Advertisements

ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ | advantages and disadvantages of television in Gujarati (PDF)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

આજના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીના સાઘનો જેવા કે મોબાઇલ, ટેલીવિઝનનો ઉ૫યોગ વઘી રહયો છે. આજે આ૫ણે advantages and disadvantages of television in Gujarati (ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ) લેખન કરીશું. ટેલિવિઝન નિબંધ (television essay) અથવા તો ટેલિવિઝન ના લાભાલાભ વિશે ઘણીબઘી ૫રીક્ષાઓમાં નિબંધ લેખન કરવાનો થાય છે. ત્યારે તમને અમારો આ લેખ ખૂબ જ ઉ૫યોગી થશે.

ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ (Television na labha labh Essay in Gujarati)

પ્રસ્તાવના :-

            મિત્રો, આપણે સૌએ ગુજરાતીમાં એક કહેવત તો સાંભળી જ હશે કે, “જરૂરિયાત એ શોધખોળની જનેતા છે”. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે, ત્યાંથી જ તેની શોધખોળની શરૂઆત થાય છે. આવી અનેક શોધખોળ માટે ઓગણીસમી સદી અને વીસમી સદી ખૂબ જ યાદગાર રહી છે. ઓગણીસમી સદીની અનેક શોધોમાંની એક શોધ એટલે “ટેલિવિઝન”.

ટેલિવિઝનની શોધ અને તેનો ઈતિહાસ :-

            ટેલિવિઝનની શોધ ઈ.સ. ૧૯૨૬માં બી. બાયર્ડ નામના વ્યક્તિએ ટેલિવિઝનની શોધ કરી હતી. તેની આ શોધના કારણે માનવીનું જીવન ઘણું જ આરામદાયક અને સુખ સગવડ ભર્યું બન્યું છે. શરૂઆતના ટેલિવિઝન ફક્ત બ્લેક એન્ડ વાઈટ આવતા હતા, તેમજ તેની સાઈઝ પણ ખુબ જ મોટી આવતી હતી. તે સમયે તેની પાછળ થતો સંશોધન ખર્ચ તેમજ ટેકનોલોજીમાં થતા ફેરફારના કારણે ટેલિવિઝન ખરીદવા ખૂબ જ ખર્ચાળ હતા. તેથી દરેક વ્યક્તિને ટેલિવિઝન વસાવવું પોસાય તેમ નહોતું. પરંતુ સમયાંતરે તેમાં થયેલા સંશોધન તેમજ સતત થઈ રહેલા ટેકનોલોજીકલ ફેરફારને  કારણે રંગીન ટેલિવિઝન ની શોધ થઈ.

ત્યારબાદ ધીરે ધીરે તેની સાઈઝમાં પણ ઘટાડો થવા લાગ્યો અને અત્યારે આપણે જે જોઈએ છીએ તે ટેલિવિઝન ક્ષેત્રની સૌથી અદભુત શોધ છે. આપણને એક નાનકડી પેનલમાં આખી દુનિયા ફીટ કરીને આપી દેવામાં આવી છે. તેના દ્વારા આપણે આપણા ઘરે બેઠા બેઠા જ દેશ અને દુનિયાની ખબરથી માહિતગાર થઇ શકીએ છીએ. છેક બ્લેક એન્ડ વાઈટ થી શરૂ કરેલી ટેલિવિઝનની આ સફર સ્માર્ટ ટીવી અને સેટેલાઈટ ટીવી સુધી પહોંચી ગઈ છે.

Must Read: મોબાઇલ ફોન વિશે માહિતી

टेलीविजन का अपना एक जमाना था,
बच्चे, बूढ़े, जवान, सबको बनाया दीवाना था ।
जब टीवी पर रामायण शुरू हो जाता था,
सड़को पर मानो सन्नाटा छा जाता था…. ।

  આ એ સમયની વાત છે, જ્યારે આખા ગામમાં ભાગ્યે જ કોઈ એક કે બે વ્યકિતના ઘરે ટેલિવિઝન હતા. તે સમયે જેના ઘરે ટેલિવિઝન હોય તેના ઘરે રામાયણ શરૂ થવાના સમયે જાણે મેળો ભરાયો હોય તેવું લાગતું હતું. રામાયણ શરૂ થવાના થોડાક સમય પહેલેથી જ દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યા શોધી લઈ અને બેસી જતા. પછી ઠંડી – ગરમી કંઈ જ દેખાતું નહીં. દેખાતું તો માત્ર નજર સામે ટેલિવિઝન અને તેના પર ચાલી રહેલું ચલચિત્ર. આવી હતી ટેલિવિઝનની લોકપ્રિયતા.

ટેલિવિઝનના ફાયદા (Advantages of Television in gujarati):-

            ટેલિવિઝનની શોધ એ ખરેખર કહીએ તો એક વરદાનરૂપ સાબિત થઈ છે. ટેલિવિઝન દ્વારા ઘરે બેઠા બેઠા જ દેશ અને દુનિયાના સમાચાર મેળવી શકાય છે. જ્યારે ટેલિવિઝન ન હતા ત્યારે કોઈ ખબર એક રાજ્ય થી બીજા રાજ્ય સુધી પહોંચાડવા માટે ઘણો સમય લાગી જતો હતો. પરંતુ આજે ટેલીવિઝનના માધ્યમથી તે જ કામ મીનીટોમાં થઈ જાય છે. કોઈ એક દેશમાં બનેલી ઘટના થોડા જ સમયની અંદર દુનિયાના દરેક ખૂણે બેઠા બેઠા જોઈ શકાય છે.

ટેલિવિઝન દ્વારા ઘણી આધ્યાત્મિક સીરીયલો લોકો સમક્ષ આવી. જેના કારણે લોકોના આધ્યાત્મિક જ્ઞાન માં વધારો થયો. નાના બાળકોના મનોરંજન માટે કાર્ટુન તેમજ તમને સારી અને ખરાબ બાબતો વચ્ચેનો ભેદ સમજાવવા માટે શક્તિમાન જેવી સિરિયલો આવતી. જે બાળક ઘરના વડીલોનું ના માનતો હોય તે બાળક પણ ટેલિવિઝનમાં જોયેલી વાત તરત જ માની લે, અને તે પ્રમાણેનું જ વર્તન કરે.

કોરોના જેવી મહામારીમાં ટેલિવિઝને ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. જ્યારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ થયો, વિદ્યાર્થીઓના શાળાએ જવા પર પ્રતિબંધ થયો અને શાળાઓ બંધ થઈ, તેવા સમયે ટેલિવિઝન એકમાત્ર માધ્યમ હતું જેના દ્વારા બાળકો એ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને આવી મહામારીમાં પણ પોતાનું ભણતરનું અમૂલ્ય વર્ષ બચાવી શક્યા. આમ ટેલિવિઝનની શોધ એ દરેક વયજૂથના વ્યક્તિ માટે એક વરદાનરૂપ સાબિત થઈ. પરંતુ કહેવાય છે ને કે, “દરેક સિક્કાની બે બાજુ હોય છે” તેવી રીતે ટેલિવિઝનની શોધની પણ બીજી બાજુ છે, જે ચિંતા કરવા પર મજબુર કરી દે તેવી છે.

Must Read: કમ્પ્યુટર શું છે

ટેલિવિઝનના ગેરલાભ (disadvantages of in television):-

 ટેલિવિઝન ની શોધના જેટલા ફાયદા છે, તેટલા જ ગેરફાયદા પણ છે. ટેલિવિઝન આવવાના કારણે ઘરના વ્યક્તિઓને અપાતો ફ્રી સમય, ઘરના સભ્યો ના બદલે હવે ટેલિવિઝન ને અપાવા લાગ્યો. ટેલિવિઝન દ્વારા પ્રસરી રહેલી અશ્લીલતાના કારણે બાળકોના માનસ પટ પર તેની વિપરીત અસર થવા લાગી અને ધીરે ધીરે સંસારમાં પણ અશ્લીલતા ફેલાવા લાગી.

સતત ટેલિવિઝન સામે બેસી રહેવાના કારણે બાળકોમાં આંખોની નબળાઈ આવવી, શારીરિક સ્થૂળતા તેમજ સતત ઘોંઘાટમાં રહેવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવવા લાગ્યું. સીરીયલ અને ચલચિત્રોના કારણે જ્યાં ભાઈ ભાઈ પર વિશ્વાસ કરતો હતો તેના બદલે હવે તેને શંકાની નજરે જોવા લાગ્યો. એક જ ઘરમાં સાસુ વહુ સંપીને રહેતા હતા, તેના બદલે અલગ અલગ રહેવા લાગ્યા. પરિણામે સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબની શરૂઆત થઈ. લોકો છૂટા પડવા લાગ્યા, કુટુંબો વિખરાવા લાગ્યા અને સમાજ અધ:પતન તરફ જવા લાગ્યો.

Must Read: ઇન્ટરનેટ એટલે શું

ઉપસંહાર :-

આમ દરેક શોધ જેટલી વરદાન રૂપ હોય છે, તેટલી જ અભિશાપરૂપ પણ બની જતી હોય છે. જો તેનો ઉપયોગ સમજદારી પૂર્વક અને વિવેક પૂર્વક ન કરવામાં આવે તો તે સંસાર માટે ખતરો સાબિત થતી હોય છે. ટેલિવિઝન પણ એવી જ એક શોધ છે. જો તેનો વિવેકપૂર્ણ અને સમજદારી ભર્યો ઉપયોગ કરવામાં આવે, તો તે માનવજાત માટે એક આશીર્વાદરૂપ છે. પરંતુ તેનો વણજોઈતો ઉપયોગ એ સમય, પૈસા અને સંબંધોમાં બરબાદી સર્જી શકે છે. તેથી હવે આપણે બધાએ જાતે જ નક્કી કરવાનું છે, કે ટેલિવિઝન ની શોધ માનવજાત માટે આશીર્વાદ છે કે પછી અભિશાપ.

લેખક :- “નિષ્પક્ષ”  (પુષ્પક ગોસ્વામી) ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

હું આશા રાખું છું કે તમને અમારો ટેલિવિઝન ના લાભાલાભ નિબંધ (advantages and disadvantages of television in Gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment