Advertisements

ચોમાસુ નિબંધ | Chomasu Nibandh in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
ચોમાસુ નિબંધ, Chomasu Nibandh in Gujarati, monsoon essay in gujarati, મોસમનો પહેલો વરસાદ  નિબંધ, વર્ષાઋતુ નિબંધ
Advertisements

થોડાક સમય ૫હેલાં જ મેઘરાજાની પધરામણી થઇ અને આ ચોમાસાની મોસમનો પહેલો વરસાદ ઘરા ૫ર ૫ડયો. હજુ તો એ વાતને થોડાક દિવસો થયા છે એટલામાં તો વૃક્ષો અને વનોમાં નવો પ્રાણ ફુટી નિકળ્યો હોય એમ લીલાછમ બની ગયા છે. ત્યારે ચાલો આજે આ૫ણે ૫ણ ચોમાસાની મોસમનો પહેલો વરસાદ કે ચોમાસુ નિબંધ લેખન (chomasu nibandh in gujarati) કરીએ.

ચોમાસુ નિબંધ (chomasu nibandh in gujarati)

”પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
જાણે મોસમનો પહેલો વરસાદ થયો રામ…”

ઉનાળાની બળબળતી અને અકળાવી નાખતી ગરમી પછી જ્યારે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હોઈએ એ વર્ષાની પધરામણી થવાની હોય ત્યારે વાતાવરણ ખરેખર માણવા લાયક હોય છે. એક તરફ ધૂળની ડમરીઓ ઊડતી હોય વાદળોએ આકાશમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યુ હોય અને તેમના ગડગડાટ સાથે બધાને જાણે કહેતો હોય કે હવે તમારી આતુરતાનો અંત આવવાનો છે. વરસાદની બુંદ પહેલીવાર ધરા પર પડવાથી મીઠી-મધુરી મહેક વાતાવરણમાં પ્રસરી જાય છે. આકાશ ધરાને વહાલ કરી રહ્યો હોય એવું નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે.

નાના, મોટા, બાળકો, વૃદ્ધો મોટેરાઓ, પશુ-પંખી બધા જ વરસાદમાં પલળવાનો આનંદ લે છે.

”કેટલાકને વરસાદ ભીંજવે છે
 તો કેટલાકને સ્પર્શે છે”

મોસમનો પહેલો વરસાદ નિબંધ

નાના બાળકો હોડી બનાવી વરસાદને કારણે બનતા નાના ખાબોચિયા કે વહેતા પાણીમાં વહેવડાવવાનો આનંદ લે છે ત્યારે પહેલા ધોરણની કવિતા ખાસ યાદ આવે છે.

”ચાલો ચાલોને રમીએ હોડી હોડી”

પ્રકૃતિનો આશીર્વાદ પામીને ખેડૂત ખુશ થઈને હળ જોડી પોતાના ખેતરે નીકળી પડે છે. ખેતરમાં અનાજ વાવે છે. પ્રકૃતિ તેના મહેનતનું ફળ કણમાંથી મણ કરી આપે છે.

વૃક્ષો તથા નાના મોટા છોડ વરસાદમાં નાહીને તાજા થઇ જાય છે. કાચા-પાકા મકાનોના પતરા તથા કલર પર વરસાદનું પાણી પડતાં ધોવાઇને નવા દેખાવા લાગે છે. કોઈક જગ્યાએ પાણી ગળે તો પતરાળી થી ઠાંકીને માણસો સરખું કરવામાં વ્યસ્ત થતા જોવા મળે છે.

વરસાદનું પાણી જંગલોમાં પડતાં ત્યાં વનરાજી ખીલી ઊઠે છે. ધરતી પર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો આપણને વિવિધ જગ્યાએ જોવા મળે છે. ભારત દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી દેશની 80% વસ્તી ખેતી પર નિર્ભર છે. તથા ખેતીનો મુખ્ય આધાર વરસાદ છે. મોટાભાગની ખેતી વરસાદના પાણી પર નિર્ભર છે તેથી આપણા માટે વરસાદનું મહત્વ ખૂબ વધી જાય છે.

વરસાદ એ તો ઇશ્વરનું વરદાન છે. જો વરસાદ ન ૫ડે તો દુકાળની ૫રિસ્થિત સર્જાય છે. તેમજ અનાજ, ઘાસચારાની તંગી સર્જાય છે. આવા સમયે સૌથી વઘુ ક૫રી ૫રિસ્થિત જગતના તાતા ખેડૂતની થાય છેે. 

વરસાદ ૫ડયાના થોડાક દિવસો ૫છી ચારેતરફ લીલોતરી છવાઇ જાય છે. ધરતીએ લીલી સાડી ઓઢી હોય તેવું નયનરમ્ય દ્રશ્ય વરસાદ પડ્યા પછી થોડા દિવસોમાં જોવા મળે છે

મોસમનો પહેલો વરસાદ નિબંધ

મોરને વરસાદ બહુ ગમે….. તે પોતાના પીંછાં ફેલાવીને કળા કરે છે. પશુ-પંખી વરસાદમાં નાહીને ચોખ્ખા તાજા થાય છે. નદી, નાળા, તળાવ, સરોવરમાં પાણી ભરાઈ જાય છે. બધાને જરૂરિયાતનું પાણી મળી રહે છે. ચોમાસમાં દેડકા ખાસ નીકળી ડ્રાઉં ડ્રાઉં ના અવાજ સાથે વર્ષાઋતુનું સ્વાગત કરે છે. બાળકોને વર્ષાઋતુ ખૂબ જ પ્રિય ઋતુ છે.

”આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ 
ઉની ઉની રોટલી ને કારેલાનું શાક”

આમ બાળકો ગાતા ગાતા આનંદથી વર્ષાઋતુનું સ્વાગત કરે છે. વરસાદના પાણીમાં છબ છબીયા કરવાની મજા કાંઈક અનેરી હોય છે એના માટે બાળક બનવું રહ્યું.

આમ વર્ષાઋતું મનુષ્ય તથા પશુપંખી બધા જ માટે વરદાનરૂપ છે. તેમજ આ ચોમાસાના પહેલા વરસાદને માણવો એ પણ એક લ્હાવો છે, જેને ક્યારેય ચુકવુ જોઈએ નહીં.

ચાલો…. તો એને માણીએ. વરસાદ સાથે પાછા આપણે બાળક બની જઇએ અને મોસમના આ ૫હેલા વરસાદમાં ભીંજાઇને તેનું સ્વાગત કરીએ.

લેખક :- પિનાબેન પ્રવિણભાઇ ૫ટેલ, શિક્ષક, આદર્શ કન્યા શાળા સોનગઢ તા.સોનગઢ જિ.તાપી

આ ૫ણ વાંચો:-

  1. જળ એ જ જીવન નિબંધ
  2. વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો નિબંધ
  3. પર્યાવરણ નું મહત્વ નિબંધ
  4. કુદરતના હાસ્ય અને તાંડવ નિબંધ
  5. એક નદીની આત્મકથા નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો ચોમાસુ નિબંધ ( Chomasu Nibandh in Gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “ચોમાસુ નિબંધ | Chomasu Nibandh in Gujarati”

Leave a Comment