હોળી નિબંધ(holi nibandh in gujarati):- હોળીનો તહેવાર હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતા એક મુખ્ય તહેવાર છે. હોળી એક એવો ઉત્સવ છે જે આખા ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક ભારતીય આનંદ અને ઉમંગ સાથે હોળીનો તહેવાર ઉજવે છે. હોળી કેવી રીતે ઉજવવી, હોળીનું શું મહત્વ છે, હોળીકા કોણ હતી, અમે તમને આ પોસ્ટ દ્વારા બધી માહિતી આપીશું. આ સાથે, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને હોળી નિબંધ (holi nibandh in gujarati ) લખવા માટે ૫ણ આ લેખ મદદરૂ૫ થશે.
હોળી નિબંધ (Holi Nibandh in Gujarati )
આ દિવસે, બધા લોકો તેમના બધા દુ:ખો ભૂલીની એક બીજાને ભેટી પડે છે. હોળીનો રંગ આપણા બધાને એકબીજા સાથે જોડે છે અને સંબંધોમાં પ્રેમ અને સ્નેહના રંગ ભરે છે. આપણી ભારતીય સંસ્કૃતિનો સૌથી સુંદર રંગ ‘‘હોળીનો તહેવાર રંગ” માનવામાં આવે છે. બધા તહેવારોની જેમ હોળીના તહેવારની પાછળ પણ ઘણી માન્યતાઓ છે.
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. લોકો આ તહેવાર ખુબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે. ઘરોમાં તમામ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. હોળીનો સમાવેશ હિન્દુ ધર્મના પ્રમુખ તહેવામાં થાય છે.
ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં હોળી મુખ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ત્યાંની એક કહેવત છે કે ”દિવાળી તો અટે કટે ૫ણ હોળી તો ઘરે” એટલે કે રાજસ્થાની વ્યકિત દિવાળીનો તહેવાર ગમે ત્યાં મનાવે ૫ણ હોળી નો તહેવાર તો માદરે વતનમાં જ મનાવે ભલે તો કેટલેય દુર કેમ ન રહેતા હોય. હોળી તહેવારમાં રાજસ્થાનમાં ફાગ (એક પ્રકારનું ગીત) નું અનેરુ મહત્વ હોય છે. લોકો ઢોલ-નગારા સાથે નાચતા નાચતા ફાગ ગાવે છે.
હોળી માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ તમામ સમુદાયના લોકો દ્વારા પણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હોળીમાં લોકો એકબીજાને મળીને ગળે લગાવે છે અને એકબીજાને રંગ લગાવે છે. આ દિવસે આપણે ખાસ બનાવેલ ગુજિયા, પાપડ, હલવો વગેરે ખાઈએ છીએ.
Must Read : વસંત નો વૈભવ નિબંધ
હોળીના દિવસોમાં ઘૈરૈયાઓ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક દર વર્ષના નકકી કરેલ સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો પ્રગટાવેલ હોળીની પ્રવિત્ર મનથી પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, પ્રસાદી, ખજુર વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. દરેક વિસ્તારમાં હોળી ઉજવણીની રીતો અલગ અલગ હોય છે. ૫રંતુ દરેક લોકોની ભાવના એક જ હોય છે, કે હોળી પ્રગટાવી આ જગતમાંથી આસુરી તત્વોનો નાશ થાય અને દૈવી શક્તિઓની પુજા થાય.
હોળીનો ઇતિહાસ(History of Holi in Gujarati):-
હોળીનો તહેવાર ઉજવવા પાછળનો એક પ્રાચીન ઇતિહાસ છે. પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામનો દાનવોનો રાજા હતો. તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કોઇથી મરશે નહીં. આ વરદાનને કારણે તે અમર બની ગયો હતો. તેને મારવો એ લગભગ અસંભવ ૫ડકાર થઇ ગયો હતો. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ તણે હાહાકાર મચાવી દીધો. તેણે લોકોને ભગવાનનીની પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો.
હિરણ્યકશ્યપને પ્રહલાદ નામનો એકપુત્ર હતો. તે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. આ બાબતથી હિરણ્યકશ્યપ ખુબ જ નારાજ હતો તેણે પ્રહ્લાદને એનકેન પ્રકારે પ્રલોભનો આપી તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી.. આથી નારાજ, હિરણ્યકશ્યપે પ્રહલાદને મારી નાખવાનો પ્લાન ઘડી કાઠયો. આ માટે હિરણ્યકશ્યપે તેની બહેન હોલીકાની મદદ લીધી. કારણ કે હોળીકાને વરદાન મળ્યું હતુ તે વરદાનમાં મળેલી ઓઢણી ધારણ કરે ત્યારે તેને અગ્નિ પણ બાળી શકે નહીં.. હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિ૫રિક્ષા આ૫વાનો આદેશ કર્યો.
પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને તે હોલિકાનાં ખોળામાં બેસી ગયો.ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી વરદાનવાળી ઓઢણી હોલિકાનાં માથા પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ ગઇ, આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ જીવિત બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના આ હોળી ઉત્સવનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
આ ૫ણ વાંચો:- મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે શુ છે તે પાછળનો ઇતિહાસ
ત્યારપછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે ” હોળી ”
આ પૌરાણિક કથા કહે છે કે અચ્છાઇનો હંમેશા બુરાઇ ૫ર વિજય થાય છે. આજે પણ દરેક લોકો લાકડા, ઘાસ અને ગાયના છાણ હોળી બનાવી રાત્રે હોલિકા દહન કરે છે અને બીજા દિવસે દરેક જણ એકબીજાને અબીલ, ગુલાલ અને જુદા જુદા રંગો છાંટીને હોળી રમે છે. દર વર્ષે ફાગણ મહિનામાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવે છે તેમ તેમ આ૫ણો ઉત્સાહ પણ વધતો જાય છે. હોળી એ ભારતીય સંસ્કૃતિનું સાચું પ્રતીક છે, જેના રંગ વિવિધતામાં એકતાને પ્રતિબિંબિત કરે છે. લોકો એકબીજાને પ્રેમ પ્રદાન કરે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, લોક ગીતો ગવાય છે અને એકબીજાને મોં મીઠુ કરાવે છે.
Must Read : જીવનમાં તહેવારોનું મહત્વ
ભારતમાં હોળીનો તહેવાર જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. આજે પણ વ્રજની હોળી એ આખા દેશ માટે આકર્ષણનું કેન્દ્ર છે. બરસાના અને નંદગામની લથમાર હોળી પણ ખૂબ જ પ્રખ્યાત છે. આમાં પુરુષો મહિલાઓ પર રંગ લગાવે છે અને મહિલાઓ લાકડીઓ અને ચાબુક વડે બનાવેલા કપડાંથી પુરુષોને મારે છે. તેવી જ રીતે મથુરા અને વૃંદાવનમાં પણ આપણે 15 દિવસ સુધી હોળીનો તહેવાર ઉજવીએ છીએ. હરિયાણાના ધુલંડીમાં ભાભી દ્વાર દિયરને હેરાન કરવાની પ્રથા પ્રચલિત છે. આમ ભારતમાં વિભિન્ન સ્થળોએ હોળીનો તહેવાર સ્થાનિક ૫રં૫રા અનુસાર અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે.૫રંતુ તમામ લોકોની ભાવના તો એક સમાન જ હોય છે.
હોળી વિશે પંદર વાક્યો લખો (Holi Nibandh in Gujarati 10 Line)
- દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે હોળીનો તહેવાર ઉજવાય છે જે માર્ચ મહિનામાં આવે છે.
- હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે.
- હોળી એ ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે.
- હોળી દર વર્ષે ખૂબ જ ધામધૂમ, નૃત્ય, ગીતો અને રંગો સાથે ઉજવવામાં આવે છે.
- દર વર્ષે હોળી-ધુળેટીની જાહેર રજા હોય છે.
- હોળીનો તહેવાર એ બુરાઈ પર અચ્છાઇની જીતનું પ્રતિક છે.
- હોળીના દિવસે, પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે.
- હોળીના દિવસે બધા લોકો ભેગા થાય છે તહેવારનો આદ માણે છે.
- આ તહેવાર ભકત પ્રહલાદની યાદમાં ઉજવવામાં આવે છે.
- હોળીના દિવસે તમામ ઘરોમાં ઘેવર, બરફી વગેરે જેવી વાનગીઓ બનાવવામાં આવે છે.
- હોળીના દિવસે લોકો પોતપોતાના સંબંધીઓના ઘરે જઇ એકબીજાને રંગ લગાવે છે.
- બાળકો ફુગ્ગાઓ અને પિચકારીઓ વડે ઘરે-ઘરે જઇ દરેક લોકો પર પાણી અને રંગ છાંટે છે.
- આ દિવસે મતભેદો ભૂલી પરસ્પર પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવામાં આવે છે.
- હોળીનો તહેવાર ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે.
- પહેલાના જમાનામાં હોળીના રંગો માટે ‘ટેસુ’ અથવા ‘પલાશ’ વૃક્ષનો ઉપયોગ થતો હતો જે ત્વચા માટે હાનિકારક ન હતા.
- આજકાલ હોળીના તહેવાર પર રંગોના નામે હાનિકારક કેમિકલવાળા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. જે ત્વચા અને આંખો માટે હાનિકારક છે.
બીજા અગત્યના નિબંધ:-
- દિવાળી વિશે નિબંધ
- રથયાત્રા વિશે ગુજરાતી નિબંધ
- વસંત પંચમી નિબંધ
- નવરાત્રી નિબંધ
- જન્માષ્ટમી નિબંધ
હુ આશા રાખુ છુ કે તમને અમારો હોળી નિબંધ (holi nibandh in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. હોળીનો ઇતિહાસ વિશે જાણીને તમને આઘ્યાત્મિક ભાવના જાગી હશે. અમને આશા છે કે તમે અમારા બ્લોગ ૫ર ગુજરાતી નિબંધ ભાગમાંં જઇ અમારા બીજા ગુજરાતી નિબંઘ ૫ણ જરૂર વાંચશો. જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.