Advertisements

ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ | Internet essay in Gujarati)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ: હવા, પાણી ખોરાક અને પોષાકની સાથે મોબાઇલ અને ઇન્ટરનેટ ૫ણ જાણે જીવન જરૂરી વસ્તુઓનો અહમ ભાગ બની ગયુ છે. આજે દરેક વ્યકિત પાસે એનરોઇડ મોબાઇલ જોવા મળે છે. માટે પ્રવર્તમાન સમયમાં શિક્ષણમાં ૫ણ ઇન્ટરનેટ આઘારિત ટેકનોલોજીનો ઉ૫યોગ વઘી ગયો છે. તો ચાલો આજે આ૫ણે ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ લેખન સ્વરૂપે જોઇએ.

ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ (Internet essay in Gujarati)

જેની મદદથી વિશ્વ બધાની મુઠીમાં આવી ગયું છે એના વિષે વાત કરીએ. હા ઈન્ટરનેટનો આજે કોઈ ઉપયોગ ન કરતો હોય એવું બની જ ન શકે. નાનાથી મોટા બધા જ આજે આનો ઉપયોગ આંગણીનાં ટેરવે કરી રહ્યા છે. મુકેશભાઈ અંબાણીનાં જીઓ એ ભારતના મોબાઈલ ઇન્ટેરનેટનાં ક્રાંતિ લાવી મૂકી છે. એક કલીક પર આખા વિશ્વ સાથે જોડાઈ શકાય એવું માયાજાળ એટલે સમજો ઇન્ટેરનેટ… ચાલો એની થોડી બેઝીક માહિતી જાણીએ.

ઈન્ટરનેટ ઈતિહાસ-

ઈન્ટરનેટના ઉદભવ તરફ નજર દોડાવીએ તો ૧૯૬૦માં યુ.એસ. સરકાર દ્વારા થયેલા સંશોધનો જેવા કે તેઓ એક મજબૂત, ઓછી ખામીવાળું અને વિતરણ થયેલ એક કમ્પ્યુટર નેટવર્ક બનાવાવા માગતા હતા. ૧૯૮૦માં નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી નવા યુ.એસ. બેકબોનને ધિરાણ મળ્યું. સાથોસાથ વાણિજ્યક બેકબોન માટે ખાનગી ધોરણે ધિરાણ મળવાનું ચાલુ થયું. આ નવી તકનીકને વિકસાવવામાં વિશ્વભરમાં મોટાપાયે ભાગીદારી થઇ અને મોટા મોટા નેટવર્કોનું વિલીનીકરણ થયું. ૧૯૯૦માં થયેલ તેના વેપારીકરણને લીધે આજે તે આધુનિક સમાજના એક અગત્યના ભાગ તરીકે ઉભરી આવ્યું છે. જુન ૨૦૧૨ ના આકડા પ્રમાણે ૨.૪ અબજ થી વધુ લોકો આજે ઈન્ટરનેટની વિવિધ સેવાનો ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ
ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ

ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં વપરાશકાર વિવિધ ચેનલથી માહિતીની આપ-લે છે. જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક (જોડાયેલ) કોમ્પ્યુટરની મેમરીમાં લઇ શકે છે. આ જ કનેક્શનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ માહિતી અન્ય જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટાભાગની માહિતી ઇન્ટર-લિન્ક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (WWW) સ્વરૂપે છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉસરની મદદથી વિવિધ માહિતીની આપ-લે કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇ-મેલ, ઓનલાઇન ચેટ, ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગ(વહેચણી) વિગેરે નો સમાવેશ થાય છે.

ઇન્ટરનેટમાં અંદરો-અંદર જોડાયેલ કોમ્પ્યુટરો જેને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે તેની મદદથી માહિતીની આપ-લે થાય છે. ઈન્ટરનેટ કમ્પ્યુટરોને એકબીજા સાથે જોડવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ(TCP/IP)ના ધોરણોની મદદ લે છે આ દ્વારા આજે તે વિશ્વમાં અબજો વપરાશકર્તાઓ ને ઈન્ટરનેટની સેવા પૂરી પાડે છે. ઈન્ટરનેટ દુનિયામાં રહેલા ખાનગી, જાહેર, શૈક્ષણિક, વ્યાપારી અને સરકારી નેટવર્કોને વૈશ્વિક રીતે સમાવે છે.

INTERNETનો ઉપયોગ :-

મોટેભાગેના આપના પરંપરાગત સંચાર માધ્યમો જેવાકે, ટેલીફોન, સંગીત, ફિલ્મ અને ટેલીવીઝન;મોબાઈલ વગેરેને આજે ઈન્ટરનેટના કારણે તેઓને નવો ઓપ મળ્યો છે તે માટે ઈન્ટરનેટની સેવા જેવી કે, વોઈસ ઓવર IP (VoIP) અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીવિઝન (IPTV) નો સમાવેશ થાય છે. નેટવર્કિંગ આપીને માનવ ક્રિયા-પ્રતિક્રિયાને નવું સ્વરૂપ આપ્યું છે. ઓનલાઈન શોપિંગથી આજે ખરીદી ૨૪ કલાક માટે ઉપલબ્ધ બની છે. ઓન-લાઈન બેન્કિંગથી પૈસાની લેવડ દેવડ સહેલી બની છે.

G PAY, PHONE PAY, BHEEM જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરી ૨૪ કલાક તમે પૈસાની લેવડ દેવડ કરી શકો છો. કેશલેશ ભારત બની ગયું છે આજે તમે કયો વ્યવહાર કરો છો કેશલેશ કે રોકડ? આજે ઘર બેઠા આપણે આખા વિશ્વને જોઈ શકીએ છીએ અને આપણા વિચારો, વાણી, કલાકારી, ધંધો કરી શકીએ છીએ. YOUTUBE નાં માધ્યમથી વિડીઓ સ્વરૂપે આપણે બધી માહિતીને આપલે કરી શકીએ છીએ. WHTSAPP, FACEBOOK, MAIL જેવા માધ્યમથી આપણે એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ. VIDIOE CALL જેવી સુવિધાથી દેશ વિદેશના લોકોને રૂબરૂ મુલાકાત કરી હોય એવો અહેસાસ કરી શકીએ છીએ.

વિકિપીડિયા, GOOGL, YAHOO જેવા વેબ બ્રાઉઝરથી કોઇપણ માહિતી આપણે પોતે જાણી શકીએ છીએ અને લોકો સુધી પહોચાડી શકીએ છીએ. કોઇપણ અજાણી જગ્યાની મુસાફરી કરતી વખતે GOOGLE MAP પર જઈને આપણે કોઇપણ જગ્યાની મુસાફરી કરી શકીએ છીએ.વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણ સરળતાથી મેળવી શકે છે. આ સિવાય મનોરંજન માટે રમતો, ગીતો, ફોટોશોપનો લોકો ઉપયોગ સરળતાથી કરી રહ્યા છે, તમે નેટનો ઉપયોગ ક્યા કરો છો?

ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ
ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ

હાલ ભારતમાં 4G સ્પીડનું ઇન્ટેરનેટ ચાલે છે. અને જુદી જુદી ટેલીકોમ કંપનીઓ જુદા જુદા પ્લાન TRAI(TELECOM REGULATORY AUTHORITY OF INDIA)નાં નિયમ મુજબ આપે છે. ટૂંક સમયમાં જ ભારતમાં 5g નેટ આવશે. 5g મોબાઈલ ફોન તો બજારમાં આવી જ ગયા છે. 3g, 4G, 5G વિષે તો તમે જાણતા જ હશો. નેટની સ્પીડ KB, MB, GB જેવા એકમોમાં મપાય છે.

કોઇપણ ચીઝ વસ્તુઓનાં લાભ હોય એમ ગેરલાભ પણ હોઈ જ શકે છે ચાલો ફાયદા જાણયા એમ આપણે થોડા ગેરલાભો જાણીએ.

INTERNETનાં ગેરલાભ-

અતિની કોઈ ગતી નથી. એમજ internetનો અતિશય ઉપયોગ માણસને પરાવલંબી બનાવી દે છે. બૌધિક શક્તિ ઘટે છે. હાલ ઇન્ટેરનેટ ચલાવું સરળ બન્યું છે જેના કારણે બાળકો અભ્યાસ બગાડીને નેટ પાછળ પાગલ થયા છે. નેટનાં સતત ઉપયોગથી આંખો બગડે છે. ઊંઘ પણ બગડે છે. હાલ રોજનું ૧…૨..3.. gb નેટ બધાના ફોનમાં હોય છે એને પૂરું કર્યા વગર લોકો ઊંઘતા નથી જેના કારણે એમને internetનું વ્યસન થી ગયું છે.

એક મિનીટ માટે પણ ફોન બાજુમાં મૂકી શકતા નથી. પોતાના અન્ય કામોમાં ધ્યાન પણ લોકો ઉછું આપે છે જેના કારણે શારીરિક રીતે પણ નબળાઈઓ આવ્યા લાગી છે. બીભત્સ, અસ્લીલતાનો વ્યાપ નેટનાં કારણે વધ્યો છે જેના લીધે માનસિક વિકૃતિઓ પેદા થયેલ જોવા મળે છે. નેટ પાછળ પાગલ થયેલ લોકો પૈસો, સમય, ધંધો, શરીર બધું આડકતરી રીતે બગાડી રહયા છે. ઇન્ટરનેટનો સદુપયોગ ન કરવામાં આવે તો યુવાપેઢી માટે તે શેતાન સમાન થઈ બનશે.
યાદ રાખો મોબાઈલમાં internet ફ્રી છે, તમેં નહી.

ચાલો મિત્રો…. internet તમારા માટે વ્યસન રૂપ ન બને પણ ઉપયોગી બને એજ સાથે સૌને મહાદેવ હર. ફરી મળીશું નવા વિષય – વ્યસન મુક્તિ નિબંધ સાથે.

લેેેેખક: Vir raval “લંકેશ” એક શિક્ષક

Must Read :

  • માતૃભાષામાં શિક્ષણ નિબંધ 
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ
  • પ્લાસ્ટિક મુક્ત ભારત નિબંધ
  • વિજ્ઞાનનું મહત્વ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ (internet essay in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી મિત્રોને ઈન્ટરનેટ ના લાભાલાભ નિબંધ (internet na labha labh nibandh in gujarati) લેખન માટે ૫ણ ઉ૫યોગ બનશે. આવા વિવિધ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “ઈન્ટરનેટ ની માયાજાળ નિબંધ | Internet essay in Gujarati)”

  1. ઓનલાઈન થઈ રહેલો વિશ્વ પર નિબંધ લખીને મોકલજો

Leave a Comment