આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ:- વર્ષે 2021માં ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા, જે દરેક માટે ગર્વની વાત છે, પરંતુ હાલમાં ભારતમાં યુવા પેઢી આઝાદીની લડતને સંપુર્ણ રીતે જાણતા નથી. આજના વિદ્યાર્થીઓ શાળાકીય શિક્ષણ થકી સ્વતંત્રતા વિશે થોડુ ઘણુ જાણે છે ૫રંતુ ભારતને અઝાદી અપાવવાની સફર, મહાત્મા ગાંઘી, સરદાર ૫ટેલ, વીર ભગતસિંહ, જવાહલાલ નહેરૂ વિગેરે સ્વાતંત્રય સેનાનીઓનો ફાળો તેમનો સંઘર્ષ જેવી બાબતોથી સંપુર્ણ રીતે વાકેફ નથી.
આઝાદીની ચળવળ , ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિશે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય થાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષે એટલેકે ૨૦૨૧થી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યુ. આ ઉજવણીની શરૂઆત દેશના માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ દાંડી યાત્રાથી કરવામાં આવેલ છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી ૭૫ અઠવાડીયા સુઘી કરવામાં આવનાર છે.
પ્રસ્તાવના:-
આજે ભારતનો સમાવેશ વિશ્વના મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો થાય છે કારણ કે ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો છે જેઓ પોતાની ક્ષમતાથી સતત આગળ વધી રહ્યા છે અને દેશના વિકાસમાં મદદ કરી રહ્યા છે, પરંતુ ભારતે ખરાબ અર્થવ્યવસ્થાનો સમયગાળો ૫ણ જોયો છે જ્યારે આઝાદી બાદ ભારતનું વિભાજન થયુ, તે સમય પછી ભારતની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી, પરંતુ તેમ છતાં સતત પ્રયાસો અને દેશભક્તિના આધારે, ભારતે ફરી એક વખત તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરીને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું.
Must Read : હર ઘર તિરંગા નિબંધ
આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ:-
આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે. આઝાદી કા અમૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ છે જેનો અર્થ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત છે. મતલબ કે ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તોની આઝાદીનું એવું અમૃત કે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે. આપણા મનમાં નવા વિચારો, નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે.
આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ:-
આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની અઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતને દેશભક્તિના રંગોથી રંગવાનો છે. આ અભિયાન અંતર્ગત શાળાઓ અને કચેરીઓમાં રમતગમત, ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોસ્ટરો, બેનરો જેવા કાર્યક્રમો વડે આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહન આ૫વામાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી:-
આઝાદી કા અમૃત મહોત્સવ એ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા માટે ભારત સરકારની પહેલ છે. આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા, ભારત તેના લોકો, સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે.
Must Read : મારા સપનાનું ભારત નિબંધ
“આઝાદી કા અમૃત મહોત્સવ” ની સત્તાવાર યાત્રા 12 માર્ચ, 2021 ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી, જ્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 75 અઠવાડિયા લાંબી ઉજવણીને લીલી ઝંડી આપી હતી. આઝાદીનો આ અમૃત ઉત્સવ 15મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દેશની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનની જાગૃતિ માટે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ દિવસે 2021માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક દાંડી યાત્રા શરૂ કરી હતી જે આપણા આત્મનિર્ભરતા અને સ્વાભિમાનના પુનરુત્થાનનું પ્રતિક છે.
આઝાદી કા અમૃત મહોત્સવ ભારતના એ તમામ લોકોને સમર્પિત છે. જેમણે માત્ર ભારતની વિકાસ યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી નથી, પરંતુ તેમની અંદર એવી શક્તિ અને ક્ષમતા પણ છે, જે ભારત 2.0 ને સફળ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી ભાવનાથી પ્રેરિત આત્મનિર્ભર ભારતને સાકાર કરી રહ્યાં છે.
આઝાદી કા અમૃત મહોત્સવના સફળ આયોજન અને અમલીકરણ માટે જનભાગીદારી સાથે દેશભરમાં વિવિધ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે.લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે નાના ફેરફારો નોંધપાત્ર રાષ્ટ્રીય લાભમાં મદદ કરશે.
Must Read : રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી
સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના નામથી વિવિધ સ્વતંત્રતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઈવેન્ટ્સમાં ફોટો એક્ઝિબિશન, મૂવિંગ વાન, વિવિધ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે જે સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને દર્શાવે છે. કેટલાક સ્થળોએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પ્રદર્શનો બે ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા – મહાત્મા ગાંધીના આગમન પહેલાની આઝાદીની ચળવળ અને ગાંધીજીની આગેવાની હેઠળનો સ્વતંત્રતા સંગ્રામ.
ગાંધીજીના આગમન પહેલા, લાલા લાજપત રાય, લોકમાન્ય તિલક અને લાલ-બાલ-પાલ તરીકે જાણીતા બિપિન ચંદ્ર પાલના યોગદાનને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ સાથે અન્ય ક્રાંતિકારીઓની ચળવળમાં તેમની ભૂમિકા ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી હતી. જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ, ખુદીરામ બોઝ, વીર સાવરકર, કરતાર સિંહજી, ભીખાઇજી કામા અને એની બેસન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
ફોટો પ્રદર્શન શ્રેણીમાં, 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી ગાંધીજીનો ભારતીય રાજકારણમાં પ્રવેશ અને સ્વતંત્રતા ચળવળની નવી દિશા ખૂબ જ વ્યવસ્થિત રીતે બતાવવામાં આવી હતી. અસહકાર ચળવળ (1921) થી દાંડી સત્યાગ્રહ (1930) થી ચંપારણ સત્યાગ્રહ (1917), ખેડા સત્યાગ્રહ (1918), જલિયાવાલા બાગ હત્યાકાંડ (1919) સુધી સત્યાગ્રહ દ્વારા લડવામાં આવેલા વિવિધ સ્વતંત્રતા યુદ્ધોને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે.
આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુની શહાદતને યાદ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં સ્વતંત્રતા ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશેષ સંદર્ભ સાથે દર્શાવવામાં આવી છે તેમજ રાષ્ટ્રીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા પ્રદર્શનમાં દર્શાવવામાં આવી હતી.
ઉપસંહાર:
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉત્સવ એ છેલ્લા 75 વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતીની અનુભૂતિનો તહેવાર છે. આ તહેવાર આ૫ણને આ૫ણી છુપાયેલી શક્તિઓને ફરીથી ઉજાગર કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને રાષ્ટ્રોના સમૂહમાં આ૫ણું યોગ્ય સ્થાન પાછું મેળવવા માટે પ્રામાણિક અને ક્રિયાત્મક પગલાં લેવાની પ્રેરણા આપે છે.
પ્રશ્નોતરી:-
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન શું છે?
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ એ પ્રગતિશીલ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી કરવાની ભારત સરકારની પહેલ છે. આ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનું ૫ણ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં દરેક ઘરમાં આ૫ણો રાષ્ટ્રિય ધ્વજ તિરંગો ફરકાવવાનો છે.
આઝાદીનો અમૃત ઉત્સવ ક્યારે શરૂ થયો?
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી ‘દાંડી કૂચ’ને ફ્લેગ ઓફ કરીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આઝાદીની 75મી વર્ષગાંઠના 75 અઠવાડિયા પહેલા ઉજવણી શરૂ થઈ હતી અને 15 ઓગસ્ટ, 2023ના રોજ સમાપ્ત થશે.
- મહત્વપુર્ણ નિબંધો:-
- જળ એ જ જીવન નિબંધ
- પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
- પર્યાવરણ નું મહત્વ નિબંધ
- પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ
હું આશા રાખું છું કે તમને અમારો આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ (azadi ka amrut mahotsav essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.
Thank you for giving this information to us it’s so helpful for many students like me who will interested in this information 😊😊😊💯💯💯💜
Thank you for giving this information to us it’s so helpful for many students like me who interested in this information ☺️☺️☺️💯💯💯💜
Thanks for giving this information….🙏🤗🇮🇳