સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ કન્યા શાળાના પ્રથમ મુખ્ય શિક્ષક અને પ્રથમ ખેડૂત શાળાના સ્થાપક હતા. મહાત્મા જ્યોતિબાને મહારાષ્ટ્ર અને ભારતમાં સામાજિક સુધારણા ચળવળમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે.
સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓ અને દલિત જાતિઓને શિક્ષિત કરવાના ધણા પ્રયાસો કર્યા છે. જ્યોતિબા ફૂલે પતિની સાથે સાથે ગુરૂ અને માર્ગદર્શક પણ હતા. સાવિત્રીજી આપણાની પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા હતા..
દેશના એવા મહાન વ્યક્તિઓ પૈકી એક હતા જેમણે આપણા દેશ ભારત માટે ઘણું યોગદાન આપ્યુ છે. સાવિત્રીબાઈ ફૂલે વિશ્વની તમામ મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત પણ હતા.સાવિત્રીબાઈનો ઉદ્દેશ્ય વિધવા વિવાહ કરાવવાનો, અસ્પૃશ્યતા નાબૂદ કરવાનો અને દલિત મહિલાઓને શિક્ષિત કરવાનો હતો. તેમણે દેશમાં વધી રહેલા ગર્ભપાત વિરોધ કર્યો હતો. તે સમાજસુધારકની સાથે એક ખુબ સારા કવિયત્રી પણ હતા. તેથી જ તેમને ‘મરાઠીની આદિકાવ્યત્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સાવિત્રીબાઈ ફૂલેનો જીવનપરિચય (Savitribai Phule Biography in Gujarati)
નામઃ | સાવિત્રી બાઈ ફુલે |
જન્મ તારીખઃ | 3 જાન્યુઆરી 1831 |
જન્મ સ્થળઃ | નાયગાંવ, સતારા, મુંબઈ, મહારાષ્ટ્ર |
પિતાનું નામઃ | ખંડોજી નેવસે |
માતાનું નામઃ | લક્ષ્મીબાઈ |
પતિનું નામઃ | જ્યોતિબા ફુલે |
વિશેષ યોગદાનઃ | વિધવા વિવાહ , અસ્પૃશ્યતા નાબૂદી, દલિત સ્ત્રીઓને શિક્ષિત બનાવવી |
મૃૃૃૃૃત્યુઃ | 10 માર્ચ, 1897 પુણે, મહારાષ્ટ્ર, પ્લેગના કારણે |
જન્મ, કુટુંબ અને લગ્ન (Savitribai Phule Birth, Family)
સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી, 1831ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના સતારા જિલ્લાના નાયગાંવમાં થયો હતો. તેમનો જન્મ ગરીબ દલિત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંડોજી નેવસે અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું.
એ જમાનામાં લોકો પોતાના બાળકોના લગ્ન નાની ઉંમરમાં કરાવી દેતા હતા. તેથી જ સાવિત્રીજીના લગ્ન પણ બાળપણમાં જ થઈ ગયા હતા. ઇ.સ. 1840માં જ્યારે તેમના લગ્ન મહાત્મા જ્યોતિરાવ ફુલે સાથે થયા ત્યારે સાવિત્રીજીની ઉંમર માત્ર નવ વર્ષની હતી.
સાવિત્રીબાઈ ફૂલેનું શિક્ષણ (Savitribai Phule Education in Gujarati)
સાવિત્રીજીને બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ રસ હતો. પરંતુ ગરીબ પરિવારમાંથી હોવાના કારણે તેમને ક્યારેય શિક્ષણ મેળવવાની તક મળી ન હતી. એ જમાનામાં સ્ત્રી શિક્ષણ બિલકુલ નહીવત હતુ. તેથી સાવિત્રીબાઇને ઘણા પડકારોનો સામનો કરવો પડયો.
એક દિવસ તેના પિતાએ સાવિત્રીબાઈ ફૂલેને અંગ્રેજી પુસ્તકના પાના ફેરવતા જોયા, ત્રે તેમણે કહ્યું કે માત્ર ઉચ્ચ જાતિને જ શિક્ષણનો અધિકાર છે, દલિતો અને સ્ત્રીઓએ શિક્ષણ લેવું એ પાપ છે અને તેમના પુસ્તકો ફેંકી દીધા. પરંતુ સાવિત્રીબાઈ ફૂલે એ પુસ્તકો પાછા લાવ્યા અને દ્રઢ નિર્ણય કરી લીધો કે તેઓ વાંચતા તો શીખી ને જ રહેશે.
ત્યારથી જ સાવિત્રીબાઈ ફૂલેના મનમાં સમાજના શોષિત વર્ગને આગળ લાવવાની ચેતના જાગી. પરંતુ માત્ર 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન પુણેના સમાજ સુધારક જ્યોતિબા ફુલે સાથે થઇ ગયા.
એ સમયે જ્યોતિબા ફુલેએ ત્રીજા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો પરંતુ તેમને મરાઠા ભાષાનું સારું જ્ઞાન હતું. જેથી તેમના પતિ જયોતિબા ફૂલેએ તેમને શિક્ષણ અને લેખનમાં મદદ કરી.
સાવિત્રીબાઈ ફૂલેનું યોગદાન (Contributed by Savitribai Phule)
વર્ષ 1848 માં, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે માત્ર 17 વર્ષના હતા, ત્યારે તમણે પતિ જ્યોતિબા ફુલે સાથે મળીને દલિતો અને મહિલાઓને શિક્ષિત કરવા માટે એક શાળાની સ્થાપના કરી. તે સમયે તેમની શાળામાં માત્ર 9 છોકરીઓ અભ્યાસ કરતી હતી. એવું કહેવાય છે કે જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળામાં ભણાવવા જતા હતા ત્યારે રસ્તામાં લોકો તેમના પર ગાયનું છાણ, માટી, કાદવ વગેરે ઉછાળતા હતા,
આવી વિકટ પરિસ્થિતીમાં પણ તેમણે હાર ન માની અને દ્રઢ મનોબળ સાથે એમનો સામનો કર્યો તેઓ આવી હલકી માનશીકતા વાળા લોકોથી બચવા માટે પોતાની બેગમાં વધારાની સાડી લઇ જતા જેથી જરૂરી પડયે કદાવથી લોકો દ્વારા કાદવથી બગાડેલ સાડી બદલી શકાય.
એટલું જ નહીં, સાવિત્રીબાઈ અને જયોતિબા ફૂલેની મહેનત અને સમર્પણને કારણે 18 જેટલી કન્યા શાળાઓ સ્થપાઈ. તેમજ સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સંચાલિત પુણેની એક કન્યા શાળાને દેશની પ્રથમ કન્યા શાળાનો દરજ્જો મળ્યો.
તેથી જ સાવિત્રીબાઈ ફૂલેને દેશની પ્રથમ કન્યા શાળાના નિર્દેશક અને આચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ તેમના પતિ જ્યોતિબા ફૂલેને સામાજિક સુધારણા ચળવળના અગ્રણી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેએ સાથે મળીને હંમેશા દલિત અને શોષિત વર્ગ માટે અવાજ ઉઠાવ્યો.અને તમેના કલ્યાણ માટે અનેક સમાજ સુધારણાના કાર્યો કર્યા.
આ ઉપરાંત સાવિત્રી બાઈ ફૂલેએ વર્ષ 1853માં બળાત્કાર બાદ ગર્ભવતી બનેલી મહિલાઓ માટે પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી હતી. તદઉપરાંત તેમણે સમાજમાં વિધવાઓના પુનર્લગ્ન થાય તે માટે અથાગ પ્રયાસ કર્યા.
દેશની પ્રથમ કિસાન શાળા ખોલવાનો શ્રેય પણ સાવિત્રી બાઈ ફૂલેને જાય છે. આ ઉપરાંત સાવિત્રીબાઈ ફૂલેએ સ્ત્રી ભ્રુણ હત્યા રોકવા માટે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી. જેના કારણે તેમને બ્રિટિશ સરકાર તરફથી સામાજિક સુધારણા અને સમાજમાં પરિવર્તનના કાર્ય માટે સન્માન પણ મળ્યું.
સાવિત્રીબાઈ ફુલે અને જયોતિબા ફૂલેએ 24 સપ્ટેમ્બર 1873ના રોજ સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. તેમણે વિધવા પુનર્લગ્નની પરંપરા પણ શરૂ કરી હતી અને આ સંસ્થા દ્વારા 25 ડિસેમ્બર, 1873ના રોજ પ્રથમ વિધવા પુનર્લગ્ન કરવામાં આવ્યા હતા. જ્યોતિબાનું 28 નવેમ્બર, 1890ના રોજ બીમારીના કારણે અવસાન થયું. જ્યોતિબાના અવસાન પછી સત્યશોધક સમાજની સમગ્ર જવાબદારી સાવિત્રીબાઈ ફૂલે પર આવી પડી. તેમણે આ જવાબદારી પણ ખૂબ જ સારી રીતે નિભાવી.
નિષ્કર્ષ
સાવિત્રીબાઈ ફૂલેજી ભારતના એક મહાન સામાજિક કાર્યકર્તા હતા, જેમણે પોતાનું આખું જીવન સમાજને સુધારવામાં વિતાવ્યું હતું. તેમણે આ સમાજ ચાલી રહેેેલા કુરીવાજો, અંધશ્રધ્ધા અને અન્યાયો સામે અવાજ ઉઠાવ્યો અને સમાજ ગરીબ અને શોષીત વર્ગને શિક્ષણ અને ન્યાય મળે તે માટે મોટું યોગદાન આપ્યું હતુ.
ભારતની મહાન નારીઓઃ-
- ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ
- સુનિતા વિલિયમ્સ વિશે માહિતી
- સરોજિની નાયડુ જીવન પરિચય
- કલ્પના ચાવલાનું જીવનચરિત્ર
- સુભદ્રા કુમારી ચૌહાણ
- ઇન્દિરા ગાંધીનો જીવનપરિચય
હુ આશા રાખુ છુ કે તમને અમારો સાવિત્રીબાઈ ફૂલેનું જીવન ચરિત્ર (Savitribai Phule in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. સાવિત્રીબાઈ ફૂલેના જીવન પ્રસંગો વિશે જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને સાવિત્રીબાઈ ફૂલે વિશે નિબંઘ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.