ શુભ મનાય છે.
નવરાત્રીનો સાતમો દિવસ:
આ દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનું ઉગ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ ગયો હતો. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરી શકાય.
નવરાત્રીનો આઠમો દિવસ:
આ દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. આ દિવસે અષ્ટમી પણ ઉજવવામાં આવશે.
નવરાત્રીનો નવમો દિવસ:
આ દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂળ પર બિરાજમાન છે. આ દિવસે રીંગણી રંગના કપડાં પહેરવા શુભ મનાય છે.
નવરાત્રીનો પૌરાણિક ઇતિહાસ
આખા વર્ષ દરમિયાન ચાર મુખ્ય અને એક વૈકલ્પિક નવરાત્રી આવે છે – વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિનાં નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્રી નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોનાં ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અંતિમ દિવસ રામનવમી જ છે.
Must Read : જન્માષ્ટમી નિબંધ
ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઈ) મહિનામાં શક્તિનાં નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ દરમિયાન અનુસરવામાં આવે છે.
શરદ (આસો) નવરાત્રી: આ સૌથી મોટી નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં આસો મહિનાનાં સુદ પક્ષમાં થાય છે.
પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિનાં નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે.
(વૈકલ્પિક) માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ(મહા) મહિનાનાં સુદ પક્ષમાં કરાય છે.
નવરાત્રી દરમિયાન મા શક્તિનાં નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરા પર આધારિત હોય છે.
મા શક્તિનાં સ્વરૂપો:-
(1) દુર્ગા, જે અપ્રાપ્ય છે તે (2) ભદ્રકાલી (3) અંબા કે જગદંબા, વિશ્વમાતા (4) અન્નપૂર્ણા, જે અનાજ પૂરાં પાડનાર ગણાય છે (5) સર્વમંગલા, જે બધાંને આનંદ આપે છે તે (6) ભૈરવી (7) ચંદ્રિકા કે ચંડી (8) લલિતા (9) ભવાની (10) મમળ
હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ચૈત્રી અને શરદ નવરાત્રી ઉપરાંત બે ગુપ્ત નવરાત્રી આવે છે. એક માન્યતા અનુસાર ગુપ્ત નવરાત્રીનું પ્રકટ નવરાત્રીથી વધુ મહત્વ હોય છે. ખાસ કરીને દેવીની સાધના કરવા વાળા સાધકો માટે ગુપ્ત નવરાત્રી મહત્વની માનવામાં આવે છે. અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રી વધુ મહત્ત્વ ધરાવે છે.
Must Read : આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ
નવરાત્રી દરમિયાન લોકો માતાજીના વિવિધ સ્વરૂપોનું પૂજન-અર્ચન કરે છે. આ ઉપરાંત ઘણો માઈભક્તો નવરાત્રીમાં ઉપવાસ -નએકટાણા કરી શક્તિની ભક્તિની આરાધના કરે છે. નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરો અને મઢોમાં વિશેષ પૂજા-આરતી, શણગાર, માતાજીના ગરબા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાય છે. આ ઉ૫રાંત શરદ પૂર્ણિમાની રાતે ૫ણ રાશ-ગરબાનો કાર્યક્રમ યોજાય છે.
જ્યારે ગુપ્ત નવરાત્રી દરમિયાન રાજપરા ખોડિયાર મંદિર, શક્તિપીઠ ઉંચા કોટડા ચામુંડા માતાજીના ધામ વગેરે સ્થાનકોએ માંઈભક્તોનો જમાવડો જોવા મળશે. અષાઢ, ગાયત્રી કે શાકંભરી તરીકે ઓળખાતી નવરાત્રીને લઈ માંઈભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવરાત્રી નું મહત્વ (નવરાત્રીનું પૌરાણિક મહત્વ)
(Importance of Navratri festival written in Gujarati language)
નવરાત્રી નું મહત્વ જેટલુ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનુ છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનુ પાલન નિયમ અનુસાર કરવામાં આવે.
નવરાત્રીમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ, શક્તિ મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને આ વ્રત રાખે છે. જો તમે ગરબા રમવા પણ જતા હોય તો તમારે એક ટંક જમીને ઉપવાસ કરવો વધુ યોગ્ય રહેશે.
નવરાત્રીના દિવસો અગાઉ ઘરતી પર ઘણી આફતો આવતી હોય છે. વરસાદને કારણે ચેપી રોગ ફાટી નીકળે, અથવા તો મોંધવારી વધે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ. આ કુદરતી આફતો શ્રાવણ-ભાદરવો અને આસો મહિના દરમિયાન વધુ જોવા મળે છે. તેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી વ્રત ઉપાસના કરવામાં આવે છે.
સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા: |
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્યવેત્ ||
જેનો મતલબ છે નવરાત્રીના નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માનવ કલ્યાણના કામો કરીએ.
આ વ્રતને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર માતાની શક્તિ પામવાનો છે. જે લોકો નવરાત્રીમાં વ્રત કરે છે તેને અન્ય ઉપવાસો કરતા વધુ ફળ મળે છે. નવરાત્રી એક પ્રકૃતિની ઋતુનો કાળ છે. આ ઋતુ જીવ, પ્રાણી અને મનુષ્ય માટે કષ્ટદાયક હોય છે. આ દિવસો દરમિયાન જો આધ્યાત્મિક બીજ રોપવામાં આવે તો એ જ રીતનુ ફળ આપણને મળે છે.
જો નવરાત્રીના પ્રથમ દિવસે એટલેકે પડવાના દિવસે હસ્ત નક્ષત્ર હોય તો તે દિવસે વિધિપૂર્વક કરેલુ દેવીપૂજન ઈચ્છિત ફળ આપે છે. પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી – ‘હે માતા! હું મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ, જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો.’
જય માતાજી, શુભ નવરાત્રી,
લેખિકા-શ્રીમતી સ્નેહલ રાજન જાની
આ ૫ણ વાંચો:-
- પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
- વસંત પંચમી નિબંધ
- મિત્રતાની મીઠાશ નિબંધ
- રક્ષાબંધન વિશે
હું આશા રાખું છું કે તમને અમારો નવરાત્રી નું મહત્વ (navratri essay in gujarati )નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખમાં આ૫ણે નવરાત્રી નો ઇતિહાસ, ધાર્મિક મહત્વ, નવરાત્રી પૂજા વિધિ વિશે માહિતી મેળવી. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.
Very nice
Nice Information
🙏🏼જય માતાજી 🙏🏼