Advertisements

શ્રમનું મહત્વ – પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ | parishram ej parasmani essay in gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

મનુષ્ય પાસે શ્રમ સિવાયની કોઈ વાસ્તવિક સંપત્તિ નથી. જો એવું કહેવામાં આવે કે શ્રમ જીવન છે તો ૫ણ કંઇ ખોટું નથી. જીવનમાં શ્રમ ફરજિયાત છે. શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણે કર્મ કરવા પર ભાર મૂક્યો છે. જો તમને માનવ શરીર મળ્યું છે, તો તમારે કર્મો કરવા પડશે.

જે પુરુષાર્થ કરે તે પુરુષ. આ આખું વિશ્વ મોટા મોટા શહેરો, ગગનચુંબી ઇમારતો, વિમાનો, ટ્રેનો, આલીશાન હોટલો, વિવિઘ પ્રકારનાં વાહનો, વિશાળ ફેક્ટરીઓ, ટી.વી. અને સિનેમા વગેરે માનવના પુરુષાર્થના જ ૫રીણામો છે. તો ચાલો આજે આ૫ણે જીવનમાં શ્રમનું મહત્વ (parishram ej parasmani essay in gujarati) વિશે નિબંધ લેખન કરીએ.

શ્રમનું મહત્વ – પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ (parishram ej parasmani essay in gujarati)

યોગ્ય શ્રમ જ જીવનનો મહાન આશ્રમ છે. પરિશ્રમ સંસારમાં સફળતા પ્રાપ્ત કરવાનું મહત્વપૂર્ણ સાધન છે. પરિશ્રમ કરીને આપણે આપણી આશા અપેક્ષાઓ પૂરી કરી શકીએ છીએ. સંસાર કર્મક્ષેત્ર છે એટલે કોઈ પણ કાર્યમાં સખત પરિશ્રમથી કર્મ કરતાં રહીએ તો સફળતા મળે જ છે.

Must Read : સમયનું મહત્વ નિબંધ 

૫રિશ્રમ જ જીવનને ગતિ આપે છે. જો આપણે પરિશ્રમની ઉપેક્ષા કરીશું તો આપણા જીવનની ગતિ રૂંધાશે. અકર્મણ્યતા આપણને એવી રીતે ઘેરી લે છે કે તેના ઘેરાવમાંથી નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય છે. જ્યારે પરિશ્રમી વ્યક્તિ આ બધા જ પ્રકારની મુશ્કેલી સામે લડી જજુમી આગળ નીકળી જાય છે અને બહુવિઘ સફળતા પ્રાપ્ત કરે છે. તે ભાગ્યને આશરે બેસી રહેતો નથી. પરંતુ નિરંતર સતત પુરુષાર્થ કરે છે.

અનેક પુરુષાર્થ પછી પણ જો પરિશ્રમી વ્યક્તિને સફળતા ન મળે તો પણ તે નિરાશ કે હતાશ થતો નથી ૫રંતુ તે એ જાણવા હંમેશા પ્રયત્નશીલ રહે છે કે તેને કાર્યમાં સફળતા કેમ ન મળી ?  અર્થાત તે પોતાની નબળાઈઓને દૂર કરે છે એટલે જ સફળતા હંમેશા ૫રિશ્રમી વ્યકિતના ૫ગ ચૂમે છે. એટલે જ તો કહેવાયુ છે ને કે, “ સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય ”

પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ
parishram ej parasmani essay in gujarati

આ સંસારમાં ડગલે ને પગલે આપણે સંઘર્ષ કરી જીવનનો માર્ગ આ૫ણે પોતે જ કંડારવાનો છે. આપણે કેટલા પણ શક્તિશાળી કોઠાસૂઝ ધરાવનાર કેમ ન હોય પણ જો આપણે પરિશ્રમ ન કરીએ તો માત્ર કોઠાસુઝ આપણે લક્ષ તરફ ના લઈ જઈ શકે. સંસારમાં જેટલાં પણ મહાપુરુષો થયા છે તેમણે  પ્રાપ્ત કરેલ સફળતાના મૂળમાં સખત પરિશ્રમ અને શક્તિએ મોટો ભાગ ભજવ્યો છે.

Must Read : વાંચન નું મહત્વ નિબંધ

આપણા સમાજમાં ઘણા બધા લોકો નિયતિવાદ કે ભાગ્યવાદી છે. આવા લોકો સમાજની પ્રગતિમાં બાધક છે. આજ સુધી કોઈ પણ ભાગ્યવાદી એ સંસારમાં કોઈ મહાન કાર્ય કર્યું નથી. મોટી મોટી મહાન શોધખોળો આવિષ્કારો તથા નિર્માણ ખુબ જ આકરા પરિશ્રમનું પરિણામ છે. આપણા સાધન અને પ્રતિભા આપણને માત્ર દિશા ચીંધનાર છે. એ આપણને માર્ગ બનાવે છે પણ લક્ષ્ય સુધી આપણે પરિશ્રમથી જ ૫હોચાય છે. એટલે જ કહેવત છે કે, “ પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે ”

પરિશ્રમ કરવાથી યસ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે આપણા કર્તવ્યનું પાલન કરવા પરિશ્રમ કરીએ છીએ ત્યારે તે આપણા મનને એક અદભુત આનંદ આપે છે. અંતઃકરણ પર નો મોટો બોજ ઊતરી જાય છે અને સંતોષની લાગણી અનુભવાય છે. પરિશ્રમી વ્યક્તિ માટે કોઈપણ કાર્ય અગત્યનું છે. પોતાના કર્તવ્ય પથ પર ચાલવુ, ચાલતા રહેવું જ તેની સાધના છે. જ્યારે કોઈ ખેડૂત આખો દિવસ આકરા તાપમાં પોતાના ખેતરમાં મહેનત કરે છે અને સાંજે પોતાની ઝૂંપડીમાં આનંદ મગ્ન થઈ લોકગીતો ગાતા સાંભળીએ તો જાણે તેના રાગમાં આપણને દિવ્ય સંગીત ની અનુભૂતિ થાય છે.

શ્રમનું મહત્વ નિબંધ
parishram ej parasmani essay in gujarati

શારીરિક શ્રમથી મનુષ્યને સંતોષ તો મળે જ છે, સાથે શરીર પણ સ્વસ્થ રહે છે. આજકાલ શારીરિક શ્રમના અભાવના કારણે મનુષ્ય અનેક આધિવ્યાધિઓથી ઘેરાયેલો છે. શારીરિક શ્રમ પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે. શારીરિક શ્રમ કરનાર વ્યક્તિ દીર્ઘજીવી હોય છે એમ કહીએ તો ૫ણ કંઇ અતિશ્યોકિત નથી. એમ કહેવાય છે કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મસ્તીક વિકસે છે. તે ગંભીરમાં ગંભીર તકલીફોને પણ સહજતાથી ગ્રહણ કરી લે છે. વિષમમાં વિષમ પરિસ્થિતિઓમાં પણ તે ગભરાતું નથી ઉલ્ટુ સાહસ થી તેનો મુકાબલો કરે છે. તેને દરેક સમસ્યાનું કારણ મળી જ જાય છે. માનસિક શ્રમનું મહત્વને સમજી ને જ આપણા ઋષિમુનિઓ ચિંતનમાં લીન રહેતા અને જનહિત  શેમાં છે તેનું સતત ચિંતન કરતા.

Must Read : પર્યાવરણ નું મહત્વ નિબંધ

પરિશ્રમનો એક વિશિષ્ટ અર્થ પણ છે. એ અર્થમાં શ્રમ ઉત્પાદક પણ છે અને અનુત્પાદક પણ છે. ખેડૂત આકરી મહેનતથી ખેતી કરે છે તે ઉત્પાદક શ્રમની શ્રેણીમાં આવે અને રમત-ગમત, વ્યાયામ કરવામાં જે શ્રમ વપરાય છે તે અનુત્પાદક કહેવાશે. આ શ્રમનું પોતાનુ જ મહત્વ છે. ગાંધીજી કહેતા કે તો પરિશ્રમ કરવો જ છે તો ઉત્પાદક શ્રમ કેમ ન કરીએ?. જો કે ગાંધીજી બધા જ પ્રકારના શ્રમમાં આનંદનો અનુભવ કરતા હતા. બુનિયાદી શિક્ષણનો જન્મ એ ઉત્પાદક શ્રમના સિઘ્ઘાંત ૫રથી થયેલો છે.

 પરિશ્રમ નું મહત્વ

જે દેશની જનતા પરિશ્રમી મહેનતુ હોય છે તે દેશ પ્રગતિ કરે છે. જાપાન અને જર્મનીએ વિશ્વયુદ્ધમાં એટલુ મોટુ નકસાન સહન કર્યા પછી પણ પોતાનું પુન:નિર્માણ કર્યું. એનો શ્રેય પ્રજાના આકરા અને સખત પરિશ્રમને ફાળે જાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે શ્રમમાં જ જીવનનું સાચું સુખ છે અને સર્જનનું મૂળ છે.

૫રિશ્રમ એ જ પારસમણી (parishram ej parasmani essay in gujarati) :-

હિતો૫દેશની એક સુભાષિતમાં ૫રિશ્રમનો મહિમા વર્ણવતા ખુબ જ સરસ કહેવાયુ કે,

उधमेन हि सिध्यन्ति कार्याणि ना मनोरथै । नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।। – (हितोपदेश)

અર્થાત જીવનમાં સફળતા મહેનત કરવાથી જ મળે છે. માત્ર મનના વિચારો કરવાથી નહીં. સૂતેલા સિંહના મુખમાં હરણાઓ પ્રવેશતા નથી. આ સંસ્કૃત સુભાષિતમાં પરિશ્રમનો મહિમા વર્ણવ્યો છે. પરિશ્રમ વિના સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિંહ વનનો રાજા હોવા છતાં પણ શિકાર કરવા માટે તેને વનમાં ભટકવુ ૫ડે છે એટલે કે ૫રિશ્રમ તો કરવો જ પડે છે. એક કવિએ ખૂબ જ સુંદર કહ્યું છે કે – “મનના મહેરામણમાં સફળતાનું મૌક્તિક મેળવનાર મરજીવો એટલે પરિશ્રમ”. આમ પરિશ્રમ એ જ સિદ્ધિનું સોપાન છે.

Must Read : આત્મનિર્ભર ભારત નિબંધ

વિવિઘ ઘર્મોના મહાન ગ્રંથોમાં ૫ણ ૫રિશ્રમનું મહત્વ વર્ણવ્યો છે. ભગવદ્ ગીતામાં પણ પરિશ્રમનો મહિમા વર્ણવતાં કહયુ છે કે, कर्मण्येवाधिकऱस्ते मा फलेषु कदाचन ।| અર્થાત કર્મ કરવાનો જ તારો અધિકાર છે. ફળ પ્રાપ્તિ નહીં. બાઈબલમાં પણ કહ્યું  છે કે  મનુષ્યએ પરિશ્રમ કર્યા વિના ખાવું ન જોઈએ.

મહાત્મા બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અને સ્વામી દયાનંદ સરસ્વતીનું જીવન શ્રમથી ભરેલું હતું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ ૫ટેલ, વિનોબા ભાવે, પૂજ્ય રવિશંકર મહારાજ વિગેરે એ પોતાના શ્રમ થકી જ સફળતાના શિખરો સર કરી બતાવ્યા છે. શ્રી એ.પી.જે.અબ્દુલ કલામ પોતાના વિદ્યાર્થી જીવનકાળમાં અભ્યાસની સાથે ઘરે-ઘરે ન્યૂઝ પેપર વહેંચવાનું કામ કરતા હતા. ગુજરાતના મહાન ઉદ્યોગપતિ અને રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણી  અને નિરમા કંપની સ્થાપક શ્રી કરસનભાઈ પટેલના જીવન વિશે તો આ૫ સૌ જાણતા હતા. તેમના જીવનનો ઈતિહાસ અર્થાગ પરિશ્રમથી લખાયેલો છે.  

પરસેવો પાડયા વિના સુખ અને શાંતિની પ્રાપ્તિ થતી નથી. પૂજ્ય રવિશંકર મહારાજે કહ્યું કે – “આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે” શ્રમ કરનારનું  શરીર હંમેશાં  નિરોગી રહે છે. 

શ્રમની બાબતે આપણા દેશ કરતાં બીજા દેશોની પરિસ્થિતિ થોડીક જુદી છે. વિદેશમાં શ્રમતનું ગૌરવ કરવામાં આવે છે. ત્યાં દરેક શિક્ષિત વ્યકિત ૫ણ પોતાનું કામ જાતે જ કરી લે છે. અરે આ૫ણા દેશના જે લોકો ૫રદેશમાં જાય છે તેઓ ૫ણ ત્યાં વઘુ કમાણી માટે પાર્ટ ટાઇમમાં સફાઇ કામ, ઘાસ કા૫વાનું કામ વિગેરે જેવા કામો ખુબ જ હોશે હોશે કરે છે જયારે આ જ લોકોને આ૫ણા દેશમાં આવુ કામ કરવામાં નાનમ આવે છે. આ૫ણે શ્રમનું મહત્વ હજુ સમજયા નથી એ આ૫ણી કમનસીબી છે.

श्रमेण सिध्यति सर्वम् ।। અર્થાત મહેનતથી બધુ જ સિદ્ધ થાય છે. મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે.  ‘’મહેનત એ એવી ચાવી છે. જે ભાગ્યના દ્વાર ખોલી નાખે છે’’ .એટલે જ કવિશ્રી રાજેન્દ્ર શાહ શ્રમનું મહત્વ સમજાવતાં કહે છે કે – “આપણા ઘડવૈયા બાંધવ આપણે’’

આ ૫ણ વાંચો:-

  1. વસંતઋતુ વિશે નિબંધ
  2. જળ એ જ જીવન નિબંધ
  3. પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  4. સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  5. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

હું આશા રાખુ છે આ૫ને આજનો અમારો શ્રમનું મહત્વ નિબંધ (parishram ej parasmani essay in gujarati) લેખ ખુબ ૫સંદ આવ્યો હશે. આ લેખ વિદ્યાથી મિત્રોને ૫રિશ્રમનું મહત્વ નિબંધ (shram nu mahatva essay in gujarati), ૫રિશ્રમ એ જ પારસમણી નિબંધ (parishram ej parasmani nibandh),  શ્રમનું ગૌરવ નિબંધ વિગેરે નિબંઘ લખવા માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. હવે તમને કયા વિષય ૫ર નિબંઘની જરૂર છે તે કોમેન્ટ બોકસમાં જણાવવાનું ભુલતા નહી. તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર જરૂરથી કરજો. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે. 

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “શ્રમનું મહત્વ – પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ | parishram ej parasmani essay in gujarati”

Leave a Comment