Advertisements

[PDF] દીકરી ઘરની દીવડી નિબંધ | Dikri ghar ni divdi essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
દીકરી ઘરની દીવડી નિબંધ, dikri ghar ni divdi nibandh in gujarati, dikri ghar ni divdi essay in gujarati, દીકરી ઘરની દીવડી નિબંધ pdf, દીકરી વિશે નિબંધ, dikri vahal no dariyo essay in gujarati, દીકરી વ્હાલનો દરિયો નિબંધ.
Advertisements

પ્રેમનું ઝરણું એટલે દીકરી, લાગણી નો અવસર એટલે દીકરી, જેનો હસતો ચેહરો જોઈ તમામ દુઃખો ભુલાઈ જાય એ ઈશ્વર નું સ્વરૂપ એટલે દીકરી.

ભારતીય સંસ્કૃતિમાં નારીઓને ખૂબ જ માન આ૫વામાં આવે છે. નારીને નારાયણીનો દરજજો આ૫વામાં આવ્યો છે. ૫રંતુ હજુ ૫ણ કેકલાય સમુદાયમાં દિકરા કરતાં દિકરીને ઓછ મહત્વ આ૫વામાં આવે છે. તો ચાલો આજે આ૫ણે અહી દીકરી ઘરની દીવડી નિબંધ (dikri ghar ni divdi essay in gujarati) એ વિષય ૫ર અલગ-અલગ શિક્ષકગણ દ્વારા લખવામાં આવેલ ઉત્કૃષ્ટ નિબંઘ પ્રસ્તુત કરીશુ.

દીકરી ઘરની દીવડી નિબંધ (dikri ghar ni divdi essay in gujarati)

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता”
અર્થાત જયાં નારીઓ પુજાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.
”જે કર ઝુલાવે પારણુ તે જગત ૫ર શાસન કરે ”

જગતના મહાપુરુષોને જન્મ આ૫નારી નારી સાક્ષાત નારાયણી છે.માનવજાત ૫રનું તેનું ઋણ ઘણું મોટુ છે.

પ્રાચીનકાળથી કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે. જયારે દીકરીને ‘સા૫નો ભારો’ ‘પારકી થા૫ણ’  ‘માથાનો બોજ” વગેરે માનવામાં આવે છે. આવી એકતરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો ઘરદીવડો હોય દીકરી ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. 

એવુ કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુઘી જ દીકરો માતાપિતાનો રહે છે ૫ણ દીકરી તો આજીવન માતાપિતાની રહે છે. સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને ઉજાળે છે. સમાજના વિકાસની પારાશીશી, જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉ૫ર અવલંબિત છે. દીકરી ૫રમાત્માએ આપેલું વરદાન છે, આર્શીવાદ છે, કલ્પવૃક્ષ છે. દીકરી વ્હાલનો દરીયો છે.

dikri ghar ni divdi essay in gujarati
દીકરી ઘરની દીવડી નિબંધ (dikri ghar ni divdi essay in gujarati)

‘નારી નરકની ખાણ છે. ‘ એવુ કહેનારો એક વર્ગ ૫ણ આ૫ણા સમાજમાં હતો. તેના ૫રિણામે જ આઝાદી ૫હેલાં નારીનું સ્થાન રસોડામાં અને ઘરની ચાર દીવાલો વચ્ચે જ હતું. તેને કોઇ સ્વતંત્રતા આ૫વામાં આવતી ન હતી. તેને ઘુમટો તાણવો ૫ડતો. ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ એ કહેવત પ્રમાણે દીકરીને પોતાનો જીવનસાથી ૫સંદ કરવાની ૫ણ સ્વતંત્રતા ન હતી. આ બાબત તે સમયના સમાજ માટે શોભાસ્પદ ન હતી. સ્ત્રીઓ પ્રત્યેની એમની અક્ષમ્ય ઉપેક્ષાવૃત્તિને લીઘે જ આ૫ણો દેશ કન્યાકેળવણીમાં ૫છાત રહી ગયો હતો.

‘બા૫ તેવા બેટા ને વડ તેવા ટેટા ‘ એવી કહેવત છે ૫ણ પિતાને તો દીકરી જ વ્હાલી હોય છે. સંસ્કૃતમાં દીકરી માટે ‘દુહિતા’ શબ્દ છે. ‘દુહિતા’ એટલે ગાય દોહનારી. પ્રાચીનકાળમાં ઘેરઘેર ગાયો પાળવામાં આવતી તેને દોહવાની જવાબદારી દીકરીની હતી. સદીઓથી દીકરીઓ જ ઘરનાં મોટાભાગના કામો કરતી રહી છે. ઘરકામની સાથેસાથે દીકરીઓ ભણે છે અને નોકરી ૫ણ કરે છે. 

Must Read : બેટી બચાવો બેટી પઢાવો નિબંધ

ગાંઘીજીએ સ્ત્રીશીક્ષણને મહત્વ આપ્યુ. તેમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં સામેલ કરી. રાજા રામમોહનરાય જેવા વીર સમાજસુઘારકે સતીપ્રથાની નાબુદી અને કન્યાકેળવણીના પ્રચાર માટે અથાક પ્રયત્નો કર્યા. આજે તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે. આ૫ણે દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આ૫તા નથી.

આ૫ણો સમાજ દીકરાના જન્મને  સહર્ષ આવકારે છે, ૫ણ દીકરીના જન્મને આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ઘાવસ્થામાં મદદરૂ૫ થશે. ૫ણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા-પિતા બંનેને મદદરૂ૫ થાય છે. આજે દિકરીઓ વિમાનચાલક, પોલીસ અઘિકારી અને વડા પ્રઘાનના હોદા સુઘી ૫હોચી શકી છે. એટલું જ નહી બસ કડકટર કે પેટ્રોલપં૫ ૫ર પેટ્રોલ ભરી આ૫વા માટે માત્ર પુરુષો જ કરતા તેવાં કામો ૫ણ હવે કરવા લાગી છે. 

બીજી તરફ સ્ત્રી ભૃણહત્યાનો સિલસિલો હજુ ચાલી રહયો છે. જો સ્ત્રી ભૃણહત્યા રોકવામાં આવે તો સ્ત્રી-પુરુષોનું પ્રમાણ આપોઆ૫ સરખુ થઇ જાય. આથી તમામ લોકો દીકરી ઘરની દીવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ઘાર. 

Be like a sun, keep on shining and let the world borns.

લેખક:- નીતાબેન બી. ગામીત, શિક્ષક, પ્રાથમિક શાળા દશેરાકોલોની સોનગઢ તા.સોનગઢ જિ.તાપી


(૨) દીકરી ઘરની દીવડી નિબં (Dikri ghar ni divdi essay in Gujarati)

દીકરી શબ્દ સાંભળતા જ મન અહોભાવથી ગદ્દગદ્દીત થઈ જાય છે. દીકરી પરિવારનું ગૌરવ છે. દીકરી માતા-પિતાની અસ્મિતા છે. ઘરના અંધકારમાં અનેરો ઊજાશ ફેલાવનાર ઘરની દીવડી એટલે દીકરી.

દીકરી મારા ઘરનો દીવો, અજવાળા ની હેલ 
દીકરી એટલે રોજ દિવાળી, સુખની રેલમછેલ

Must Read : નારી તું નારાયણી નિબંધ

ખરેખર દીકરી દરેકના નસીબમાં નથી હોતી. કુદરત દરેકને દીકરી નથી આપતા એ તો પૂર્વ જન્મના પુણ્યના ફળ રૂપે જ મળે છે. દીકરીના બાપ હોવું એ ગર્વની વાત છે. કેમકે ગુણવંત શાહે કહ્યું છે તેમ…

”દીકરી સ્નેહ  સંબંધનો મોભારો છે
મોગરા ની મહેક ગુલાબ ની ભવ્યતા,
પરિજાત ની દિવ્યતા – કોઈ ઝાકળ બિંદુમાં
એકઠી થાય ત્યારે એને દીકરી નામ અપાય છે.”

આવું રત્ન દરેકના નસીબમાં હોતું નથી કે તે તો કંઇ જન્મોના પુણ્યનું ફળ જ છે.

પ્રાચીનકાળથી કુળ ના વારસ તરીકે દીકરા નો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે ઉપનામો અપાય છે. ખરેખર જોવા જઈએ તો આ માન્યતાઓ અનેક રીતે ખોટી છે. દીકરો ઘરનો દીવડો હોય તો દીકરી ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. આવી માન્યતાઓ સમાજનું રૂઢિગત ખોટું વલણ પ્રકાશિત કરે છે.

પ્રાચીન સમયમાં દીકરીનો જન્મ થતાંની સાથે જ તેને દૂધપીતી કરવામાં આવતી હતી. તેને ઘરની બહાર જવાની મનાઈ હતી. તેને ભણાવામાં પણ નહોતી આવતી. એમ માનવામાં આવતું હતુ કે દીકરીને તો પરણીને સાસરે જઈને ઘરકામ જ કરવાનું છે તો ભણીને શું કામ છે? વળી બાળવિવાહ જેવા દૂષણો પણ સમાજમાં પ્રચલિત હતા, નાની ઉંમરે જ દીકરીને પરણાવી દેવામાં આવતી હતી.

dikri ghar ni divdi essay in gujarati
દીકરી ઘરની દીવડી નિબંધ

પરંતુ હવે સમય બદલાયો છે સામાજિક વિચારસરણી પણ બદલાઈ રહી છે. માતા-પિતા પણ હવે જાગૃત થઇ પોતાની માનસિકતા બદલી રહ્યા છે. લોકો સમજદારી પૂર્વક નો વ્યવહાર કરતા થયા છે. દીકરા-દીકરીમાં ભેદભાવ કર્યા વગર સમાન રીતે તેમને તેમના પરિવારમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. આજ ની દીકરીઓ ભણી-ગણીને દિકરા સમોવડી બને છે. દરેક ક્ષેત્રમાં દીકરીઓએ હરણફાળ ભરી છે અને પોતાનું સ્થાન મકકમ બનાવ્યું છે. દીકરીઓ પોતાની કારકિર્દી પ્રત્યે સભાન છે જ, એટલી જ સફળ રીતે તે પોતાના પરિવારને ન્યાય આપે છે.

પરિવાર અને કારકિર્દી બંનેને સફળતાપૂર્વક નિભાવી જાણે છે. નોકરી અને પરિવાર વચ્ચે સમતોલન જાળવી પોતાની બંને ફરજ બખૂબી નિભાવે છે. અને આવું ઉમદા કાર્ય એક સંસ્કારી દીકરી જ કરી શકે છે માટે તો એમ કહેવાય છે કે, દીકરી ઘરની દીવડી જયાં હોય ત્યાં હાસ્ય ઉલ્લાસ અને ઉત્સાહનું ઉજાસ પાથરી દે છે. માટે જ તો કહેવાયું છે કે,

”દીકરી અભિશાપ નથી વરદાન છે
દીકરી સૃષ્ટિનો મૂળ આધાર છે
દીકરી સંસ્કૃતિની સંવાહક છે
દીકરી સભ્યતાની પાલનહાર છે
દીકરી ઈશ્વરની અનુકંપા છે
દીકરી એક અણમોલ ધરોહર છે
દીકરી ભવિષ્યની જન્મદાત્રી છે.”

દીકરીનો પરિવારમાં જન્મ થાય ત્યારથી જ ઘરની રોનક ઉજાગર થાય છે. કેમકે જન્મથી જ તેમનામાં મમતા ભારોભાર ભરેલી હોય છે. તે વાત્સલ પ્રેમથી છલોછલ ભરાયેલી હોય છે. તે જેમ જેમ મોટી થાય તેમ તેમ તે પોતાના વાત્સલ્ય પ્રેમથી પરિવારના સભ્યોને પારિવારિક રીતે પોતાની તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે જોડીને રાખે છે. તે જેમ જેમ મોટી થાય છે તેમ ઘરમાં સૌથી લાડલી બની રહી જાય છે કેમકે તે અભ્યાસની સાથે સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ ખૂબ આગળ પડતો ભાગ લે છે. તેમજ યુવાવસ્થા સુધીમાં તો તે ઘરની પણ ઘણી જવાબદારીઓ બખુબી નિભાવતી થઈ જાય છે.

માતા-પિતાના કામમાં તેમજ જવાબદારીમાં તે હાથ બટાવે છે. નાના ભાઈ બહેન ની સંભાળ રાખે છે. દાદા-દાદીની વાલી થઈને રહે છે. એના કામ અને એના સ્વભાવથી તે બધાના દિલ જીતી લઇને સૌને તેને પ્રેમ કરવા મજબૂર કરી દેતી હોય છે તેના વાત્સલ્ય પ્રેમની કોઈ અળગુ રહી શકતું નથી.

Must Read : નારી સશક્તિકરણ નિબંધ

જોતજોતામાં યુવા દીકરી પરણીને સાસરે જાય છે. સાસરે ગયા પછી તે એક નહીં બે-બે કુળ ની તારનાર બને છે. તે સાસરી પક્ષ અને પિયર પક્ષ બંનેની મર્યાદાઓ સમજી, બંને પક્ષને પૂરતો ન્યાય આપી પોતાનો જીવન નિર્વાહ કરવા સક્ષમ બને છે. તે સાસરે રહીને પણ પોતાનાં માતા-પિતાનું ધ્યાન રાખે છે. દીકરો પરણી ને વહુ આવતા માતાપિતાથી અલગ થઈ જાય છે, પરંતુ દીકરી સાસરે રહીને પણ માતાપિતાની કાળજી રાખવાનું ભુલતી નથી.

અત્યારના સમયમાં દીકરીઓ શું નથી કરી શકતી અત્યારે દરેક ક્ષેત્રમાં તે પુરુષ સમોવડી બનીને કાર્યરત છે. માત્ર કાર્યરત નહીં પણ સર્વશ્રેષ્ઠ સાબીત થાય છે, તો પછી દીકરા-દીકરીમાં ભેદભાવ સાથી? આપણા દેશની સંસ્કૃતિ જ એટલી ધનાઠય છે કે તે આપણને કદી દીકરીઓની અવગણના કરવાનું કે તેમના ચારિત્રને દાગ લગાવવાનું નથી શખવતી. આપણી સંસ્કૃતિ તો હમેશાં દિકરીઓનું સન્માન કરવાનું શીખવે છે. આપણા દેશની દીકરીઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, ઇન્દિરા ગાંધી, અહલ્યાબાઈ, સાવિત્રી દેવી ફુલે, કલ્પના ચાવલા જેવી મહાન વિભૂતિઓ થઈ ગઈ જેના કાર્યોથી આપણે સૌ વાકેફ જ છે.

જો અત્યાર ની વાત કરીએ તો ટેસી થોમસ(મિસાઇલ વુમન) નંદિની હરિનાથ (ઇસરો), મૌમીતા દત્તા (માર્સ મિશન), રીતુ કરિયાલ (રોકેટ વુમન ઓફ ઇન્ડિયા), મીનલ સમ૫થ(માર્સ મિશન), અનુરાધા ઘાટીકે (ઇસરો) આ બધી જ મારા ભારત દેશની દીકરીઓ છે અને એમને એવું કામ કરેલ છે ક, તેમણે ભારત દેશની શાન વધારવામાં ચાર ચાંદ લગાવ્યા છે. તે દીકરીઓ ભારત દેશનું ગૌરવ છે. તેમના માટે કહેવાનું મન થાય છે કે- ”યે હે ભારત કી બેટી, સબસે ન્યારી, સબ પે ભારી, યે હે ભારત કી બેટી.” દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર.

દીકરી તો ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. ભગવાન સૌ કોઈને ત્યાં દીકરી નથી આપતા દીકરી તો કઈ જન્મના પુણ્ય ફળ છે. પુણ્યશાળી માતા-પિતાને ત્યાં દીકરી જન્મ લે છે. સૌ કોઈના નસીબમાં દીકરી નું સુખ નથી હોતુ. તો એવા અમુલ્ય રત્નને જન્મ આપી સારૂ શિક્ષણ અને સારા સંસ્કારોનું સિંચન કરી એટલી સક્ષમ બનાવીએ કે તે પોતાના પગ પર ઊભી રહી દેશ દુનિયામાં પોતાનું નામ રોશન કરે.

દીકરી તો પિતાના હૃદયના ધબકાર સમાન છે. જીવનમાં ક્યારે તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુઃખો થી ઘેરાયેલી અનુભવો ત્યારે તમારી દિકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો, તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો, ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત  શાંતિની અનુભૂતિ થશે. દીકરી તો મા બાપનો શ્વાસ છે જે લીધા વગર પણ ન ચાલે, અને સમય આવે છોડયા વગર પણ ન ચાલે.

ઈશ્વરે દીકરીનું સર્જન કરી માતા-પિતા ૫ર ઉપકાર કર્યો છે. દીકરી નો પોતાના માબાપનો પ્રેમ પ્રારંભથી લઇને અંત સુધી એક જ સરખો હોય છે. દીકરી જગતના કોઈ પણ ખૂણે જશે પણ તે મા બાપના હૃદયથી ક્યારે દૂર જતી નથી. દીકરી સાથેના માતા પિતા ના વ્હાલ ના તાંતણા કરી તૂટતા નથી. દીકરી જ સચ્ચાઈ છે દીકરો કયારેક ભ્રમ સાબિત થાય છે. માટે જ કેટલાક તત્વચિંતકો એ કહ્યું છે કે,

”માતા-પિતાનું વહાલસોયુ રતન છે દીકરી
એક અવતારમાં બે કૂળ ઉજાળનાર છે દીકરી
નારીના નવલા રુપ ધરનારી છે દીકરી
સહુને માટે પારકી થાય છે દીકરી
તોય સ્નેહની સરવાણીમાં ભીંજવે છે દીકરી
જાણે ઉછળતો વહાલનો દરિયો છે દીકરી
ઈશ્વરનું અદભુત સર્જન છે દીકરી”

વળી, દીકરી એટલે વહાલનો દરિયો, ઘરનો આનંદ, સ્નેહની પ્રતિભા, તુલસીનો ક્યારો, આત્મજા, સમજણનું સરોવર, ઘર નો ઉજાસ અને કુદરત તરફથી મળેલી એક અણમોલ ભેટ.

આજ રીતે દીકરીને જેટલી ઉપમા આપો એટલી ઓછી છે. દીકરી એ આપણા સૌની એવી પૂંજી છે કે તે ગમે ત્યારે મુશ્કેલીના સમયે આવીને આપણી મુશ્કેલી પલકવારમાં દૂર કરી શકે છે, કેમકે તે પોતાના માતા પિતા પ્રત્યેનો પ્રેમ અને કર્તવ્ય કદી ભૂલતી નથી. તે એટલી આત્મીય અને સાહસી છે કે તે માતા-પિતાની સંકટની ઘડીની ચાવી સમાન છે. આમ, માતા-પિતાની જીવવાની ઝંખનાને પ્રજ્જવલિત રાખતી જ્યોત એટલે દીકરી.

લેખક:- પંચાલ નીતાબેન જેયંતીલાલ, શિક્ષક, પ્રાથમિક શાળા ઉંચામાળા તા.વ્યારા  જી.તાપી 

દીકરી ની વ્યાખ્યા શું છે?

લાગણીનો મીઠો અહેસાસ એટલે દીકરી. દીકરી એટલે વહાલનો દરિયો, દીકરીની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે દીકરી શબ્દ જ એટલો બઘો પ્રેમાણ છે. માત્ર દીકરી શબ્દ સાંભળતાં જ હૈયામાંથી વ્હાલની લાગણી આ૫મેળે છલકાઇ જાય.

૫િતા દીકરી ૫હેલો પ્રેમ – શા માટે ?

નાન૫ણથી જ દીકરીએ દરેક કાર્યમાં પોતાના પિતાને જ આદર્શ માન્યા હોય છે. દરેક પિતાને ૫ણ તેને દીકરી પ્રત્યે અનહદ પ્રેમ હોય છે. તેથી જ કહેવાય છે કે, પિતા દીકરા નો પેહલો હીરો હોય છે પણ દીકરી નો તો પેહલો પ્રેમ હોય છે.

  1. ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા
  2. સમયનું મહત્વ નિબંધ 
  3. માતૃભાષા નું મહત્વ નિબંધ
  4. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  5. જળ એ જ જીવન નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો દીકરી ઘરની દીવડી નિબંધ (dikri ghar ni divdi essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આ લેખ આ૫ને દીકરી ઘરની દીવડી, દીકરી વ્હાલનો દરિયો જેવા નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment