ભગવાન શ્રીરામ એ હિન્દુ ધર્મના મહાન પાત્રોમાંથી એક છે. તેમને શ્રીરામ, મારુતિરામ, અને રામચંદ્રજીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ ભગવાન વિષ્ણુના સાતમો અવતાર છે. શ્રીરામને સીતાના પતિ, લક્ષ્મણના ભાઈ, અને હનુમાનના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. રામચન્દ્રજીના જીવનની વાતો મહાકાવ્ય “રામાયણ”માં સમાયેલ છે.
શ્રીરામનો જન્મ અને પરિચય
વિષય | વિગતો |
---|---|
નામ | શ્રી રામ (ભગવાન શ્રી રામ) |
અન્ય નામો | રઘુનંદન, માર્યાદા પુરુષોત્તમ, દશરથિ, સીતાપતિ, કોડંડપાણી |
જન્મ તારીખ | ત્રેતાયુગ (સંપૂર્ણ તારીખ પરંપરા પ્રમાણે જુદી-જુદી હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે ચૈત્ર માસની નવમી તિથિ પર જન્મોત્સવ માનવામાં આવે છે) |
જન્મ સ્થળ | અયોધ્યા, કોશળ દેશ (આજના યુપી રાજ્યમાં) |
પિતા | અયોધ્યાના રાજા દશરથ |
માતા | રાણી કૌસલ્યા |
બહેન-ભાઈ | ભરત, લક્ષ્મણ, શ્રતૃઘ્ન |
પત્ની | સિતા (જાનકી, મિથિલાના રાજા જનકની પુત્રી) |
બાળકો | લવ અને કુષ (સીતાના પુત્રો) |
મુખ્ય ઘટનાઓ | 1. અયોધ્યામાં જન્મ. 2. સિતાના સાથે લગ્ન. 3. 14 વર્ષનો વનવાસ. 4. રાવણ દ્વારા સીતાનું અપહરણ. 5. રાવણ સાથે યુદ્ધ (રામાયણ). 6. અયોધ્યામાં પરત ફર્યા અને 7. રાજા તરીકે સત્તાવાર રીતે સમર્પિત થયા. |
મુખ્ય દુશ્મનો | રાવણ, સુર્પણખા, મરીચા, ખરા |
દૈવી ગુણ | – ભગવાન વિશ્વનો સાતમો અવતાર. – સદગુંણાઈ, ધર્મ અને આદर्श રાજાશાહીનું પ્રતિક. |
હથિયારો | – ધનુષ (કોડંડ). – બાણ (જે સદાય વિપ્રિતા અને દુશ્મનોને નાશ કરી શકે છે). |
પવિત્ર ગ્રંથો | રામાયણ (સંત વાલ્મીકિ દ્વારા લખાયેલ) અને તુલસીદાસનું રામચરિતમાનસ અને અન્ય વૈકલ્પિક વર્ણનો. |
આત્મિક મહત્વ | – આદર્શ પુરુષ અને ધર્મના સિદ્ધાંતોનું પ્રતિરુપ. – સત્ય, કૃત્ય અને ન્યાયનું પ્રતીક. |
મૃત્યુ / departure | સરયૂ નદીના ગુપ્તર ઘાટ પર જલ સમાધિ લીધી. |
ઉત્સવો | – રામ નવમી: તેમના જન્મનો ઉત્સવ. – દીવાળી: રાવણને પરાજય આપીને અયોધ્યામાં પરત ફરવાના દિવસે ઉજવવામાં આવે છે. |
શ્રીરામનો જન્મ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌસલ્યાના ધરે થયો હતો. તેઓ માતા કૌશલ્યાના એકમાત્ર પુત્ર હતા . બાળપણથી જ, ભગવાન શ્રીરામ ખૂબ જ દયાળુ અને નમ્ર હતા, અને તેમના પિતાની સૌથી નજીક હતા. અથવા એમ કહો તો પણ ચાલે કે ભગવાન શ્રીરામ અને તેમના પિતા રાજા દશરથના જીવ એક જ હતા માત્ર ખોળીયા જુદા હતા. અને એ જ રાજા દશરથની નબળાઈ હતી. રાજા દશરથ એક પણ ક્ષણ માટે રામને પોતાની નજરથી દૂર રાખવા માંગતા ન હતા.
એથીય વિશેષ સાવકી માતા હોવા છતાં, રાણી કૈકેયીએ રામને સૌથી વધુ સ્નેહ અને પ્રેેમ આપ્યો હતો. તેમના માટે તેની ત્રણેય માતાઓ સમાન હતી. સૌથી મોટા હોવાને કારણે, તેમણે તેમના બધા નાના ભાઈઓની ખૂબ કાળજી લીધી.
ભગવાન શ્રી રામનું શિક્ષણ ગુરુ વશિષ્ઠના આશ્રમમાં પૂર્ણ થયું હતું. ભગવાન રામ બાળપણથી જ ખૂબ બહાદુર હતા. તેમણે બાળપણથી જ પોતાની બહાદુરીનો બતાવવાનો ક્રમ શરૂ કરી દીધો હતો. કેટલાક રાક્ષસો ઋષિમુનિઓને તપસ્યા કરવામાં અડચણ કરતા હતા અને હેરાન પરેશાન કરતા હતા તેવા અનેક રાક્ષસોનોતેમણણે સંહાર કર્યા અને સૌથી મહત્વપુર્ણ કે તેમણે મહાન શક્તિશાળી લંકાના રાજા રાવણને મારી માતા સિતાને મુકત કરાવ્યા.
માતા સીતાનો સ્વયંવર
એકવાર મહર્ષિ વિશ્વામિત્ર ભગવાન રામ અને લક્ષ્મણને સાથે લઈને મિથિલા આવ્યા હતા. રાજા જનક તેમની પુત્રી સીતા માટે સ્વયંવરનું આયોજન કરી રહ્યા હતા. તે એક સ્પર્ધા હતી, જ્યાં મોટા ભાગના સંભવિત વરરાજા રાજકુમારીને જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હતા. રાજા જનક, જે તે સમયે મિથિલાના રાજા હતા, ભગવાન શિવના સૌથી મોટા ભક્ત હતા, તેમણે શિવનું ધનુષ્ય ભેટમાં મેળવ્યું હતું.
સ્વયંવની શરત એવી હતી કે જે કોઈ આ વિશાળ ધનુષ્યને ઉઠાવી શકે કે ખસેડી શકે, તે જ રાજકુમારી સીતા સાથે લગ્ન કરી શકે, પરંતુ અનેક રાજાઓએ કોશશ કરવા છતાં કોઇ રાજા આ પરાક્રમ કરી શક્યા નહીં.
રાજા જનક ખૂબ જ ચિંતિત હતા કે શું આ પૃથ્વી પર કોઈ એવો બહાદુર પુરૂષ છે કે જે મહાદેવના ધનુષને તેની જગ્યાએથી ખસેડી શકે. મહાદેવના પ્રખર ભક્ત એવા અત્યંત શક્તિશાળી લંકાપતિ નરેશ રાવણ પણ આ ધનુષ્ય સહેજ પણ હલાવી શકયા નહી.
એવા સમયે, ભગવાન શ્રી રામ જનકના દરબારમાં આવે છે, સમગ્ર વાતાવરણ તેમના તેજથી પ્રકાશિત થઇ જાય છે. ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી, ભગવાન એક ક્ષણમાં ધનુષ્ય ઉપાડી લે છે. તેમના સ્પર્શથી જ ધનુષ તૂટી જાય છે. આ રીતે શ્રી રામ સ્વયંવરની શરત પૂરી કરે છે અને માતા જાનકી તેમને પસંદ કરે છે.
ભગવાન રામનો વનવાસ
સીતા માતા સાથે ભગવાન રામના લગ્ન પછી, રાજા દશરથે તેમને અયોધ્યાના રાજા બનાવવાનું નકકી કર્યુ હતુ. તેમની સાવકી માતા કૈકેયીએ રામના બદલે તેમના પુત્ર ભરતને રાજા બનાવવા અને રામને 14 વર્ષ માટે વનવાસમાં મોકલવા વચન માંગી લીધી. રાજા દશરથ પોતાની વચનથી બંધાયેલા હોવાથી તેમણે આ બધું પોતાના હૃદય પર પથ્થર રાખીને કરવુ પડયુ. ભગવાન રામ તેમની પત્ની અને નાના ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ માટે ગયા.
ભગવાન રામ દ્વારા રાવણનો વધ
આ એપિસોડની શરૂઆત સુપંખાનું નાક કાપવાથી થાય છે. પોતાની બહેનના અપમાનથી રાવણ એટલો ગુસ્સે થયો કે તેણે સીતાનું અપહરણ કરીને બદલો લેવાનું નક્કી કર્યું. જે રીતે રાવણ સીતાને લઈ જઈ રહ્યો હતો, તે જ સમયે ભગવાન રામના ભક્તોમાંના એક જટાયુએ પોતાની તમામ શક્તિથી રાવણ સાથે યુદ્ધ કર્યું. જો કે, રાવણે તેની પાંખો કાપી નાખી અને જટાયુ ખરાબ રીતે ઘાયલ થઈને જમીન પર પડી ગયો. રાવણ માતા સીતાને તેના રાજ્યમાં લઈ ગયો, જેને લંકા કહેવામાં આવે છે.
સમુદ્ર પર રામ સેતુનું નિર્માણ
ભગવાન રામે તેમના વાનર ભક્તો અને હનુમાન સાથે લંકા રાજ્ય સુધી પહોંચવા માટે દરિયાઈ માર્ગ પસંદ કર્યો. રામ ભક્ત હનુમાન, નલ અને નીલ નામના વાનરોએ લંકા ટાપુ સુધી પહોંચવા માટે ભગવાન રામનું નામ લખીને તરતા ખડકોનો ઉપયોગ કરીને સમુદ્ર પર રામ સેતુનું નિર્માણ કર્યું. તે રામસેતુ પૂલ આજે પણ છે.
રાવણ ભગવાન રામને પડકારે છે
ભગવાન રામને તેને હરાવવા અને સીતાને લઈ જવા માટે રાવણ પડકાર આપે છે. સચ્ચાઈને જીવંત રાખવા માટે, તેઓએ રાવણના ભાઈ, વિશાળ કુંભકર્ણ અને પુત્રો સાથે તેમના માર્ગમાં આવેલા ઘણા રાક્ષસોને હરાવવા પડ્યા.
રાવણનો અંત
રાવણના 10 મસ્તક (દશાનાન) હતા, જેના કારણે તેને મારવો અશક્ય હતો. ભગવાન રામે હજુ પણ વિભીષણ (રાવણના ભાઈ)ની મદદથી તેને હરાવ્યો અને ચૌદ વર્ષ પછી માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા, જે દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.
ઉપસંહાર
શ્રીરામનું જીવન માત્ર એક પૌરાણિક કથા નથી, પરંતુ એ બધા માટે પ્રેરણારૂપ છે, જેમણે સંઘર્ષ અને દુઃખનો સામનો કર્યા પછી પણ ધર્મ, સાહસ અને પાત્રતાની રક્ષાઓ કરી છે. આજના યુગમાં પણ શ્રીરામના માર્ગ પર ચાલવાથી દરેક વ્યક્તિ પોતાનું જીવન વધુ સુંદર અને યોગ્ય બનાવી શકે છે.
નિષ્કર્ષ
શ્રીરામનો જીવન આજે પણ સૌ માટે પ્રેરણા બની રહ્યો છે. તેમનો સાહસ, પવિત્રતા અને આદર્શ આ જગતમાં હંમેશા અમર રહેશે.