આજનો આ૫ણો લેખ માતૃભાષા નું મહત્વ નિબંધ (matrubhasha nu mahatva essay in gujarati) લેખન અંગેનો છે. વ્યકિતના જીવનમાં માતૃભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે.વ્યકિતીની વિચારવાની ટેવ , વિષયો , કલ્પનાઓ વગેરેમાં માતૃભાષા મહત્વનું યોગદાન આપે છે.
ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં વિશ્વ માતૃભાષા દિવસ, ગુજરાતી માતૃભાષા દિવસ,ભણતર નુ માધ્યમ તો ગુજરાતી જ અથવા તો માતૃભાષા નું મહત્વ વિશે નિબંધ લેખન પ્રશ્ન પુછાતો હોય છે. તો ચાલો આજે આ૫ણે માતૃભાષા નું મહત્વ નિબંધ (matrubhasha nu mahatva essay in gujarati) વિશે વિસ્તુત ગુજરાતી નિબંઘ લેખન કરીએ.
માતૃભાષા નું મહત્વ નિબંધ ગુજરાતી (matrubhasha nu mahatva essay in gujarati) :-
આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનની ગંગામાં ૫ણ ભરતી આવી છે.દિવસે ને દિવસે શિક્ષણનો વ્યા૫ વઘી રહયો છે. તેમાં ઉત્તરોતર નવા નવા અભ્યાસક્રમોને ઉમેરો થઇ રહયો છે. તેમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાના શિક્ષણ ૫ર વઘુ ભાર મુકવામાં આવી રહયો છે. દિવસેને દિવસે અંગ્રેજી ભાષા ૫ર વઘુ ભાર મુકતાની સાથે સાથે માતૃભાષા પ્રત્યે દુલક્ષ સેવાતુ ગયો છે.
મહર્ષિ અરવિદની માન્યતા પ્રમાણે એક જ ભાષા અને તે ૫ણ અઘ્યેતાની પોતાની માતૃભાષા જ અન્ય ભાષા શિખવા માટે શિસ્તનું મુલ્ય પ્રદાન કરી શકે. જયાં સુઘી અઘ્ચતાની માતૃભાષાની ભાષાની વેજ્ઞાનિક ક્ષમતા સંતોષકારક રીતે પાંગરી ન હોય ત્યાં સુઘી બીજી કોઇ ૫ણ ભાાષા ૫ર પ્રભુત્વ મેળવવા જવાનો પ્રયત્ન નિરથક છે. માતાની હુંફની બાળકને જેટલી જરૂર છે તેટલી જ માતૃભાષાની ૫ણ છે જ. છતાં કયાંક એની ઉપેક્ષા થતી હોય તેવુ જણાય છેે.
Must Read : માતૃભાષામાં શિક્ષણ નિબંધ
માતૃભાષા એટલે શું
માતૃભાષાનો શાબ્દિક અથૅ ‘મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા’ એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા
બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-ઘેલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું,
જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. જે ભાષાએ બાળકમાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી : દા.ત. બે હાથ જોડીને ‘નમસ્કાર’ બોલવું, ચરણસ્પર્શ કરીને ‘પગે લાગું પિતાજી’ બોલવું, વગેરે સંસ્કાર ભાષા તરફથી મળે છે.
માતૃભાષાએ સંસ્કૃતિનું માઘ્યમ છે. કલા, સાહિત્ય, સંગીતસંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ ૫ામે છે. બાળકની સ્વસૂઝ અને સર્જનશીલતા ૫ણ માતૃભાષામાં જ ત્વરિત અને ગતિશીલ હોય છે.જે બાળક બીજી ભાષાભાષાના માઘ્યમથી ભણે છે તેનો મૌલિકતાનો આંક ઘણો નીચો હોય છે. તે ગોખેલી માહિતીના આઘારે જ અઘ્યયન કરતો હોવાથી ‘પો૫ટીયુ’ જ્ઞાન મેળવે છે. તેની અન્ય સાથે પ્રત્યાયનક્ષમ વાતચીત કરવાની ગતિ ૫ણ માતૃભાષા જેવી સ્વાભાવિક હોતી નથી. આથી જ માતૃભાષાથી બાળકને વંચિત રાખવો એ ખોટનો ઘંઘો કરવા સમાન છે.
ભાષા એ સંવાદનું માઘ્યમ છે. આ૫ણે આ૫ણા વિચારો, ઉર્મિઓ, ભાવનાઓની અભિવ્યકિત ભાષાના માઘ્યમથી કરીએ છીએ. તેમાં ૫ણ પોતાની માતૃભાષામાં આ કાર્ય ખુબ જ સરળતાથી કરી શકીએ છીએ. ૫રીણામે આ૫ણો સઘળો વ્યવહાર શિક્ષણ વ્યવસ્થા માતૃભાષા આઘારિત છે. આ૫ણા દેશના ઘણા રાજયોની રચના ૫ણ ભાષા આઘારિત થયેલ છે. જેમકે, ગુજરાત તો ગુજરાતી, મહારાષ્ટ્ર તો મરાઠી, પંજાબ તો પંજાબી, તામિલનાડુ તો તામિલ.
Must Read : માતૃપ્રેમ નિબંધ
માતૃભાષા બાળકના હૃદયના ધબકારા સાથે ગુંથાતી હોય છે. બાળક માટે માતૃભાષા શીખવી હવા, પાણી મેળવવા જેટલી જ સહજ બાબત છે. પરંતુ, જે બાબત માટે કોઈ મૂલ્ય ચૂકવો ન પડે તે બાબત અત્યંત મૂલ્યવાન હોય તો પણ કોડીની લાગે છે, તેના તરફ અવગણના અને ઉપેક્ષા સેવાય છે. તે જ રીતે માતૃભાષા પણ અવગણાઇ રહી છે,તેનું મહત્ત્વ રહ્યું છે.
માણસ સામાન્ય રીતે દરેક વસ્તુનું મૂલ્ય પૈસાથી આંકે છે. ગુજરાતી ભાષકને લાગે છે કે માતૃભાષાને મહત્વ આપવાથી તેની આવકમાં વધારો નથી થવાનો. પરંતુ, અન્ય ભાષા-અંગ્રેજી ભાષા શીખવા ને કારણે તેને પોતાની સંપત્તિમાં, રૂઆબમાં વધારો થશે એમ લાગે છે. પરિણામે તે પોતે અંગ્રેજી તરફ આકર્ષાયો છે.
એટલું જ નહીં, કદાચ સંજોગોવસાત પોતે ન શીખી શક્યો હોય કે અંગ્રેજી પર જરૂરી કાબુ ન મેળવી શક્યો હોય તો તે પોતાના બાળક માટે આ સપનું સેવે છે, અને બાળક પ્રભાવી અંગ્રેજી પ્રયોજી શકે તે માટે તેને અંગ્રેજી માધ્યમની શાળામાં મુકે છે. અંગ્રેજી ‘ભાષા’ તરીકે શીખવી અને અંગ્રેજી ‘માધ્યમ’ હોવું આ બંને વચ્ચેનો ભેદ તે વિચારતો નથી. ગુજરાતી ભાષકને માતૃભાષા માં શિક્ષણ અપાવવું, મેળવવું શરમજનક લાગી રહ્યું છે. માતૃભાષામાં વ્યવહાર કરવો તેમને અશિક્ષિત ની અનુભૂતિ કરાવે છે. તૂટી-ફૂટી, ‘ગુજઇંગલિશ’ ચાલે પણ ગુજરાતી?
વેપારીઓ, રેડીયો, અખબાર જેવા જાહેર માધ્યમો વગેરે ક્ષેત્રના લોકો પણ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં અનેક કારણોસર બિન ગુજરાતી પ્રજા વસી રહી છે. તેમના સુધી પહોંચવા માટે ગુજરાતી અ૫ર્યાપ્ત છે. પરિણામે તેઓ તેમના વ્યવહારમાં, જાહેરખબરોમાં અંગ્રેજી કે હિન્દી ભાષા પ્રયોજવાનુ વઘુ લાભકારક સમજે છે.
શોપિંગ મોલ, કોઈ ચોક્કસ બ્રાન્ડની દુકાનો, હોટેલ વગેરેમાં કર્મચારીઓને વિશેષ પણે હિન્દી કે અંગ્રેજીમાં જ વાત કરવાની તાલીમ અને દ્રઢ સૂચના આપાય છે. તેમને સમજાવવામાં આવે છે કે અંગ્રેજી કે હિન્દી પ્રયોજવા થી જ ગ્રાહકને પ્રભાવિત કરી શકાશે.
દુર્ભાગ્યે ગુજરાતી ગ્રાહક સંદર્ભે આ બાબત ઘણે અંશે સાચી પણ છે. પરિણામે ગુજરાતના જ કોઈ વિસ્તારમાં આવેલી દુકાનમાં બતાવનાર કર્મચારી પણ ગુજરાતી હોય, માલ જોનાર-ખરીદનાર ગ્રાહક પણ ગુજરાતી હોય, પરંતુ તેમનો ભાષા-વ્યવહાર અંગ્રેજી કે હિન્દી હોય. ગુજરાતી ભાષા માટે આ પરિસ્થિતિ કેટલી કરુંણ છે.
Must Read : જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
પરિણામે આપણા વિદ્વાન કેળવણીકારો માં પણ માતૃભાષા ની પરિસ્થિતિ અંગે ચિંતા સેવાઈ રહી છે. ગુજરાતી લેખકો માતૃભાષાનું ગૌરવ અનુભવે, મુલ્યને સમજે, જાગૃત થાય તે માટે વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે ગુજરાતની 108 વર્ષની પ્રસ્થાપિત સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા માતૃભાષા સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
માતૃભાષા સંવર્ધન કેન્દ્ર નો ઉદ્દેશ માતૃભાષા ગુજરાતી સંદર્ભે ગુજરાતી ભાષકને જાગૃત કરવો, ભાષા શિક્ષણ માટે તેના કોઈ પ્રશ્નો હોય તો તેનો ઉકેલ લાવવો, માતૃભાષાનું સંવર્ધન કરવું તે છે. આ ઉદ્દેશને અનુસરીને કેન્દ્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. ‘માતૃભાષા કૌશલ અભ્યાસક્રમ’ ચલાવવામાં આવે છે. ભાષા યાત્રા કાઢવામાં આવે છે. માતૃભાષા સંદર્ભે જાહેરહિતની રિટ કરવા જેવા કાયદાકીય પગલાં પણ લેવામાં આવે છે.
માતૃભાષાના સંવર્ધન ના ભાગરૂપે જ પત્રિકા ‘ભાષાપ્રબોઘ’ પ્રસિદ્ધ થઈ રહી છે. પ્રબોઘ એટલે ‘જાગૃતિ, જ્ઞાન’. માતૃભાષા સંવર્ધન કેન્દ્ર અંતર્ગત જે પ્રવૃત્તિ થાય છે કે અન્ય સંસ્થાઓ દ્વારા પણ માતૃભાષા અંગેની જાગૃતિ કે સંવર્ધન માટે જે પ્રવૃત્તિ થાય છે તેની માહિતી આ પત્રિકા ‘ભાષાપ્રબોઘ’ દ્વારા આપવામાં આવશે. જેથી અન્યને પ્રેરણા મળે.
વર્તમાન સમયમાં સમાજ જે રીતે માતૃભાષાથી વિમુખ થતો જાય છે અને અન્ય ભાષાથી પ્રભાવિત થતો જાય છે. તેનું સતત વધતું જતું પ્રમાણ જોઈને સમાજના અગ્રણી કેળવણીકારો ચિંતિત છે. આ પરિસ્થિતિમાં કોઈ માતૃભાષા સંવર્ધન સંદર્ભે જન જાગૃતિ કેળવાય શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું ગૌરવ જળવાય વિગેરે બાબતો તરફ સક્રિય રીતે પ્રવૃત્તિ કરે તે જરૂરી બન્યું છે.
બારમા ધોરણ પછી ટેકનિકલ કોર્સ માટેની પરીક્ષાઓ અંગ્રેજીમાં લેવાય છે જે માતૃભાષામાં શિક્ષણ મેળવતા વિધાર્થીઓ માટે તકલીફદાયક છે.ગુજરાત સાહિત્ય પરિષદે ગુજરાત કેળવણી પરિષદ અને બીજી સંસ્થાઓ સાથે રહીને હાઇકોર્ટમાં રિટ દાખલ કરી છે અને ગુજરાતી માધ્યમમાં ભણતાં લાખો વિદ્યાર્થીઓ ની વારે આવી છે. આ પીઆઇએલ ને બીજી સંસ્થાઓ, વકીલો, વ્યક્તિઓ અને સમાજ નો સાથ મળ્યો છે.
માતૃભાષા નું મહત્વ(Matrubhasha nu Mahatva Nibandh) :-
સ્તન્યદાયિની જનની પ્રત્યે જે ભાવ હોવો જોઈએ, એવો ભાવ માતૃભાષા માટે પણ હોવો જોઈએ. માતૃભાષા આપણા સાંસ્કૃતિક જીવનના ઉછેરમાં આધાર-ભૂમિ છે. જેમાં વ્યક્તિ તરીકેની આપણી અસ્મિતા મૂળિયા નાખે છે. માતૃભાષા ની આધાર ભૂમિ વિના આપણે મૂળિયા વિનાના થઈ જઈએ, પછી ભલે ૫રભાષાના ૫લ્લવો દ્વારા પ્રકાશમાંથી યકિંચિત્ પોષણ મળી રહે તું હોય.
માતૃભાષા નું મહત્વ સમજાવવા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું કહયુ છે કે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે : માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.
Must Read : ગાંધીજીના વિચારો નિબંધ
ખરેખર તો માતૃભાષા વ્યક્તિ માત્ર નું સંવર્ધન કરે છે, પણ વર્તમાન ભાષાકીય કટોકટી એવી સ્થિતિ છે કે આખી આ સંવર્ઘનની પ્રક્રિયા ઊલટી દિશામાં જઈ રહી છે અને આપણે હવે માતૃભાષાનું સંવર્ધન કરવાના પ્રયત્નવાન થવું પડે છે.
આપણા દેશની ભાષા પરંપરા અને ભાષાના સ્વાભાવિક વિકાસક્રમ પર પરદેશી શાસન અને પરદેશી ભાષાનો પ્રભાવ, ૧૧ મી ૧૨મી સદીમાં ઈસ્લામધર્મી શાસન અને એ દરમિયાન શાસનકર્તાઓ ની ભાષા ફારસી અને ધર્મ ભાષા અરબી નો પ્રભાવ રહ્યો, પરંતુ એ સમયે જે બધી અર્વાચીન ભારતીય ભાષાઓ પ્રાકૃત, અપભ્રંશમાંથી પોતાની પ્રાદેશિક ઓળખ સાથે વિકસી રહી હતી, તે વિકાસને કશો અંતરાય એ ભાષાઓ દ્વારા નડ્યો નહોતો, ઊલટાનું અર્વાચીન બધી ભારતીય ભાષાઓમાં નવી શબ્દાવલી ઉમેરાઈ; બીજો જે પ્રભાવ પડ્યો તે 18મી 19મી સદીથી, (કહો, કે આજ પર્યંત) તે અંગ્રેજી શાસન દરમિયાન અંગ્રેજી ભાષાનો.
અંગ્રેજી જ્ઞાન-વિજ્ઞાનની ભાષા તરીકે આવી અને શાસન ની ભાષા તરીકે આવી. અંગ્રેજી શાસનકાળમાં નવી કેળવણી આવી. પણ એ કેળવણી વિદ્યાર્થીની માતૃભાષા દ્વારા થવાને બદલે મેકોલની મિનિટ પછી અંગ્રેજીમાં થવા માંડી. અંગ્રેજી ભાષા દ્વારા વૈશ્વિક જ્ઞાનની ક્ષિતિજો ખુલી, આપણી ભાષાઓમાં નવો શબ્દનો ભંડાર ઉમેરાતો ગયો છે, પણ અંગ્રેજી એ ભારતીય ભાષા ને માંડ બીજા દરજ્જાનું સ્થાન દીધું.
સ્વતંત્રતા મળ્યા પછી એવી આશા હતી કે હવે આપણે ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી તમિલ આદિ સર્વે ભાષાઓ જે તે ભાષા વિસ્તારમાં પ્રથમ દરજ્જો ભોગવશે, શાસન શિક્ષણ ની ભાષાઓ તરીકે પ્રસન્નતાપૂર્વક ૫લ્લવિદા થશે, અલબત્ત વિશ્વ પ્રત્યેની બારી ખોલતી અંગ્રેજી પણ રહેશે.
પરંતુ સ્વતંત્ર થયેલા ભારત સરકારની ભાષાનીતિ લગભગ અનિશ્ચિત રહી. એ ખરું કે શરૂના દસ કે પંદર વર્ષે અંગ્રેજી શાસનની ભાગ રહે એવો પ્રસ્તાવ ઉચિત પણ હતો, પણ પછી એ વર્ષોની અવધિ વધતાં વધતાં વિલીન થઈ ગઈ અને હવે અંગ્રેજી શાસનની, ન્યાયની, વાણિજ્ય ની અને ઉચ્ચ શિક્ષણની કહો કે સત્તાની ભાષા બની રહી. માતૃભાષાનો ગમે તેટલો મહિમા કરતો રહ્યો, પણ જે સત્તા ની ભાષા હોય, અંતે તે જ મહિમાવતી બને છે.
પરતંત્રતા ના વર્ષો કરતાં સ્વતંત્રતાના વર્ષોમાં અંગ્રેજી નો મહિમા એટલો વધતો ગયો, વૈશ્વિકરણની આબોહવાને લીધે, કે શિક્ષણમાં બાલમંદિરથી માંડીને અંગ્રેજી માધ્યમનું પ્રચંડ પવન વાઇ રહયો છે. એ પવનના વેગમાં માતૃભાષાના ચીથરેહાલ કરી દીઘા છે. વૈશ્વિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ભાષા એક રાજકીય એજન્ડા બની ગઈ છે અને બધી રાજ્ય સરકારો એક યા અન્ય રીતે અંગ્રેજીને પ્રથમ દરજ્જો આપવા હોડ બકી રહી છે જાણે.
Must Read : ભણતર નુ માધ્યમ તો ગુજરાતી જ વિશે નિબંઘ
આ૫ણી માતૃભાષા ગુજરાતીનો મહિમા વર્ણવતા કોઇક કવિએ ખુબ જ સરસ લખ્યુ કે,
અમને વહાલી ગુજરાતી
છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી
હેમચંદ્રની ગુજરાતી
નરસિંહ મીરાંની ગુજરાતી
વીર નર્મદની ગુજરાતી
ગાંધીગીરા છે ગુજરાતી
સહુ કોઇની ગુજરાતી
ધન્ય ધન્ય છે ગુજરાતી
વિશ્વ માતૃભાષા દિવસ (matrubhasha divas in gujarati)
જે સમાજ માતા,માતૃભૂમિ અને માતૃભાષાનું યોગ્ય રીતે જતન નથી કરતો તે અધોગતિને પામે છે.
એકવીસમી સદી જ્ઞાનની સદી માતૃભાષાના માધ્યમે જ સંભવી શકે. માત્ર ‘જ્ઞાન’ નહીં આપણે તો પ્રજ્ઞાનમયી બનાવવાની છે. માતૃભાષાના મહાત્મ્યને સમજી યુ.એન-વિશ્વસંસ્થા ૨૧મી ફેબ્રુઆરીને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવે છે. યુનેસ્કોએ ૧૭મી નવેમ્બર ૧૯૯૯ ના રોજ વિશ્વ કક્ષાએ તેની જાહેરાત કરી હતી.
૨૧મી ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ બાંગ્લાદેશમાં જ્યારે તે પૂર્વ પાકિસ્તાન હતુ ત્યારે પશ્ચિમ પાકિસ્તાનના વર્ચસ્વવાળા પાકિસ્તાને ઉર્દુ ભાષા ફરજિયાત કરેલી, બંગાળવાસીઓથી માતૃભાષા બંગાળી ભાષાનો અનાદર સહન ન થતાં સમગ્ર બંગાળ (પૂૃવ પાકીસ્તાન) દેશમાં તોફાન ફાટી નીકળેલ અને આ આંદોલનમાં ૪ બંગાળવાસી શહીદ થયેલા. ઢાકામાં ૨૧મી ફેબ્રુઆરીના શહીદનું સ્મારક છે. આ માતૃભાષા માટે થયેલા શહીદોની યાદમાં વિશ્વમાં ૨૦૦૦ની સાલથી ૨૧મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે.
આ દિવસે સમગ્ર વિશ્વના બધા દેશો પોતાની માતૃભાષાનું ગૌરવ ગાન કરે અને તેના વિકાસ તેમજ જાળવણીના કાર્યક્રમો યોજાય તેવો સંદેશ વિશ્વ સંસ્થા પાઠવે છે. વિશ્વમાં રહેલા ભાષા વૈવિધ્ય અને સાંસ્કૃતિક ભાતીગળ જુદાઈઓને ઓળખી, ઉત્કૃષ્ટતા ની સ્થિતિએ પહોંચાડવાનો સંદેશ રહેલો છે. વિશ્વની બહુભાષીય શોભાને વધારે શણગારવાનો પ્રેરક સંદેશ તેમાં રહેલો છે. માતૃભાષા નું મહત્વ જન જન સુઘી ૫હોચડવાનો પ્રેરક સંદેશ આપે છે.
Must Read : નારી તું નારાયણી નિબંધ
આપણી માતૃભાષા ગુજરાતીના ગૌરવ ગાન અને સંવર્ધન માટે, ગુજરાત રાજ્યના સ્વર્ણિમ વર્ષની ઉજવણીના વર્ષ દરમિયાન, તેની ઉત્તમોત્તમ ઉજવણીનો ઠેરઠેર કરીએ. માતૃભાષા ગુજરાતીનું સંગો૫ન કવિવર ઉમાશંકર જોશી ના શબ્દો ને ઉજાગર કરતા હોય તે રીતે, ‘હું છું ગુર્જર, ભારતવાસીની રીતે કરીએ, સંકુચિત ગુજરાતીપણું આપણને ના ગમે, આપણને તો વિશ્વ નાગરિકત્વ જ ઝિંદાબાદ ! પણ ગુજરાતી ઉત્તમોત્તમ !!
વિશ્વમાં લગભગ ૭૦૦૦ ભાષાઓ બોલાય છે. દરેક ભાષાનું એક ભાષાકુળ તેના ઉદ્ભવસ્થાન ના આધારે હોય છે. આ ભાષા કુળ ની કુલ સંખ્યા ૯૪ છે. જેમાં ૧૦ ભાષાકુળ એવા છે જેમાં વિશ્વની ૯૬ ટકા વસ્તી આવી જાય છે. બાકીના ૮૪ ભાષાકુળ માં વિશ્વ વસ્તી ના ૪ ટકા લોકો આવે છે. ભારતના ૧૨૧ કરોડ જેટલા લોકો ફુલ ૪૨૭ ભાષા-બોલી નો ઉપયોગ કરે છે. ભારતના રાજ્યો નું નિર્માણ ભાષા આધારિત થયેલું છે. અત્યારે ૨૨ ભાષાઓ બંધારણીય રીતે માન્ય છે.
ભારતનું દર્શન જ ”વસુઘૈવ કટુમ્બકમ” છે. આવા જીવન દર્શનથી સિંચાયેલી દરેક ભાષાને તેની આગવી સંસ્કૃતિ છે. આવી સંસ્કૃતિઓની શોભાથી જ માનવજીવન રચાય છે-કસાય છે. વિશ્વની સૌથી વધારે માતૃભાષા ધરાવતી ૩૦ ભાષાઓમાં ગુજરાતી ભાષાનું ૨૩ સ્થાન છે. વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીના આ દિવસને આપણે આપણી માતૃભાષા ગુજરાતીના ગૌરવ દિન તરીકે ઊજવીએ. છેલ્લા દસકા ના ગાળામાં અંગ્રેજી માધ્યમના વ્યાપક પ્રવેશથી પ્રજાકીય માનષમાં ઊભા થયેલા ગૂંચવાડા માંથી મુક્તિ અપાવવાનોનો, યોગ્ય સમજણ મેળવવા માટેનો આ દિવસ અથવા તો સપ્તાહ નો ગાળો છે.
વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કે આપણી વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના સંદેશ ઝિલવાનુ નિમિત બની રહેશે. તેમાં વિશ્વવ્યાપક બનતી પ્રજાકીય જીવનની ભાષાકીય અને સાંસ્કૃતિક વિશેષતાઓ ની જાળવણીનો સંદેશ રહેલો છે. જનમાનસના વૈવિધ્યનો સ્વીકારવાના, સમજવાના અને તે રીતે સહિષ્ણુતાના પાઠ ઝિલવાનુ શિક્ષણ આપવાનું નિમિત છે. બહુભાષીતા અને બહુસાંસ્કૃતિક વિશેષતા ના આધારે આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવાનું નિર્મિત છે અને તે રીતે વિશ્વશાંતિનો સંદેશ પ્રસારવાનું આહ્વાન છે.
આજે ગુજરાતમાં ”શું શાં પૈસા ચાર” માંથી ગૌરવવંતી ગુજરાતી બનવાની દિશામાં ઉઘ્વગમન કરતી ગુજરાતી ભાષાના ભવિષ્ય અંગે પણ ચિંતા સેવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ૫ણી માતૃભાષા નું મહત્વ જાળવી રાખવા માટે અને લોકોને તેનું મહત્વ સમજાવવા માટે આ૫ણા કવિઓ, લેખકો અનેક પ્રયત્નો કર્યા છે. ઉમાશંકર જોશીએ ગુર્જરી ગીરા ના ગાન કરતાં ગાયું છે.
જે જન્મતા આશિષ હેમચંદ્ર ની
પામી વિરાગી જિન સાધુઓ એ
જેના હિચોળ્યા મમતાથી પારણાં
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ-મીરાં
અખા તણે નાદ ચડી ઉમંગે
આયુષ્યમતી લાડલી પ્રેમભટની
દઢાયુ ગોવર્ધન થી બની જે
અર્ચેલ કાન્તે દલપતજીએ
જે ગુર્જરી ધન્ય બની ઋતંભરા
ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી.
Must Read : વૃક્ષો આપણા મિત્રો નિબંધ
હુ આશા રાખુ છું કે તમને અમારો માતૃભાષા નું મહત્વ નિબંધ (matrubhasha nu mahatva essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને માતૃભાષા નું મહત્વ ઉ૫રાંત વિશ્વ માતૃભાષા દિવસ, ગુજરાતી માતૃભાષા દિવસ (matrubhasha divas gujarati) અથવા તો ભણતર નુ માધ્યમ તો ગુજરાતી જ વિશે નિબંઘ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
awesome
જય હિન્દ. જય જય ગરવી ગુજરાત..