Advertisements

મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ | My Favourite Sport Cricket Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ:- જે ધરા પર જન્મે છે એ પોતાના સુખ માટે, મનોરંજન માટે કંઈકના કઈક કરતો જ રહે છે જેમાં એને એકદમ સંતોષ અને આનંદ મળે. માનવ જ નહીં પણ પશુ-પંખીઓ પણ પોતાના નિજાનંદ માટે કંઈકને કંઈક પ્રવૃતિઓ કરતા જ હોય છે. પણ આ બધામાં માણસ બુદ્ધિજીવી પ્રાણી છે એટલે એ મોજ-શોખ, આનંદ, મનોરંજન, રમત માટે ઘણી પ્રવૃતિઓ શોધી રાખી છે.

રમત-ખેલ એ માણસને તનાવ મુક્ત રાખી, સ્વસ્થ રાખી, આનંદ આપનારી પ્રવૃતિઓ છે. જેમાંની કેટલીક રમતો માણસ એકલો રમી શકે છે તો કેટલીકમાં એક કરતાં વધુ લોકો જોડાય છે, કેટલીક રમતો ઘરમાં બેસીને તો કેટલીક રમતો મેદાન પર રમાય છે.

હા એજ કહેવા માગું છું  indoor and outdoor રમતો અને individul and team રમતો. એટલે આપણે જન્મ્યા ત્યારથી જ રમતે ચડી ગયા હતા પછી તો શાળામાં, કૉલેજમાં એમ રમતો આપણી સાથે જોડાતી ગઈ…તમને પણ મજા આવે ને રમવાની…..આપણે ઘણી બધી રમતો જાણીએ છીએ પણ જ્યારે ક્રિકેટની વાત આવે એટલે 2 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વૃદ્ધ પણ બેટ કે બોલ પકડી લેતા હોય છે. 2 વર્ષના દીકરી-દીકરાને એના દાદા બેટ-બોલ રમાડતા જોયા નથી તમે !..

મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ | My Favourite Sport Cricket Essay in Gujarati

 આજે બધાને પસંદ એવી મારી પ્રિય રમત ક્રિકેટ વિશે લખું થોડું. .ક્રિકેટ શબ્દ તો અંગ્રેજી છે આપણે તો એને દડો-બેટ જ કહીએ હો, મજા આવે જ્યારે બેટ કે દડો હાથમાં આવે. સાચે હું તો બધા કામ પડતા મૂકી દઉ છું અને ક્રિકેટ માટે દોડી જાઉં છું. ક્રિકેટની રમતનો ઇતિહાસ ખૂબ જૂનો છે, તમે લગાન પિક્ચર તો જોયું જ હશે ને ? એ વખતે અંગ્રેજ આ રમત કદાચ લઈને આવ્યા એવું હું માનું છું, એટલે તમારે સમજી લેવાનું કે આ રમત અંગ્રેજોની જ છે. ચાલો છતાં ક્રિકેટ વિશે થોડી મજાની વાત કરીએ.

Must Read : મારી શાળા નિબંધ

ક્રિકેટ એટલે મિત્રો ભેગા થઈને એક દડો, એક બેટ લઈને ઘર, ગલી, મહોલ્લો કે મોટા મેદાનમાં પહોંચી રમવાની રમત. હા, મિત્રો ક્રિકેટમાં બે ટીમ પાડવાની હોય છે એમાં એક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. ટોસ બાદ એક ટીમ ફિલ્ડિંગ ભરે અને બીજી ટીમ બેટીંગ કરે. અને આ જુદી જુદી ફોર્મેટમાં રમાતી હોય છે. one day, test, 20-20…એટલે કે 10 ઓવરથી લઈને પાંચ દિવસ સુધીની ક્રિકેટ રમાય છે. એમાં પણ  IPlની વાત જ અલગ છે. હવે તો ગામડે ગામડે પણ ક્રિકેટ ટુર્નામેન્ટના ભવ્ય આયોજન થાય છે. મજા આવી જાય છે. બોલે બોલે બુમો પડે.. અને પછી હારજીત થાય એ મજા જ અલગ છે.

મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ
મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ

જુવો મિત્રો, ક્રિકેટ રમવામાં મજા તો આવે જ છે પણ સાથે સાથે બીજા પણ લાભ થાય છે. સૌ પહેલા તો શરીર સારૂ અને મજબૂત બને, તનાવ, બેચેની, થાક દૂર થઈ જાય. ઉત્સાહ વધે અને સંપ, ખેલદિલી, ભાઈચારો, એકતા, ટીમ વર્ક જેવા ગુણોનો વિકાસ થાય. અને જો તમે સારા ખેલાડી હો તો મોજશોખની સાથે ક્રિકેટ રમીને સારા એવા પૈસા પણ કમાઈ શકો છો.

આપણા ક્રિકેટરો કેટલા બધા રૂપિયા કમાય છે કદી તમે વિચાર્યું છે ? ક્રિકેટમાં ફિલ્ડર, બેટ્સમેન, બોલર, વિકેટ કિપર જેવી અલગ અલગ રીતે ખેલાડીઓ ઓળખ ઉભી કરી શકે છે. જેમકે સચિન બેસ્ટ બેટ્સમેન તો ઇરફાન ખાન બેસ્ટ બોલર, ધોની બેસ્ટ વિકેટ કિપર તો યુવરાજ બેસ્ટ ફિલ્ડર .. એ રીતે જ ઓળખીએ છીએ ને આપણે ? મારો પ્રિય ખેલાડી ધોની છે…તમને કોણ ગમે હે ?

આજે પણ ઘરડા માણસો નાના બાળકોને ક્રિકેટ રમતા જોઈને પોતાના બાળપણમાં ખોવાઈ જાય છે. ક્રિકેટ સાથે તમામના બાળપણની યાદો જોડાયેલ હશે અને એ આજે પણ યાદ આવે. આપણા દેશની રાષ્ટ્રીય રમત હોકી છે પણ હોકી કોઈ રમતું નથી. અને ક્રિકેટ તો ભારતના દરેક ખૂણામાં રમાય છે. એટલે જ મને આ રમત ખુબ પ્રિય છે. અરે ક્રિકેટ રમવાની ખૂબ મજા આવે એમ જોવાની પણ મજા કઈક અલગ હોય છે.

એક ટી.વી સામે બધા બેઠા હોય અને ભારત-પાકિસ્તાનની મેચ ચાલતી હોય ત્યારે ભારતમાં જાણે ઉત્સવ હોય એવું લાગે. જ્યાં જુવો ત્યાં ટી.વી પર ક્રિકેટ હોય અને સામે મોજ કરતા લડતા ઝઘડતા પ્રેક્ષકો બેઠેલા હોય… હું તો અમદાવાદના મોઢેરા સ્ટેડિયમમાં પણ ક્રિકેટ જોવા ગયેલ છું, બહુ મજા આવી ગઈ હતી. જોકે હું પણ ક્રિકેટમાં જ મારી કારકિર્દી બનાવા માગું છું. હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, જાડેજા, યુસુફ-ઇરફાન પઠાણ, મુનાફ પટેલ જેવા ગુજરાતી ખેલાડીઓમાં મારું પણ નામ ઉમેરવા ચાહું છું. ભારત માટે બેસ્ટ બોલીગ કરીને એકવાર ધોનીની જેમ મારે પણ વર્લ્ડ કપ લાવો છે. મારું સપનું છે કે હું ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમું અને મારા દેશનું નામ રોશન કરું.

Must Read : સમયનું મહત્વ નિબંધ 

સાચું કહું મને ભણવા કરતા ક્રિકેટમાં વધુ રસ છે પણ હવે  ક્રિકેટ રમવા માટે જલ્દી મારા મિત્રો આવતા નથી. કેમકે હવે બધાના ઘરે મોબાઈલ આવી ગયો એટલે બધા મોબાઈલમાં જ ક્રિકેટ રમે છે. ઘરમાં બેસીને ક્રિકેટ રમતા મારા મિત્રો હવે બહાર નથી આવતા. અને ક્રિકેટની રમતની એક મર્યાદા છે કે તમે એકલા ના રમી શકો. હવે પહેલાના જેમ મારા દોસ્તો ક્યારે મેદાન પર આવશે ?

ઘણા મિત્રો તો મોબાઈલમાં ક્રિકેટના સટ્ટા પણ રમે છે. ઘણા કમાય છે બાકીના તો ડ્રિમ 11માં એક કરોડના ઇનામના સપના જ જોયા કરતા હોય છે. ક્રિકેટ પર સટ્ટા લગાવી પણ બધા પૈસા કમાય છે. હું પણ ક્રિકેટ રમવા મેદાને જાઉ તો હું પણ તરતજ શરત લગાવી દઉ છું કે આજે હું 4 વિકેટ લઈશ. અને શરત જીતી જાઉં તો ભાઈબંધ પાસેથી 5રૂપિયા જીતી જાઉં.

પણ હવે તો મારે પણ ભણવાનો લોડ વધી ગયો છે, 9 ધોરણમાં આવી ગયો એટલે હવે તો 10માં ધોરણમાં આવાની ચિંતા…ભણવાની ચિંતામાં ક્રિકેટ પણ રમી શકાતી નથી. 10 માં આવું એટલે તો મમ્મી પપ્પા ટી.વીમા પણ ક્રિકેટ નહિ જોવા દે. હવે એમને કોણ સમજાવે કે હું મેદાને ક્રિકેટ રમીશ તો સારામાં સારું ભણી પણ શકીશ અને મારી ક્રિકેટમાં કારકિર્દી બનાવીશ. ભણવાની ચિંતામાં પણ આજકાલ ક્રિકેટ મુકાઈ જાય છે.

Must Read : સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ

મારા પપ્પા પણ એમની જવાનીમાં જોરદાર બોલર હતા. એમનું સપનું હતું under 19 ક્રિકેટ ટીમમાં જોડાવાનું પણ એ ન જોડાઈ શક્યા પણ એમનું સપનું હું પૂરું કરીશ. હા તમને નથી ખબર under 19 ક્રિકેટ વિશે? તક મળી જાય તો કારકિર્દી બની જાય. મને તક મળશે તો હું ગુજરાત ટાઈટન્સમાં રમીશ. હા IPl ટ્રોફી જીતી આ વર્ષે એ જ ટીમની વાત કરું છું.

ક્રિકેટમાં Ipl એટલે કે 20-20 ફોર્મેટ આવ્યું પછી કોઈને ટેસ્ટમાં રસ રહયો જ નથી. બધાને 2-3 કલાકમાં મનોરંજન મળી રહે એ માટે 20-20 મેચ જ જોવી ગમે છે. પહેલા તો એક ઓવરમાં 7 બોલ નાખવામા આવતા હતા, પણ હવે 6 બોલે એક ઓવર થઈ જાય. હા,ક્રિકેટ રમવાના પણ ઘણા બધા નિયમો છે. ક્રિકેટ બોર્ડ દ્વારા એના નિયમો બનાવેલા છે એ નિયમોનું પાલન દરેક ટીમે કરવાનું હોય છે.

હાલ તો ક્રિકેટરોના તરફેણમાં બહુંજ નિયમો સારા બનાવામાં આવ્યા છે. 3rd અમપ્યાર હોત અને આજે જે નિયમો છે એ હોત તો સચિને કેટલી બધી સદીઓ મારી હોત ?, ખબર છે તમને નર્વસ 90 રનનો રેકોર્ડ પણ સચિનના નામે છે એટલે જ તો એને વિશ્વ ક્રિકેટના ભગવાન તરીકે માને છે, ભલભલા બોલોરોને સચિને ધૂળ ચટાડી છે. અને એમના આ કામ માટે ભારત સરકાર તરફથી “ભારત રત્ન એવોર્ડ” પણ આપવામાં આવ્યો છે. સદી એટલે એક જ ઇનિંગ્સમાં 100 રન બનાવા એ. બેટ્સમેન માટે ફિફટી અને સદી ફટકારવાનું મહત્વ વધુ છે. જ્યારે બોલર માટે હેટ્રિક વિકેટ, મેઇડન ઓવરનું મહત્વ વધુ છે. અને આમ ક્રિકેટરો પોતાનું ઉત્તમ પ્રદર્શન કરીને એવોર્ડ અને લોકોનું દિલ જીતતા હોય છે.

મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ
મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ

IPl ક્રિકેટ જગતમાં વિખ્યાત ટ્રોફી છે. જે આ વર્ષે ગુજરાત ટાઈટન્સ જીતી ગયું છે. IPLમાં રમનાર ખેલાડીઓને કરોડો રૂપિયાનો આવક થાય છે. ઘણા ગરીબ ઘરના ખેલાડીઓ કરોડોપતિ થઈ ગયા. સાથે સાથે બહું મોટી નામના પણ કમાઈ બેઠા. IPl દરમિયાન યુવા વર્ગ સટ્ટો, Dream 11 જેવી સટ્ટાની પ્રવૃતિઓમાં રચાપચ્યા રહે છે. એમાંથી પણ ઘણા લોકો હજારો રૂપિયા કમાય છે. હા પણ મારું માનવું છે કે સટ્ટો એ એકદમ ખોટી ચીઝ છે, નાની ઉંમરે આ ધંધો ન કરવો. ક્રિકેટ રમવી, ક્રિકેટ જોવી અને આનંદ કરવો. પૈસા ડબલ કરવાની લાલચમાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓનો આંકડો ઘણો મોટો છે.

ક્રિકેટ એ ભારતીયો દ્વારા સૌથી વધુ રમાતી રમત છે. એનો આનંદ ખૂબ અલગ છે. આપને કયો ક્રિકેટર વધુ ગમે છે અને કેમ ? તમારી ફેવરિટ ટીમ કઈ છે ? લખી જણાવજો. ફરી મળીશું કઈક નવા વિષય સાથે ત્યાં સુધી સૌને
લેખક:- Veer Raval “લંકેશ” એક શિક્ષક.

Must Read :

હું આશા રાખું છું કે તમને અમારો મારી પ્રિય રમત ક્રિકેટ નિબંધ (My Favourite Sport Cricket Essay in Gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment