15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી PDF, 15 august nibandh in gujarati, 15 august essay in gujarati, 15 august speech in gujarati, 15 મી ઓગસ્ટ નિબંધ, સ્વાતંત્ર્ય દિન નિબંધ ગુજરાતી, પંદરમી ઓગસ્ટ નિબંધ
આપણું ભારત 200 વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ હતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થઈને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો. 14મી અને 15મીની મધ્યરાત્રિએ અનેક વિદ્રોહ પછી ભારતને આઝાદી મળી હતી. તો ચાલો આજે આ૫ણે સ્વતંત્રતા દિવસ વિશે (independence day essay in gujarati ) એટલે કે 15 મી ઓગસ્ટ નિબંધ લેખન કરીએ.
15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી (15 August Essay in gujarati)
लड़े वो वीर जवानों की तरह
ठंडा खून भी फौलाद हुआ ।
मरते मरते भी कई मार गिराए
तभी तो देश आजाद हुआ ।
15 મી ઓગષ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતના મુખ્ય ત્રણ રાષ્ટ્રીય તહેવારો છે : ૧૫ મી ઓગષ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ , 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે અને બીજી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ. ભારતમાં લગભગ 200 વર્ષ સુધી અંગેજોનું શાસન હતું. . આપણો દેશ પંદરમી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો ,આ ખુશીમાં આપણે આઝાદીનો તહેવાર ધાધૂમથી ઉજવીએ છીએ.
15 મી ઓગષ્ટની ઉજવણી, સ્પીચ :
સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે સરકારી કાર્યાલયોમાં જાહેર રજા રાખવામાં આવે છે . સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ તેમજ શાળાઓ અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
દેશભક્તિના ગીતો અને દેશભક્તિના નારાઓથી આખો દેશ ગુંજી ઊઠે છે. સમગ્ર દેશ રોશનીથી જળહળી ઊઠે છે. ટીવી અને રેડિયો પર આખો દિવસ દેશભક્તિના કાર્યક્રમો પ્રકાશિત કરવામાં આવે છે. દેશની આઝાદી માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
સ્વતંત્રતા દિવસના મુખ્ય સમારંભની ઉજવણી નવી દિલ્હીમાં કરવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે , રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે તેમજ દેશની જનતાને પ્રજાજોગ સંદેશ પાઠવે છે. વડાપ્રધાન દેશની આઝાદી માટે પોતાની કુરબાની આપનાર વીર શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે .
રમતગમત , વિજ્ઞાન અને સાહિત્યક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ અંગે માહિતી આપે છે. આ પ્રસંગે તેઓ સરકારના દેશના વિકાસના કાર્યોની સમીક્ષા પણ કરે છે. સુરક્ષા દળો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવે છે. ભારતની સુરક્ષા માટે સતત કાર્યરત એવા ભૂમિદળ , હવાઈદળ અને નૌકાદળ સાથે મળીને તેમની શક્તિને પ્રદર્શિત કરે છે.
Must Read : મારા સપનાનું ભારત નિબંધ
દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા આવી જ રીતે રાજ્યના રાજધાની સ્થળે ધ્વજવંદન કરવામાં આવે છે.આ૫ણા ગુજરાતમાં દર વખત અલગ-અલગ જિલ્લાઓમાં ક્રમાનુસાર રાજય કક્ષાનો ૧૫મી ઓગષ્ટનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાજયના મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યાંના લશ્કરી અને અર્ધલશ્કરી દળો દ્વારા પરેડ કરવામાં આવે છે. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
દરેક શાળા અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારે ઢોલ નગારા સાથે પ્રભતાફેરી કાઢવામા આવે છે. પ્રભાતફેરીમાં દેશભક્તિના નારા અને દેશભક્તિ ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ધ્વજવંદન વિધિ બાદ વિવિધ નાટકો , નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને દેશભક્તિનો સંદેશ દેશના દરેક નાગરિક સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વ :
ઈ.સ.1757 થી અંગ્રેજોએ ભારત દેશના શાસનમાં પગપેસારો કર્યો હતો . ત્યારથી લઈને 1947 સુધી લગભગ 200 વર્ષ સુધી ભારત દેશ અંગ્રેજ શાસનનો ગુલામ રહ્યો. 200 વર્ષમાં બ્રિટિશરોએ ભારતની અબજો રૂપિયાની સંપતિ લૂંટી લીધી હતી. તેઓ દેશના લોકોના ભોગે સામ્રાજ્યનો વિસ્તાર કરી રહ્યા હતા.
વળી સૈન્ય , ઉદ્યોગ , ધંધા દરેક ક્ષેત્રમાં ઉચ્ચ પદો પર બ્રિટિશરોને જ રાખવામાં આવતા હતા. ભારતીય કર્મચારીઓને બઢતી અને વેતનમાં પણ અન્યાય કરવામાં આવતો હતો. આ અન્યાયના લીધે ભારતની પ્રજામાં બ્રિટિશરો વિરૂદ્ધ લડત ચલાવવાની ફરજ પડી. 1857માં લશ્કરમાં આ લડત ઉગ્ર બની.
Must Read : રાષ્ટ્રીય એકતા નિબંધ
આ પહેલા ભારતના દરેક દેશી રજવાડાઓના રાજાઓ અંગ્રેજો વિરૂદ્ધ અલગ અલગ લડત કરતા રહ્યા હતા પરંતુ 1857ના સંગ્રામ બાદ બધા જ લોકો એક સાથે મળીને લડત ચલાવી. 1942માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ અંગ્રેજો ભારત છોડોના નારા સાથે ” હિંદ છોડો ચળવળ” ની શરૂઆત થઈ. ઠેર ઠેર બ્રિટિશ શાસન વિરુદ્ધ પ્રદર્શનો થયાં.
સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું. વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર થવા લાગ્યો . ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અહિંસક આંદોલનો થયાં, તો કેટલાક વિસ્તારોમાં પ્રજાનો રોષ ઉગ્ર બનતાં અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પડી હતી.
ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા મહાત્મા ગાંધીજી , સરદાર વલ્લભભાઈ પટેલ , જવાહરલાલ નેહરુ , લાલા લજપતરાય , સુભાષચંદ્ર બોઝ ,વીર ભગતસિંહ , ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ઢિંગરા , લોકમાન્ય તિલક , રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક વિરોએ દેશની આઝાદી માટે અંગ્રેજો વિરૂદ્ધ લડત ચલાવી. અનેક નામી અનામી વિરો શહીદ થયા. આઝાદીની લડતનાં દેશના દરેક વિસ્તારના અને દરેક કોમના લોકો એક થઈને અંગેજો વિરૂદ્ધ લડત ચલાવી હતી.
દેશની સેવા માટે તેમણે પોતાના જીવનની પરવાહ કર્યા વગર પ્રયાસો કર્યા છે. અનેક વિરો શહીદ થયા અને અનેક લોકો અંગ્રજોના દમન અને અત્યાચારનો ભોગ પણ બન્યા. અંતે દેશના દેશભક્તો આગળ અંગ્રેજ સરકારને ઝૂકવું પડયું અને ભારત છોડીને ચાલ્યા ગયા. આઝાદીની લડત સમયે શહીદ થનાર વીરોનાં બલિદાનને યાદ કરીએ ત્યારે તેમનાં બલિદાનને ઉજાગર કરતું અને શ્રદ્ધાંજલિ આપતું રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીનું દેશભક્તિ ગીત યાદ આવી જાય.
“રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.”
ઉપસંહાર :
દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા અનેક શહિદોને બલિદાનો આપ્યા છે. અનેક વીર જવનોએ પોતાના જીવનની પરવાહ કર્યા વગર આઝાદી માટે જીવન સમર્પિત કર્યું છે ત્યારે આપણને આઝાદી મળી છે. આઝાદ ભારતના નાગરિક તરીકે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ આપણી ફરજ છે.
દેશમાં રહેલા દરેક નાગરિકોએ દેશની રક્ષા માટે પોતાના જીવના જોખમે સરહદ પર આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું સમ્માન કરવું જોઈએ. દેશને આઝાદી અપાવવા પોતાના બલિદાન આપનાર વીર જવાનોને આપણે ક્યારેય ના ભૂલી શકીએ.
वतन वालो वतन ना बेच देना
ये धरती ये चमन ना बेच देना ।
शहीदों ने जान दी है वतन के वास्ते
शहीदों के कफन ना बेच देना ।
લેખક : જગદીશ જેપુ , શિક્ષક , ધનાણા પ્રાથમિક શાળા , Instagram Id : jagdish.jepu.33
આ ૫ણ વાંચો:-
- જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
- માતૃભાષા નું મહત્વ નિબંધ
- પર્યાવરણ નું મહત્વ નિબંધ
- શ્રમનું મહત્વ નિબંધ
- સમયનું મહત્વ નિબંધ
હુ આશા રાખુ છું કે તમને અમારો 15 મી ઓગસ્ટ નિબંધ (15 august essay in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ તમને આઝાદી પછીનું ભારત નિબંધ, સ્વતંત્ર ભારત નિબંધ, સ્વાતંત્ર્ય દિન નિબંધ વિગેરે વિષચ ૫ર નિબંધ લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
Thank you very much 😉