Advertisements

કલ્પના ચાવલા વિશે નિબંધ, માહિતી | Kalpana Chawla Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો, તેના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નું નામ સંજ્યોતિ હતુ. કલ્પના ચાર ભાઇ-બહેનોમાં સૌથી નાની હતી.કલ્પના ચાવલાની બહેનોનું નામ સુનિતા અને દીપા છે જ્યારે તેના ભાઇનું નામ સંજય છે. તે નાના૫ણથી જ ખુબ જ ચંચળ સ્વભાવની હતી. આમ ઘરમાં સૌથી નાની હોવાથી માતા-પિતા ભાઇ-બહેનોએ તેને ખૂબ લાડકોડથી મોટી કરી હતી.  

કલ્પના ચાવલા વિશે માહિતી ગુજરાતી (kalpana chawla information in gujarati)

નામકલ્પના ચાવલા
જન્મ તારીખ1 જુલાઈ, 1961
જન્મ સ્થળકરનાલ (હરિયાણા)
પિતાજીનું નામબનારસલાલ ચાવલા
માતા નું નામ સંજ્યોતિ
૫તિજીન પિયરે હૈરિસન
શિક્ષણમાસ્ટર તથા પીએચ.ડી.(એરોસ્પેસ એન્જિનિયરિંગ)
વ્યવસાયઅવકાશયાત્રી
મૃત્યુ તારીખ તથા સ્થળ૧ ફેબ્રઆરી ૨૦૦૩ ટેક્સાસમાં
મૃત્યુનું કારણકોલંબીયા સ્પેસ શટલ દુર્ઘટનામાં

કલ્પના ચાવલાનું શિક્ષણ (kalpana chawla Education in gujarati) :- 

કલ્પનાનું પ્રારંભિક શિક્ષણ કરનાલની “ટાગોર બાલ નિકેતન સિનિયર માધ્યમિક શાળા” માં થયું હતું. નાનપણથી જ તેમને એરોનોટિકલ એન્જિનિયર બનવાનો શોખ હતો. તેના પિતા તેને ડોક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા, પરંતુ તે નાનપણથી જ અવકાશમાં મુસાફરી કરવાની કલ્પના કરતી હતી.

Must Read: બેટી બચાવો બેટી પઢાવો નિબંધ

તેના સ્વપ્નને સાકાર કરવા કલ્પના ચાવલાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજ ચંદીગઢમાં ‘એરોનોટિકલ એન્જિનિયરિંગ’ અભ્યાસ માટે ‘બી.ઇ.’ માં પ્રવેશ મેળવ્યો અને 1982 માં ‘એરોનોટિકલ એન્જિનિયરિંગ’ ની ૫દવી પણ મેળવી લીઘી. આ પછી, કલ્પના અમેરિકા ગઈ અને 1982 માં ‘એરોસ્પેસ એન્જિનિયરિંગ’ માં માસ્ટર કરવા માટે ‘યુનિવર્સિટી ઓફ ટેક્સાસ’ માં પ્રવેશ મેળવ્યો. તેમણે આ અભ્યાસક્રમ 1984 માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.

અંતરિક્ષયાત્રી બનવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેણીએ 1986 માં ‘એરોસ્પેસ એન્જિનિયરિંગ’ માં બીજી વાર માસ્ટર કર્યું. ત્યારબાદ 1988 માં તેણીએ કોલરાડો યુનિવર્સિટીમાંથી ‘એરોસ્પેસ એન્જિનિયરિંગ’ વિષયમાં પીએચ.ડી. પણ પૂર્ણ કર્યું.

Must Read : અબ્દુલ કલામ નું જીવનચરિત્ર

અવકાશયાત્રી તરીકેનું કેરીયર (A career as an astronaut):-

1988 માં તેમણે નાસાના એમ્સ સંશોધન કેન્દ્ર માં ઓવરસેટ મેથડ્સ ઇંકના ઉપાઘ્યક્ષના રૂ૫માં  કામ કરવાનું શરૂ કર્યું. કલ્પના ચાવલાએ વિમાન, ગ્લાઇડર્સ અને વ્યાપારી ઉડ્ડયન લાઇસન્સ માટેના પ્રમાણિત ફ્લાઇટ પ્રશિક્ષકનો દરજજો મેળવી લીઘો હતો. તેમણે સિંગલ અને મલ્ટિ એન્જિન વિમાન માટે વ્યાપારી પાયલટ નું લાયસન્સ પણ પ્રાપ્ત કર્યું હતું.

1991 માં, કલ્પના ચાવલાએ અમેરિકન નાગરિકત્વ મેળવી લીધું અને નાસા અંતરિક્ષ યાત્રી કોર્પ માટે અરજી કરી. માર્ચ 1995 માં, તે નાસા અંતરિક્ષ યાત્રી કોર્પમાં જોડાઇ ગયા અને 1996 માં પ્રથમ ફ્લાઇટ માટે પસંદ કરવામાં આવ્યા.

કલ્પના ચાવલા
kalpana chawla in gujarati

તેમની પ્રથમ ઉડાન અંતરિક્ષ યાન કોલમ્બિયા ((ફ્લાઇટ નંબર એસટીએસ-87) માં 19 નવેમ્બર 1997 થી શરૂ થઈ હતી. આ અવકાશ યાત્રા માં કલ્પના ચાવલા સહિત કુલ 6 સભ્યો હતા. આ ઉડાન ની સાથે તે અંતરિક્ષની યાત્રા કરનારી પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય વ્યકિત બની હતી.

આ પહેલા ભારતના રાકેશ શર્માએ 1984 માં અવકાશયાત્રા કરી હતી. તેની પ્રથમ ઉડાનમાં કલ્પના ચાવલાએ આશરે 10 મિલિયન માઇલ (જે પૃથ્વીના લગભગ 252 ચક્કર લગાવવા બરાબર થાય) પ્રવાસ કર્યો. તેણીએ કુલ 372 કલાક અવકાશમાં વિતાવ્યા.

આ સફર દરમિયાન, તેમને સ્પાર્ટન ઉ૫ગ્રહ સ્થાપિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ઉપગ્રહ યોગ્ય રીતે કાર્ય કરી શક્યો નહીં, જેના કારણે બે અવકાશયાત્રીઓ વિંસ્ટન સ્કોટ અને તાકાઓ દોઈએ ઉપગ્રહને પકડવા માટે અવકાશ વોક કરવુ ૫ડયુ હતુ.

આ ભૂલનું કારણ શોધવા માટે, નાસાએ 5 મહિના સુધી તપાસ કરી, જેના પછી જાણવા મળ્યું કે આ ભૂલ કલ્પનાને કારણે નહી પરંતુ સોફ્ટવેર ઇન્ટરફેસ અને ફ્લાઇટ ક્રૂ અને ગ્રાઉન્ડ કંટ્રોલની કાર્યપ્રણાલીમાં ખામી સર્જાવાના કામગીરીને કારણે થઇ હતી.

તેની પ્રથમ અવકાશયાત્રા (એસટીએસ–87) પછી તેની સાથે સંબંધિત પ્રવૃત્તિઓ પૂર્ણ કર્યા બાદ કલ્પના ચાવલાને એસ્ટ્રોનોટ ઓફિસમાં ‘સ્પેસ સ્ટેશન’ પર કામ કરવાની ટેકનિકલ જવાબદારી સોંપવામાં આવી હતી.

Must Read– વીર સાવરકરનું જીવનચરિત્ર

2002 માં કલ્પનાને તેની બીજી અંતરિક્ષ ઉડાન માટે પસંદ કરવામાં આવી હતી. તેને કોલમ્બિયા અવકાશયાનના એસટીએસ -107 ઉડાન ટીમમાં સામેલ કરવામાં આવી. કેટલાક ટેકનિકલ અને અન્ય કારણોને લીધે આ મિશન વારંવાર પાછળ ઠેલાતું ગયુ અને અંતે 16 જાન્યુઆરી 2003 ના રોજ કલ્પના કોલંબિયા પર સવાર થઇ અને એસટીએસ -107 મિશનની શરૂઆત કરી.

આ મિશનમાં કલ્પનાને આપવામાં આવેલી જવાબદારીમાં માઇક્રોગ્રાવીટી પ્રયોગો શામેલ હતા. જેના માટે તેમણે પોતાની ટીમ સાથે 80 પ્રયોગો કર્યા હતા. તેમની ટીમના સભ્યો સાથે, તેમણે અદ્યતન તકનીકી વિકાસ, અવકાશયાત્રી આરોગ્ય અને સલામતી, પૃથ્વી અને અવકાશ વિજ્ઞાન અધ્યયન પર વિસ્તૃત સંશોધન કર્યું.

કોલમ્બિયા અવકાશયાનના આ મિશનમાં કલ્પનાના અન્ય સાથી અવકાશયાત્રીઓમાં કમાન્ડર રિક ડી હસબેન્ડ, પાયલટ વિલિયમ સી. મૈકૂલ, કમાન્ડર માઇકલ પી. એન્ડરસન, ઇલાન રેમોન, ડેવિડ એમ બ્રાઉન અને લોરેલ ક્લાર્ક સામેલ હતા.

Must Read : ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર

કલ્પના ચાવલાનું મૃત્યુ (Kalpana Chawla Death in Gujarati) :-

૧ ફેબ્રઆરી ૨૦૦૩ના રોજ આ અવકાશયાત્રાનો ૧૬મો દિવસ હતો. અવકાશયાન ઘરતી ૫ર ઉતરવામાં બસ થોડી જ ૫ળોની વાર હતી. સૌ કોઇ તેની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કોઇને અંદાજ ૫ણ ન હતો કે આગળ શું થવાનું છે. અવકાશયાન કોલંબિયા એસટીએસ -107 ઘરતીથી માત્ર ૬૩ કીલોમીટર દુર હતુ ત્યારે રેડીયો મોનિટર ૫ર જે થયુ તે કોઇ કલ્પના ૫ણ નહોતી કરી.

અવકાશયાન કોલંબિયા એસટીએસ -107 ઘરતી ૫ર ઉતરવાને માત્ર ૧૬ મિનીટની વાર હતી એવામાં કોલંબિયા એસટીએસ -107 સ્પેસ શટલમાં નારંગી રંગનો ગોળો ઉત્પન્ન થયો અને જોતજોતામાં આખું શટલ બળીને સફેદ ઘુઆમાં ફેરવાઈ ગયું.

મીશન કમાન્ડરના ટેલીમીટર ૫ર મળેલા છેલ્લા શબ્દો હતા “rojar aah bu….. But “ થોડીજ ૫ળો બઘુ વિખેરાઇ ગયુ.  નાસાથી લઇને સમગ્ર વિશ્વ આ ઘટનાના સમાચારથી થોડીવાર માટે જાણે થંભી ગયુ. અવકાશની દિવાની કાલ્પના અવકાશમાં જ ખોવાઇ ગઇ. આ રીતે તા.૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ કલ્પાના ચાવલાનું મૃત્યુ થયું. ૫રંતુ અવકાશ વિજ્ઞાનમાં તેના અદમ્ય યોગદાનને લોકો હંમેશા યાદ રાખશે.

કલ્પના ચાવલાને મળેલ એવોર્ડ/પુરસ્કાર ( Kalpana Chawla Achievements)

  • કોંગ્રેસનલ સ્પેસ મેડલ ઓફ ઓનર.
  • નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ.
  • નાસા વિશિષ્ટ સેવા ચંદ્રક.

કલ્પના ચાવલા વિશે માહિતી ગુજરાતી (Kalpana Chawla Life History in Gujarati)

  • 1961: હરિયાણાના કરનાલમાં 1લી જુલાઈએ જન્મ.
  • 1982: પંજાબ એન્જિનિયરિંગ કોલેજ, ચંદીગઢમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી.
  • 1982: વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા.
  • 1983: ફ્લાઇટ પ્રશિક્ષક જીન-પિયર હેરિસન સાથે લગ્ન કર્યા.
  • 1984: યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી ‘એરોસ્પેસ એન્જિનિયરિંગ’માં માસ્ટર ઓફ સાયન્સ.
  • 1988: ‘એરોસ્પેસ એન્જિનિયરિંગ’માં સંશોધન કર્યું અને પીએચ.ડી. પ્રાપ્ત કર્યું અને નાસા માટે કામ કરવાનું શરૂ કર્યું.
  • 1993: ઉપાધ્યક્ષ અને સંશોધન વૈજ્ઞાનિક તરીકે ઓવરસેટ મેથડ્સ ઇન્ક.માં જોડાયા.
  • 1995: નાસાના એસ્ટ્રોનોટ કોર્પમાં જોડાયા.
  • 1996: કોલંબિયા અવકાશયાનના STS-87 પર મિશનના નિષ્ણાત તરીકે ગયા.
  • 1997: કોલંબિયા અવકાશયાનના STS-87 દ્વારા અવકાશમાં પ્રથમ ઉડાન ભરી.
  • 2000: કલ્પના ચાવલાને તેમની બીજી અવકાશ યાત્રા એટલે કે કોલંબિયા અવકાશયાનની STS-107 યાત્રા માટે પસંદ કરવામાં આવ્યા.
  • 2003: 1 ફેબ્રુઆરીના રોજ, કોલંબિયા અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરતી વખતે ટેક્સાસ પર ક્રેશ થયું, જેમાં સવાર તમામ 6 અવકાશયાત્રીઓ માર્યા ગયા, જેમાં કલ્પાના ચાવલાનું પણ મૃત્યુ થયું.

ભારતના સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા?

કલ્પના ચાવલા ભારતના સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી હતા.

કલ્પના ચાવલાના અવકાશયાનનું નામ શું હતું?

નોર્થ્રોપ ગ્રુમેન NG-14 સિગ્નસ અવકાશયાનનું નામ ભૂતપૂર્વ અવકાશયાત્રી કલ્પના ચાવલાના નામ પર રાખવામાં આવ્યુ છે.

કલ્પના ચાવલા નો જન્મ ક્યાં થયો હતો

અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો,

કલ્પના ચાવલાનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું?

1 ફેબ્રુઆરી, 2003ના રોજ કોલંબિયા સ્પેસ શટલ ક્રેશ થયું ત્યારે આ અવકાશયાનમાં સવાર કલ્પના ચાવલા સહિત તમામ અવકાશયાત્રીઓનું મોત થયુ.

આ ૫ણ વાંચો:-

  1. ગાંધીજીના જીવન પ્રસંગો
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર 
  3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 
  4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હુ આશા રાખુ છુ કે તમને અમારો કલ્પના ચાવલા નું જીવનચરિત્ર લેખ ખુબ જ ગમ્યો હશે. વિઘાર્થી મિત્રોને કલ્પના ચાવલા વિશે નિબંધ (kalpana chawla essay in gujarati) લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “કલ્પના ચાવલા વિશે નિબંધ, માહિતી | Kalpana Chawla Essay in Gujarati”

Leave a Comment