હાય રે મોંઘવારી નિબંધ PDF, Hay re Monghvari Essay in Gujarati, monghvari essay in gujarati, મોંઘવારી નિબંધ, hay re monghvari nibandh in gujarati, monghvari nibandh in gujarati, મોંઘવારી અને મધ્યમવર્ગ નિબંધ
આપણા દેશમાં દિવસે દિવસે મોંઘવારી, ગરીબી , બેકારી ભૂખમરો જેવી સમસ્યાઓ વધતી જાય છે. કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી દેશની સમસ્યાઓમાંની એક ગંભીર સમસ્યા છે.
એવું કહેવાય છે કે આપણા દેશમાં ઘી – દૂધની નદીઓ વહેતી હતી. સામાન્ય આવકમાં પણ લોકો ખૂબ સારી રીતે ગુજરાન ચલાવી શકતા હતા. લોકોનું જીવન સંતોષી અને સુખી હતું. અત્યારે સતત વધતી જતી મોંઘવારીના લીધે લોકો માટે અનાજ , કપડાં અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બનતી જાય છે.
હાય રે મોંઘવારી નિબંધ PDF (Hay re Monghvari Essay in Gujarati)
સતત વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર આર્થિક સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસથી દેશના કરોડો ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે જીવન અસહ્ય બની ગયું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં થતા બેફામ વધારાથી સામાન્ય લોકો માટે જીવન એક પડકાર બની ગયું છે. કેટલાય લોકો માટે બે ટંકનું ભોજન પણ મુશ્કેલ છે.
મોંઘવારી અને તેના લીધે ઉદ્દભવતી બીજી સમસ્યાઓ લોકોના જીવન માટે બાધા બનતી જાય છે.મોંઘવારીના નાગચૂડના ભરડામાં આજે ગરીબ અને મધ્યમવર્ગનો માનવી પિસાઈ રહ્યો છે.મોંઘવારીને કારણે તો આજે ગરીબો અને અમીરો વચ્ચે મોટી ખાઇ રચાઇ છે.ગરીબો ગરીબ બનતાં જાય છે, જ્યારે અમીરો અમીર બનતા જાય છે.
કવિશ્રી કરસનદાસ માણેકે સાચું જ કહ્યું છે.
” છે ગરીબોનાં કૂબામાં તેલનું ટીપું દોહ્યલું;
ને શ્રીમતોની કબરો પર ઘી ના દીવા થાય છે.
મોંઘવારી એક ગંભીર સમસ્યા :
“મળે છે પાંચ રૂપિયામાં અડધી ચાયની પ્યાલી
તમારા હોઠ પણ ન ખરડાય એવી મોંઘવારી છે.” – મુન્શી ટંકારવી.
સતત વધતી જતી મોંઘવારી આપણા દેશ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે. દેશમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આટલી મોંઘવારી વચ્ચે જીવનનિર્વાહ કરવો ખૂબ જ મુશ્કેલ બનતો જાય છે. અનાજ, કઠોળ, શાકભાજી, દવા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓના વધતા જતા ભાવથી દેશના નાગરિકો સતત પરેશાન થઈ રહ્યા છે. આજે દરેક ક્ષેત્રમાં મોંઘવારી ચિંતાજનક સમસ્યા બની ગઈ છે. ગરીબ લોકો માટે મોજશોખ માત્ર સ્વપ્ન બનીને રહી ગયાં છે.
Must Read : મારા સ્વપ્નનું ભારત નિબંધ
મોંઘવારી સામે જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ કઠોર કઠોર પરિશ્રમ કરવો પડે છે, છતાં પણ પોતાની જરૂરિયાતો પૂરી ના થતાં કેટલાય લોકો તણાવયુક્ત જીવન જીવે છે અને તણાવયુક્ત જીવન આપઘાતનું કારણ પણ બની જાય છે. આટલી મોંઘવારી સામે પહોંચી ના વળતાં કેટલાક લોકો જીવનનિર્વાહ માટે ચોરી, લૂંટફાટ જેવા રસ્તાઓ પણ અપનાવતા હોય છે. કેટલાક લોકો જરૂરિયાતોને પહોંચી વળવા વધુ આવક મેળવવા શહેરો તરફ પ્રયાણ કરે છે. જેના લીધે શહેરોમાં વસ્તિગીચતા વધે છે.
ઉદ્યોગો માટે જરૂરી કામદારો કરતા વધુ માણસો શહેરોમાં વસવાટ કરતા હોવાથી ત્યાં બેકારીનું પ્રમાણ પણ વધે છે. શહેરોની મોંઘવારીને ના પહોંચી વળતાં તેઓ ઝુંપડપટ્ટીમાં વસવાટ કરવા મજબૂર બને છે, જેના લીધે ગંદકીનું પ્રમાણ વધે છે. આવા વિસ્તારોમાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધવાથી બીમારીનું પ્રમાણ પણ વધે છે.
મોંઘવારીના લીધે ગરીબી પણ સર્જાય છે. ગરીબીના લીધે બાળમજૂરી અને ભીખ માંગવાની પ્રવૃત્તિ પણ વધતી જોવા મળે છે. લોકોને પોષણયુક્ત ખોરાક ના મળવાથી કુપોષણની સમસ્યા સર્જાય છે. જેના લીધે બાળમૃત્યુ દરમાં વધારો થાય છે. આમ મોંઘવારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક સમસ્યાઓને જન્મ આપે છે.
મોંઘવારી માટે જવાબદાર કારણો :
આજના સમયમાં દેશ અનેક સમસ્યાઓનો શિકાર બની રહ્યો છે. આધુનિક જીવનશૈલી પાછળની આંધળી દોડના લીધે અનેક સમસ્યાઓ સર્જાઈ છે. મોંઘવારી માટે જવાબદાર સૌથી મુખ્ય કારણ વસ્તીવધારો ગણી શકાય. સતત વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી ના વળતાં ચીજવસ્તુઓની અછત સર્જાય છે. કોઈપણ વસ્તુની અછત સર્જાતાં એની માંગ વધે છે જેના લીધે ભાવવધારો થાય છે.
દુષ્કાળ પણ મોંઘવારી માટે જવાબદાર કુદરતી સમસ્યા ગણી શકાય . ઘણા ઉદ્યોગોનો પાયો ખેતી અને ખેતી આધારિત ઉત્પાદનો છે.દુષ્કાળ પડે તો અનાજ ઓછું પાકે છે જેના લીધે અનાજનો પુરવઠો ખૂટે છે અને માંગ વધતા અનાજના ભાવમાં વઘારો થાય છે. ખેતી પર આધારિત કાપડ ઉદ્યોગ, તેલ, ખાંડ અને ગોળ બનાવવાના ઉધોગોને પૂરતા પ્રમાણમાં કાચો માલ મળતો નથી .
કાચા માલની અછત સર્જાતા તેનો ભાવ વધે છે. અનાજ અને ચીજવસ્તુઓના ભાવ વધે એની સીધી કે અન્ય રીતે બીજા ઉદ્યોગો પર અસર થાય છે જેના લીધે ઉદ્યોગનો ઉત્પાદન ખર્ચ વધે છે. કામદારો મોંઘવારીને પહોંચી વળવા વધુ વેતન માંગે છે. વધારાના ખર્ચને પહોંચી વળવા ઉધોગપતિઓ ઉત્પાદનના ભાવ વધારે છે . આમ ભાવવધારાનું ચક્ર ચાલ્યા જ કરે છે.
Must Read : વસ્તી વધારો નિબંધ
કાળાબજાર અને સંગ્રહખોરીના કારણે પણ મોંઘવારી વધે છે. સંગ્રહખોરો વધુ પૈસા કમાવા માટે ચીજવસ્તુઓનો જથ્થો છુપાવી દે છે. જેના લીધે ચીજવસ્તુઓની માંગ વધે છે. ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી જાય છે.
ખાનગીકરણ પણ મોંઘવારી માટે જવાબદાર ગણી શકાય. ખાનગી સંસ્થાઓ ખૂબ જ તગડી ફી વસુલ કરે છે.બાળકોને ખાનગી શાળાઓમાં મોકલવાની હરીફાઈ જામી છે. શિક્ષણ પાછળના ખર્ચમાં પણ દિવસે દિવસે વધારો થતો જોવા મળે છે. શાળાના ગણવેશ અને પુસ્તકોના ભાવમાં થતા વધારાના લીધે વાલીઓને વધુ ખર્ચ થાય છે. ખાનગી દવાખાના અને ખાનગી વાહનવ્યવહારની સેવા પણ સામાન્ય કરતાં વધુ રકમ વસુલ કરે છે.
આંતરરાષ્ટ્રિય સ્તરે ચીજવસ્તુઓના ભાવમાં થતી વધઘટ પણ આપણા દેશમાં ભાવવધારા પર અસર કરે છે. ખનીજ તેલનું ઉત્પાદન કરતા રાષ્ટ્રો ખનીજ તેલનો ભાવ વધારે તો એના લીધે આપણા દેશમાં પેટ્રોલ – ડીઝલનો ભાવ વધે છે. જેના લીધે વાહનોના ભાડામાં વધારો થાય છે. જેના લીધે મુસાફરી અને હેરફેરનો ખર્ચ વધતા એની સાથે સંકળાયેલ ઉત્પાદનોના ભાવ વધે છે. આમ મોંઘવારી માટે અનેક કારણો જવાબદાર છે.
મોંઘવારીથી બચવાના ઉપાયો :
પહેલાંના સમયની સરખામણીમાં અત્યારના સમયમાં ચીજવસ્તુઓના ઉત્પાદન અને રોજગારીની તકોમાં વધારો થયો છે. પહેલાં કરતાં લોકોની આવકમાં વધારો થયો છે, તેમ છતાં પણ મોંઘવારીના લીધે માણસ તણાવયુક્ત જીવન જીવે છે. કેટલેક અંશે આ મોંઘવારી માટે માણસ પોતે જ જવાબદાર છે. લોકો મોજ શોખ પાછળ જરૂર કરતાં વધુ ખર્ચ કરે છે. જરૂરિયાત કરતાં વધુ ખર્ચ ટાળવો જોઈએ.
ચીજવસ્તુની જરૂરિયાત પૂરતી જ ખરીદી કરીએ તો બજારમાં એની અછત ના સર્જાય જેના લીધે મોંઘવારી અટકાવી શકાય. ઓછા સમયમાં અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. જેનાથી લોકોની વધતી જતી માંગ સામે પૂરતા પ્રમાણમાં ચીજવસ્તુઓ પૂરી પાડી શકાય. સરકાર દ્વારા ભાવનિયંત્રણ માટે ચોક્કસ કાયદાઓ બનાવવા જોઈએ. ચીજવસ્તુઓના કાળાબજાર અને સંગ્રહખોરી કરનાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને કડક સજા થાય એવી જોગવાઈ કરવી જોઈએ.
Must Read : કુદરતી આપત્તિ નિબંધ
ઉપસંહાર :
મોંઘવારીનું ચક્ર સતત ચાલતું રહે છે. આજના સમયમાં સામાન્ય લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. દિવસે દિવસે વધતી જતી મોંઘવારી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે જીવલેણ બનતી જાય છે. આજના સમયમાં ગૃહકલેશ, ચોરી, લૂંટફાટ અને આત્મહત્યાના કેશો પાછળ પણ ક્યાંકને ક્યાંક મોઘવારી અને તણાવયુક્ત જીવન જવાબદાર હોય છે.
મોઘવારી સામે ટકી રહેવા માટે આપણે જરૂરિયાત મુજબ જ ખર્ચ કરવાની આદત કેળવવી જરૂરી છે. સાદગી અને કરકસરયુક્ત જીવન જ આપણને આ મોંઘવારીના દૂષણમાંથી ઉગારી શકશે.
મોંઘવારી નિબંધના લેખક : જગદીશ જેપુ , શિક્ષક , ધનાણા પ્રાથમિક શાળા , Instagram Id : jagdish.jepu.33
આ ૫ણ વાંચો:-
- વિનાશક વાવાઝોડું નિબંધ
- પ્લાસ્ટિક મિત્ર કે શત્રુ નિબંધ
- અનાવૃષ્ટિ નિબંધ
- અતિવૃષ્ટિ નિબંધ
- શિક્ષક દિન નિબંધ
હુ આશા રાખુ છું કે તમને અમારો હાય રે મોંઘવારી નિબંધ (Hay re Monghvari Essay in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ તમને ભારતમાં મોંઘવારી નિબંધ, મોંઘવારી અને મધ્યમવર્ગ વિગેરે વિષય ૫ર નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
સારો છે આ નીબધ Thankyou wirited a essay in gujarati
All new essays writing I am visise
જો તમે ૫ણ સારૂ નિબંઘ લેખન જાણતા હોય તો નિબંઘ અમને મોકલી શકો છો.
Thanks…very best essay and simple essay..I always remember this Essay…
Thank you very much…
Khubaj saras nibandh che
Asal ho asaal
Nice!
WOW……..
What a essay is!
Nice, if its will came in exam then I will definatly wirte this.
Thank you😘