Advertisements

જૈન ધર્મ વિશે માહિતી, ઇતિહાસ, સિદ્ધાંત, તીર્થંકરો | Jain Dharm Information in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

જૈન ધર્મ ભારતમાં જ ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે માનવીને અહિંસાના માર્ગ ૫ર ચાલવાની શિક્ષા આપે છે. જૈન ધર્મનાં અનુયાયીઓને શ્રાવક કહે છે.  જૈન’ એ છે જે ‘જિન’ ના અનુયાયીઓ છે. ‘જિન’ શબ્દ મૂળ ‘જિ’ ઘાતુ પરથી ઉતરી આવ્યો છે. ‘જિ’ એટલે જીતવું. ‘જિન’ એટલે વિજેતા. જેમણે પોતાના મન, વચન અને શરીર પર વિજય મેળવ્યો છે, તેને જિન કહેવાય છે.

જૈન ધર્મ એટલે જિન ભગવાનનો ધર્મ. કપડા વિનાનું શરીર, શુદ્ધ શાકાહારી ભોજન અને શુદ્ધ વાણી એ જૈન અનુયાયીની પ્રથમ ઓળખ છે. જૈન ધર્મના અન્ય લોકો પણ શુદ્ધ શાકાહારી ખોરાક લે છે અને તેમના ધર્મ પ્રત્યે ખૂબ જ સભાન હોય છે.

જૈન ધર્મનો ઇતિહાસ (Jain Dharma History in Gujarati):-

જૈન ધર્મ ભારતના પ્રાચીન ધર્મોમાંથી એક ગણવામાં આવે છે. જૈન ધર્મ ગ્રંથો અનુસાર, તે અનાદિ કાળથી માનવામાં આવે છે, જો કે જૈન ધર્મનો ફુલાવો મહાવીર સ્વામી પછી વઘુ પ્રમાણમાં થયો હતો. આ ધર્મની પરંપરા તીર્થંકરોના માધ્યમથી વર્તમાન સ્વરૂપે પહોંચી છે.

જૈન ધર્મમાં 24 તીર્થંકરો હતા. જેમાં પ્રથમ ઋષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામી હતા. ઋષભદેવને રાજા ભરતના પિતા પણ માનવામાં આવે છે, જે આ ધર્મની પ્રાચીનતા સાબિત કરે છે. જૈન ધર્મ સાહિત્યિક રીતે પણ સમૃદ્ધ છે જે તેની પ્રાચીનતાની પુષ્ટિ કરે છે. આ ધર્મ ‘અહિંસા’ના સિદ્ધાંતમાં ચુસ્તપણે માને છે. આ ધર્મના મુખ્ય બે સંપ્રદાયો છે – ‘દિગંબર’ અને ‘શ્વેતાંબર’. જૈનોના ધાર્મિક સ્થળને જિનાલય કહેવામાં આવે છે.

Must Read : ગાંધીજીના જીવન પ્રસંગો

જૈન ધર્મનો ઉદ્ભવ અને વિકાસ :-

મહાવીરસ્વામીને 42 વર્ષની ઉંમરે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયુ હતુ. પોતાના ઉપદેશથી તેમણે અનેક લોકોને પોતાનાં અનુયાયીઓ બનાવ્યાં હતાં. મહાવીરસ્વામી પહેલાં ૨૩મા તીર્થંકર-પાર્શ્વનાથે ઈ.સ. પૂર્વે 700ની આસપાસ જૈનધર્મની વિચારસરણીનો ઉપદેશ લોકોને આપ્યો હતો. મહાવીરસ્વામીએ પોતાનો ઉપદેશ લોકો સરળતાથી સમજી શકે તેવી લોક્ભાષા અર્ધમાગધીમાં આપ્યો. તેથી લોકો સહજ રીતે આ ધર્મને સ્વીકારી શક્યા.

મહાવીર સ્વામીના નિર્વાણ બાદ લગભગ 200 વર્ષ ૫છી તેમના અનુયાયીઓ દ્વારા જૈનધર્મનો ફેલાવો ઝડપી બન્યો. પ્રાચીન સમયમાં જૈનધર્મનો ફેલાવો વર્તમાન ઓરિસ્સામાં વઘુ પ્રમાણમાં થયો હોવાનું જણાય છે. ચીની યાત્રાળુ યુએન—વાંગે કલિંગ દેશને જૈનધર્મનું મુખ્ય ઉદ્દભવસ્થાન ગણાવ્યુ છે. એ જ રીતે બિહારમાં નન્દવંશના આશ્રયે જૈનધર્મ ફેલાયો.

ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રતિએ જૈનધર્મ અપનાવ્યો હોવાનું અનેક લેખો ૫રથી જાણવા મળે છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળના અંતભાગમાં મગષમાં દુષ્કાળ પડતાં, ગણઘર ભદ્રબાહુ તેમના અનુયાયીઓ સાથે દક્ષિણમાં ગયા. મગધમાં રહેલા અનુયાયીઓએ ગણધર સ્થૂલિભદ્રની નેતાગીરી નીચે મહાવીરસ્વામીના ઉપદેશને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા તેમજ જૈનગ્રંથોની પુનઃરચના માટે મગધના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈનસભા બોલાવી આ સમયે દક્ષિણ ભારતમાં ગયેલા અનુયાયીઓ મગષ પાછા ફરતાં, બન્ને વચ્ચે કેટલીક સૈદ્ધાંતિક બાબતોમાં મતભેદ ઊભા થતાં શ્વેતાંબર અને દિગંબર એવા બે જૈનસંપ્રદાય ઊભા થયા.

Must Read: સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ

શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્રોના હિમાયતી સાધુઓના અનુયાયી લોકો. આ જૈનો મૂર્તિપૂજાના હિમાયતી હતા. દિગંબર (દિક્ = દિશા પરથી અપભ્રંશ શબ્દ દિગ) એટલે દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર, (જૈનસાધુઓએ વસ્ત્ર ધારણ કરવાં ન જોઈએ તેવો મત ધરાવનાર) જૈન અનુયાયીઓદિગંબર કહેવાયા. જૈનધર્મમાં બે સંપ્રદાય-પંથ હોવા છતાં ૫ણ ભારતમાં જૈનધર્મનો ફેલાવો સારા પ્રમાણમાં થયેલ છે.

જૈન ધર્મના 24 તીર્થંકરોના નામ અને પ્રતીકો

  1. શ્રી ઋષભદેવ (આદિનાથ) – બળદ(વૃષભ)
  2. શ્રી અજિતનાથ- હાથી
  3. શ્રી સંભવનાથ- ઘોડો
  4. શ્રી અભિનંદન- વાનર
  5. શ્રી સુમતિનાથ- ચકવા
  6. શ્રી પદ્મપ્રભુ- કમળ
  7. શ્રી સુપાર્શ્વનાથ- સાથિયા (સ્વસ્તિક)
  8. શ્રી ચંદ્રપ્રભુ- ચંદ્ર
  9. શ્રી સુવિઘિનાથ- મગર
  10. શ્રી શીતલનાથ- શ્રીવત્સ
  11. શ્રી શ્રેયાંસનાથ- ગેંડો
  12. શ્રી વાસુપૂજ્ય – પાડો
  13. શ્રી વિમલનાથ- સુવર
  14. શ્રી અનંતનાથ- બાજ
  15. શ્રી ધર્મનાથ- વ્ર્રજ
  16. શ્રી શાંતિનાથ- હરણ
  17. શ્રી કુંથુનાથ- બકરો
  18. શ્રી અરનાથ- નન્ઘાવર્ત
  19. શ્રી મલ્લિનાથ- કળશ
  20. શ્રી મુનિશ્રુવ્રત- કાચબો
  21. શ્રી નેમિનાથ- નીલકમલ
  22. શ્રી નેમિનાથ(અરિષ્ટનેમિ)- શંખ
  23. શ્રી પાર્શ્વનાથ- સાપ
  24. શ્રી મહાવીર સ્વામી- સિંહ

જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો :-

જૈન ધર્મમાં આત્માને મોક્ષ પ્રાપ્તી કઇ રીતે થાય તે વિચાર કેન્દ્રસ્થાને છે. જૈનદર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ઘા, જ્ઞાન અને આચરણ કે જે સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચરિત્ર જેવા ત્રણ રત્નોને નામે જાણીતા છે. જૈન ધર્મે મોક્ષ માટે આ ત્રિરત્નસિદ્ઘાંત સૂચવ્યો છે.

પાંચ વ્રતો:- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહમચર્ય, અ૫રિગ્રહ આ જૈન ધર્મના પાંચ મહાવ્રત તરીકે ઓળખાય છે.

પાંચ સમિતિ :- ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષે૫ણ સમિતિ, ૫રિષ્ઠાયનસમિતિ

ત્રણ ગુપ્તિઓ :– મનોગુુુુુપ્તિ, વાકગુપ્તિ, કાયગુપ્તિ

ચાર ભાવના:- મૈત્રી, પ્રમાદ, કરૂણા, મઘ્યસ્થ

Must Read: બૌદ્ધ ધર્મ વિશે માહિતી

જૈન ધર્મ ગ્રંથ :

ભગવાન મહાવીરે માત્ર પ્રવચન આપ્યું હતું. તેમણે કોઈ ગ્રંથોની રચના કરી ન હતી, પરંતુ પાછળથી તેમના ગણધરોએ તેમના અમૃત શબ્દો અને પ્રવચનો એકત્રિત કર્યા. આ સંગ્રહ મૂળ પ્રાકૃત ભાષામાં છે.

જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ૧૪ ૫ર્વ અને ૧૨ અંગમાં વહેચાયેલુ છે. અંગ અને દશવૈતાલિક સૂત્રની રચના પ્રાકૃત અને અર્ઘમાગઘી ભાષામાં થયેલ છે. આગમ ગ્રંથ ખૂબ જ પ્રાચીન છે, જે સ્થાન વૈદિક સાહિત્યમાં વેદોનું અને બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટકનું છે. તે સ્થાન જૈન સાહિત્યમાં આગમોનું છે. આગમ ગ્રંથોમાં મહાવીર સ્વામી અને જૈન સંસ્કૃતિના ઉપદેશો, કથાઓ અને જીવન ઉપયોગી સૂત્રોનું સંકલન છે.ગુણાઢયરચિત બૃહત્કથા, જૈનસૂરિ રચિત હરિવંશપુરાણ, સંઘદાસગણિ રચિત વાસુદેવહિંડી નામના ગ્રંથો ઘણા પ્રસિઘ્ઘ છે. આ ઉ૫રાંત હેમચંન્દ્રાચાર્ય રચિત વ્યાકરણ ગ્રંથ સિદ્ઘહેમશબ્દાનુંશાસન તથા દ્રયાશ્રય નામનું મહાકાવ્ય પ્રસિદ્ઘ છે.

જૈન ધર્મનો મુખ્ય ગ્રંથ સમયસાર છે. તે આજથી 2000 વર્ષ પહેલા આચાર્ય કુંદકુંદ દેવ દ્વારા લખવામાં આવ્યો હતો. તેમાં કુલ 415 ગાથાઓ (એક પ્રકારનો શ્લોક) છે. તે પ્રાકૃત ભાષામાં રચાયેલ છે. તેના પર 1000 વર્ષ પહેલા આચાર્ય અમૃતચંદ દેવે સંસ્કૃત ભાષામાં આત્મખ્યાતિ નામની ટીકા લખી છે. તે ચંપુ કાવ્ય શૈલીમાં લખાયેલ છે. ચંપુ કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેમાં શૈલીમાં લખાવામાં આવે છે.

જૈન ધર્મ નો મુખ્ય તહેવાર:-

સંવત્સરી મહાપર્વ તથા ૫ર્યુષણ ૫ર્વ જૈન ધર્મના સૌથી મોટા તહેવારો છે, શ્વેતાંબર સંપ્રદાય દ્વારા ૫યુષણ પર્વના છેલ્લા આઠમા દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાદ્રપદ શુક્લ ચતુર્થી/પંચમીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક જૈન ઉ૫વાસ રાખે છે. આ ઉ૫રાંત ઋષભદેવ જયંતિ, મહાવીર જયંતિ, ક્ષમાવાણી, ઋતપંચમી, પડવા ઢોક, દશલક્ષણ ૫ર્વ, સુગંધ દશમી, રક્ષાબંઘન વિગેરે મુખ્ય તહેવારો છે.

જૈન ધર્મ સભા:-

આમ તો જૈન ધર્મની ઘણી બઘી સભાઓ યોજાયેલી છે. ૫રંતુ અમે અહી તમને મૂખ્ સભાઓ વિશે માહિતી આપીશુ.

પ્રથમ સભા:- પ્રથમ જૈન સભા કે સંગીતિ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન લગભગ ઇ.સ. 300માં ગણઘર સ્થુલભદ્રની આગેવાનીમાં પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી. પ્રથમ જૈન સંગીતીમાં ”12 અંગો” સંપાદિત કરવામાં આવ્યા હતા. હતો. આ સભામાં વિવાદ થતાંજૈન ધર્મ બે ભાગો દિગમ્બર અને શ્વેતામ્બરમાં વહેંચાઇ ગયેલ હતો.

બીજી સભા:- આ સભા ગુજરાતમાં લગભગ ઇ.સ. 513 માં દેવર્ધિ ક્ષમાશ્રમણના નેતૃત્વમાં વલ્લભી નામના સ્થળે યોજાઈ હતી. જેમાં ધાર્મિક ગ્રંથોનું અંતિમ સંકલન લખવામાં આવ્યું હતું.

પ્રશ્નોતરી (FAQ):-

જૈન ધર્મના ત્રણ રત્નો કયા છે?

સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચરિત્ર

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા?

ઋષભદેવ

જૈન ધર્મના મહાવ્રતો કેટલા છે?

૫ (પાંચ). અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહમચર્ય, અ૫રિગ્રહ આ જૈન ધર્મના પાંચ મહાવ્રત છે.

હું આશા રાખું છું કે તમને અમારો જૈન ધર્મ વિશે માહિતી (Jain Dharm Information in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

2 thoughts on “જૈન ધર્મ વિશે માહિતી, ઇતિહાસ, સિદ્ધાંત, તીર્થંકરો | Jain Dharm Information in Gujarati”

  1. ઋષભ દેવ (આદિનાથ ભગવાન) એ વિશ્વ ની સ્થાપના કઇ રીતે કરી અત્યારે ગુજરાત માં પાલીતાણા મુદ્દો વકર્યો છે અને મહાદેવ ની તુલના આદિનાથ ભગવાન થી નીચી આંકવા માં આવે છે તો હવે લોકો પણ જાણવા ઉત્સુક છે નવ ગ્રહો, બ્રહ્માંડ , અગ્નિ વાયુ જળ જેવા પાંચ તત્વ આં બધા ની ઉત્પત્તિ આદિનાથ દાદા એ કઈ રીતે કરી

  2. આ લેખ શૈક્ષણિક હેતુથી વિવિધ ઓનલાઇન ઉપલબ્ધ માહિતી તથા પાઠયપુસ્તક આધારિત છે. તેમાં તૃટી હોઇ શકે છે. તમે અમને યોગ્ય સુધારા-સુચનો મોકલી શકો છો. અમે તે સુધારા એડ કરી લેખને વધુ સચોટ અને વિધાર્થી ઉપયોગી બનાવવાનો પ્રયત્ન કરીશુ. આપનો અમુલ્ય સમય આપવા બદલ આભાર.

Leave a Comment