Advertisements

મતદાન જાગૃતિ નિબંધ | Matdan Jagruti Essay in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

“Democracy is a rule of the people, for the people and by the people”. -અબ્રાહમ લિકન દ્વારા લોકશાહીની આ વ્યાખ્યા આપવામાં આવી છે જેનો મતલબ થાય છે કે લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા ચાલતી પદ્ધતિ.

પ્રાચીન સમયમાં રાજાશાહી ચાલતી હતી જેમાં રાજા અને એના વંશજો લોકો પર રાજ કરતા હતા. પણ સમય જતાં લોકશાહીની અસ્તિત્વ આવ્યું. અને લોકો પોતાનો રાજા પોતે જ ચૂંટવા લાગ્યા. અને આ પદ્ધતિ એટલે સમજો કે આજની મતદાન પદ્ધતિ.. તો ચાલો આજે આ૫ણે આ આર્ટીકલ્સમાં મતદાન જાગૃતિ નિબંધ (matdan jagruti essay in gujarati) લેખન સ્વરૂપે જોઇએ.

ખાસ વાંચોઃ- જીવનમાં રમત ગમત નું મહત્વ નિબંધ

મતદાન જાગૃતિ નિબંધ (Matdan Jagruti essay in Gujarati)

મતદાન જાગૃતિ ૫હેલાં આ૫ણે મતદાન શું છે ?. મતદાન કોણ કરી શકે ?, મતદાનનું મહત્વ વિગેેેરે પ્રશ્નોની થોડીક માહિતી મેળવી લઇએ.

મતદાન એટલે શું ?

ભારતની લોકશાહીમાં 18 વર્ષની ઉંમરનો કોઈપણ નાગરિક મત આપવા માટે સક્ષમ છે. દર વર્ષે ચુંટણી તો આવે જ છે, હવે અહીંયા ચુંટણીઓના પણ પ્રકારો છે અને મતદાનના પણ ઘણા પ્રકારો છે એના વિશે ફરી ક્યારેક લખીશું. હમણાં એટલું જણાવુ કે તમે 18 વર્ષ પહોંચી જાઓ એટલે તમને ચૂંટણીકાર્ડ આપવામાં આવે છે જે તમને મતદાન આપવા માટે તમે લાયક છો એનું કાર્ડ છે. અને એનો ઉપયોગ આપણે આપણી ઓળખ માટે પણ કરી જ શકીએ છીએ…ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે તમે એનો ?

મતદાન એટલે તમે તમારી ઈચ્છા મુજબ તમને યોગ્ય હોય એ પ્રતિનિધિને તમેં મત આપી શકો છો. અને તમારા પ્રતિનિધિ આ ચૂંટણી જીતશે કે હારશે એમાં તમારા મતનું પણ યોગદાન છે. કેમકે ચુંટણીમાં એક એક મતથી પણ હાર જીત થતી હોય છે. ચાલો સમજી ગયાને મતદાન એટલે શું ?

મતદાન કેમ કરવું જોઈએ ?

તમે તમારા વિસ્તારમાં, ગામ, રાજ્યની ચુંટણીમાં ક્યાં પક્ષના નેતા તમારા માટે યોગ્ય છે એ સમજી વિચારી તમારે મતદાન કરવું જોઈએ એટલે તમારી પસંદગીનો નેતા તમારા વિકાસના યોગ્ય કાર્ય કરવા ચૂંટણી જીતી શકે. એટલે કે આપણા માટે જ આપણે યોગ્ય નેતા પસંદ કરવાનો હોય ત્યારે મત આપવો ખૂબ જરૂરી થઈ પડે છે.

મતદાન જાગૃતિ નિબંધ
મતદાન જાગૃતિ નિબંધ

મતદાન જાગૃતિ.

ચૂંટણી આવાની હોય ત્યારે એની તારીખ-સમય નક્કી થઈ જાય છે અને એ દિવસે આપ તમારા અનુકૂળ સમયમાં તમને ગમતાં વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે. બેલેટ પેપર કે મશીન દ્વારા હમણાં ચૂંટણીઓ થાય છે, અને તમે સરળતાથી તમારા નેતાને મત આપી શકો છો. તમારો મત ખૂબ કિંમતી છે એનું મૂલ્ય લોકશાહીમાં હંમેશા ઊંચું રહ્યું છે.

 છતાં પણ આપણા ત્યાં 100% મતદાન થતું નથી એ અયોગ્ય બાબત છે. કેમકે ઘણા લોકો ચૂંટણીમાં રસ લેતા નથી અને પોતાના મતને કિંમતી સમજતા નથી. ઘણા લોકો પક્ષ વિપક્ષની માથાકુટમાં મત આપતા નથી. ઘણાને એમ છે કે હું મત નહિ આપું તો એમાં શું થઈ જવાનું છે ? .. તો વળી ઘણા સમયનું બહાનુ કાઢે છે કે સમય જ નથી વોટ આપવાનો.

તો વળી ઘણા એવું વિચારે છે કે અમારે લાયક એક પણ ઉમેદવાર નથી તો કોઈને વોટ આપવો જ નથી અમારે. તો ઘણા ને ફરિયાદ હોય છે કે અમને કોઈ કહેવા આવ્યું નથી તો અમે શુ કામ વોટ આપીએ.. તો ઘણા પાસે 18 વર્ષ થઈ ગયા હોય તો પણ ચૂંટણી કાર્ડ હોતું નથી જેના કારણે તે વોટ આપી શકતા નથી. આવા બધા ઘણા બધા કારણો છે જેના લીધે મતદાન 100% થતું નથી અને જેના કારણે યોગ્ય વિકાસ થતો નથી. તો મત એ ફરજ અને હક્કના ભાગરૂપે આપવો જ જોઈએ.

હવે તો અંધ અપંગ કે શારીરિક ખોડખાપણ વાળા લોકો માટે પણ મતદાન થઈ શકે એ માટે યોગ્ય વ્યવસ્થા કરેલ હોય છે.

ચૂંટણીકાર્ડ ન હોય તો હવે તમારી નજીકની શાળાના શિક્ષક કે તલાટી કમ મંત્રી જે બુથ લેવલ ઓફીસર હોય તેનો સંપર્ક કરો તો તમારા આધારપુરાવા જોઈને તમને થોડા જ સમયમાં ચૂંટણીકાર્ડ બનાવી આપશે.

ચૂંટણી હોય એ પહેલા રાજકીય પક્ષ એનો પ્રચાર કરતા જ હોય છે એટલે તમને કોઈ ઘરે કહેવા આવે તો જ મત આપવો એ વલણથી દુર રહો.

સમયનો અભાવ હોય તો પણ મત આપો કેમેકે તમે મત નહિ આપો તો કદાચ સતા એવા લોકોના હાથમાં જઇ શકે છે જે ક્યારેય કોઈ સારા કામ કરશે જ નહીં.

હવે મતદાનનો સમય પણ વધારી દીધો છે સવારે 7 વાગ્યાથી તમે મત આપવાનું શરૂ કરી શકો છો એટલે સમય થોડો કાઢી મત આપીને જ અન્ય કામ કરવા.

આપણે પોતે મત આપીએ અને ઘરના વડીલોને પણ સાથે સાથે મત આપવા લઈ જઈએ. અડોશ-પડોશમાં પણ બધાને જાણ કરીએ કે મતદાન શરૂ થઈ ગયું છે તો તમામ લોકો મત આપી આવે અને આ લોકશાહીમાં સૌની સરખી ભાગીદાર મળે.

આપણા સમાજમાં ગુપ્તદાનનું મહત્વ છે એટલે મતદાન પણ ગુપ્ત રાખવામાં આવે છે. તમને થાય એમાં શું કામ સંતાડવાનું… વટથી મને ગમે એને હું વોટ આપી શકું, તો પછી ગુપ્ત કેમ રાખવાનું ? તો તમને જણાવી દઉ કે મત એ તમારો વ્યક્તિગત વિચાર છે તમે એને જાહેર કરી નથી શકતા, હા મત વિસ્તારથી બહાર કે તમારા ઘરે તમે એની ચર્ચા કરી શકો છો, બાકી ચૂંટણી પક્ષના અમુક નિયમોનું પાલન મતદાન સમયે કરવા જ રહ્યા. તમે ચૂંટણીબુથ પર કોઈપણ પક્ષને મત આપવા માટે પ્રચાર કરી શકતા નથી. આચારસંહિતાનો ભંગ થતા તમને સજા પણ થઈ શકે છે. ચાલો હવે તમે પણ મત આપશો અને અન્યને પણ અપાવશો એ જ અપેક્ષા છે.

મતદાનનું મહત્વ…

અમુક લોકો પોતાના મતને પૈસા કે અન્ય પ્રલોભનમાં સપડાઈને કોઈને ૫ણ આપી દેતા હોય છે. અને આના કારણે ઘણા ખરાબ લોકોના હાથમાં સતા જઇ શકે છે. અને મત માટે જેને લાખો રૂપિયા ખર્ચ કરેલ છે એ સતા પર આવતા જ પોતાની ત્રિજોરીઓ ભરવાની શરૂ કરશે.

તમારા ભાગમાં કશું જ આવશે નહિ અને તમારા કોઈપણ કામ થશે નહીં કે નહીં તમારી કોઈપણ રજૂઆતો સાંભળશે. એટલે તમે તમારા મતનું મહત્વ સમજો અને એવા માણસને મત આપો જે ભવિષ્યમાં તમારી સાથે ઉભો રહી શકે અને તમારી સવલતો અને જરૂરીયાતો પુરી કરવા હમેશા તત્પર રહે.

બાકી સરકારના આપના હીત માટે આવેલ પૈસાથી જ એ એનું ઘર ભરશે. એટલે આ વાત પણ ધ્યાન રાખો. તમારો મત કોઈ 1000-2000 રૂપિયામાં ખરીદી લે એટલો સસ્તો નથી. તમારો મત કોઈ ૫ણ સતાને બદલી નાખવા સક્ષમ છે. મત માટે જાગૃત બનો અને હમેશા યોગ્ય માણસને મત આપો.

શુ મતદાન માટે કોઈ તમને રોકી શકે ? શુ તમારી પસંદગીનો એકપણ ઉમેદવાર ન હોય તો મત આપવા જવું કે ન જવું જોઈએ ?

ચાલો ઉપરના સવાલોના પણ જવાબ આપી દઈએ.

જો તમે 18 વર્ષથી ઉપરના ભારતીય નાગરિક છો તો મત આપવો એ તમારો અધિકાર છે. જો તમને મત આપતા રોકે છે તો એ વ્યક્તિ પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. હા,મત આપવા માટે તમે સ્વતંત્ર છો તમને કોઈ દબાણ પૂર્વક મત આપવા કહે તો પણ એને સજા થઈ શકે છે. એટલે ધ્યાન રાખો કે તમારા મત પર ફક્ત તમારો અધિકાર છે એટલે અન્ય કોઈપણ તમને આ બાબતે કશું જ કહી ન શકે.

બીજો સવાલ હતો એનો જવાબ …

ભારતમાં 100% મતદાન થાય એ હેતુસર હવે તમારી પસંદગીનો કોઈપણ ઉમેદવાર ન હોય છતાં તમારે વોટ કરવો જ હોય તો હવે NOTA (none of above-ઉપરમાંથી એક પણ નહીં.) આ મત તમે આપી શકો છો. જેથી મત ગણતરીમાં ટકાવારી વધી શકે છે. અને એ જાગૃતિ માટે યોગ્ય પગલું છે.

તમારો મત, તમારો અધિકાર. તમે એનો સદઉપયોગ કરી એક ઉત્તમ નાગરિકને શોભે એવું કાર્ય કરી શકો છો.

હવે આગળ ચૂંટણી પ્રક્રિયા શુ છે? કેવી રીતે કોણ ફોર્મ ભરી શકે છે ? કેટલી ઉંમર જોઈએ ? કેવી રીતે ચિહ્નન પસંદગી થાય છે ? બોગસ વોટિંગ શુ છે ? કેવી રીતે મતદાન અને મતગણતરી થાય છે ? આ બધા પ્રશ્નો પણ તમને થતા હોવા જોઈએ. શુ તમને પણ ચૂંટણી જીતી નેતા બનવાનું સપનું જોઈ રહ્યા છો ? Mp, M.L.A, મંત્રી, મુખ્ય મંત્રી, વડાપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્પ્તિઓના પગાર અને મળતી સવલતો વિશે તમે જાણો છો ? જો તમને આ માહિતી જોઈતી હોય તો ચોક્કસ અમને લખી જણાવો.

લેખક:- Veer Raval “લંકેશ” એક શિક્ષક.

Must Read :

હું આશા રાખું છું કે તમને અમારો મતદાન જાગૃતિ નિબંધ (Matdan jagruti essay in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “મતદાન જાગૃતિ નિબંધ | Matdan Jagruti Essay in Gujarati”

Leave a Comment